રસ્તામાં ખાડો પડ્યો હોય તો સામાન્ય રીતે વાહનચાલક કે પગપાળા ચાલનાર વ્યક્તિ તેની બાજુમાંથી પસાર થઈ જાય છે પરંતુ આ ખાડા ભારતમાં...
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-GIDCની ભાવનગર જિલ્લાની નારી ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ ફાળવણીના ઓન લાઇન ડ્રો કરાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતાં સીએમ ભૂપેન્દ્ર...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 60 કેસ નોંધાયા છે. આ ઉપરાંત નવસારીમાં વધુ એક કોરોનાના દર્દીનું મૃત્યુ થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક...
રાજયમાં આગામી તા.19મી ડિસે.ના રોજ 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણી મતદાન પત્ર દ્વ્રારા યોજાનાર છે. જેના પગલે આજે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ...
ગુજરાતમાં આગામી 20મી ડિસે. સુધી કાતિલ ઠંડીની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં તીવ્ર ઠંડી રહેશે....
નવી દિલ્હી : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (Asian Champions Trophy) પુરૂષ હોકી ટૂર્નામેન્ટમાં (Men’s Hockey Tournament) શુક્રવારે ભારતીય ટીમે વાઇસ કેપ્ટન હરમનપ્રીત સિંહના...
ગાંધીનગર : સાબરકાંઠા હેડ કલાર્ક પેપર લીક (Head clerk paper leak) કાંડમાં એક પછી એક ધડાકા થઈ રહ્યા છે. પેપરલીક થયાના 6...
નવી દિલ્હી:(New Delhi) ભારતમાં ઓમિક્રોનના (Omicron) આંકડા 100ને પાર પહોંચી ગયા છે. હાલ દેશમાં ઓમિક્રોનના એક્ટિવ કેસની સંખ્યા 101 છે. કોરોનાના (Corona)...
સુરત : (Surat) કાપોદ્રામાં (Kapodra) પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં માથાભારે દિપક બારૈયા નામના યુવકની હત્યા (Murder) કરવાના કેસમાં કાપોદ્રા પોલીસે રઘુ ભરવાડ...
સુરત : વરાછામાં (Varacha) આવેલી હીરા પેઢીના (Diamond company) ચાર કર્મચારીઓએ પોતાની પાસે આવતા સારી ક્વોલીટીના હીરામાંથી હલકી કક્ષાના હીરા નાંખીને રૂા....
સુરત : (Surat) ડિંડોલીમાં નાના-નાના વેપારીઓને ચપ્પુની અણીએ ધમકાવીને (Threat) તેઓની પાસેથી રૂપિયા ખંખેરતી (Ransom) માથાભારે મનીયા ડુક્કર ગેંગની (dukkar gang) સામે...
નવી દિલ્હી: વિધાનસભાના શિયાળુ સત્રમાં ગુરુવારે કોંગ્રેસ (Congress)ના નેતા કે.આર. રમેશકુમારે (K.R. Ramesh Kumar) બળાત્કાર વિશે કરેલી નિર્લજ્જ કોમેન્ટ (Comment)ના લીધે વિવાદ...
સુરત: (Surat) ગટરના (Sewer) ગંદા પાણી (Dirty water) પાસેથી પસાર થતી વખતે નાકનું ટેરવું ચઢી જાય છે. લોકો નાક આગળ રૂમાલ મૂકી...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા બીયુસી (BUC) વિનાની મિલકતો (Property) સામે કડકાઈ ભર્યું વલણ અપનાવામાં આવ્યું છે. પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં...
પલસાણા: સ્ટેટ મોનિટરિંગ સેલના (state monitoring cell) અધિકારીઓએ બુધવારે કડોદરા પોલીસમથક વિસ્તારમાં આવેલા વરેલી ગામના માતા ટ્રાન્સપોર્ટના ગોડાઉનના (Transport) પાછળના ભાગે ખુલ્લી...
ભણતર આજના જમાનામાં અનિવાર્ય થઇ ગયું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. Books Are Human’s Best Friend એવી કહેવત દરેકે સાંભળી જ હશે....
સુરતીઓનું નામ આવે એટલે સુરતની ખાવાની પ્રખ્યાત વાનગીઓનું દૃશ્ય આંખ સમક્ષ આવી જતું હોય છે. સુરતીઓ ખાવાના ખૂબ જ શોખીન હોય છે....
પાર્ટી નાના હોય કે મોટા કોને ના ગમે? આજકાલ મેલ હોય કે ફિમેલ હોય દરેક પોતાની જિંદગીને એકદમ મજજેથી જીવવા માંગે છે...
વાંસદા : પતિ, પત્ની અને વોની એક ચોંકાવનારી ઘટના વાંસદા (vansda) તાલુકાના એક ગામમાંથી સામે આવી છે. ડાંગના (Dang) ગામડાંઓમાં આજે પણ...
સરકારે પહેલાં સંસદમાં બેન્કો ઊઠી જાય તો ખાતેદારોને પાંચ લાખ રૂપિયાનો વીમો આપતો કાયદો પસાર કર્યો અને હવે પબ્લિક સેક્ટરની બેન્કોનું ખાનગીકરણ...
કહેવત છે કે જયોતિષના રાંડે નહીં અને ડૉક્ટરના મરે નહીં પરંતુ આ કહેવત ખોટી એટલા માટે પડે છે કે જયોતિષ એક શાસ્ત્ર...
ગાંધીનગર : આખરે 6 દિવસ બાદ ગુજરાત (Gujarat) સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Home minister Harsh sanghvi) જાહેરમાં હેડ ક્લાર્ક (Head clerk exam...
એક સમય હતો જયારે કાશ્મીરમાં તિરંગા લહેરાવાથી લોકો પણ ડરતા હતા અને કદાચ સરકાર પણ. પણ આ વખતે કાશ્મીરમાં દરેક સરકારી ઇમારત...
તાજેતરમાં ટી.વી. પત્રકાર વિનોદ દુઆના દુ:ખદ અવસાનથી ટી.વી. પત્રકારિતાના એક અનોખા પ્રકરણનો અંત આવ્યો છે. એમણે જીવનભર ખુમારીથી પત્રકારત્વ કર્યું. એવી ખુમારી...
પંખીઓનો કલરવ સવારને જગાડે છે. વસુંધરાને મહેકાવવા રોજ સવારે પારિજાત ખરે છે. ફૂલો ઝાકળથી પોતાનો ચહેરો સુંદર બનાવે છે. ઝાકળભીનાં ફૂલો આંખોને...
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (Bipin Rawat) અને તેમનાં વીરાંગના પત્ની મધુલિકાનું હેલિકોપ્ટર (Helicopter) તૂટી પડતાં અપઘાતી અવસાન થયું અને...
રાજકારણમાં મુખ્ય બે જ પક્ષ છે એક શાસક પક્ષ અને એક વિરોધ પક્ષ. વિરોધ પક્ષ હંમેશા શાસન કરતા પક્ષને સત્તા પરથી ઉખેડી...
મહાન સંત કબીરજી જ્યાં રહેતા હતા ત્યાં તેમના ચાહનારાઓ અને શિષ્યો હતા તેમ વિરોધીઓ અને દ્વેષીઓ પણ હતા.આ વિરોધીઓનું એક જ કામ...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં કોરોનાનું ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટ ફૂટ્યું છે. શુક્રવારે રાજધાનીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 10 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દિલ્હીમાં ઓમિક્રોન...
ભારતના રાજકીય ફલક પર કોંગ્રેસ પોતે માને છે તેના કરતાં પણ તેનું વજૂદ વધારે ઘસાઈ રહ્યું છે. આપણે શાસિત રાજ્યોની સંખ્યા અને...
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
રસ્તામાં ખાડો પડ્યો હોય તો સામાન્ય રીતે વાહનચાલક કે પગપાળા ચાલનાર વ્યક્તિ તેની બાજુમાંથી પસાર થઈ જાય છે પરંતુ આ ખાડા ભારતમાં સૌથી વધુ લોકોને મોતને ઘાટ ઉતારના છે તેમ કહેવામાં આવે તો આશ્ચર્ય થાય તેમ છે પરંતુ આ હકીકત છે અને તેના માટે માત્રને માત્ર સરકારો જ જવાબદાર છે. ખુદ કેન્દ્ર સરકારે જ લોકસભામાં આ અંગેની જાણકારી આપી હતી. સરકારે પોતાના જ આ અહેવાલથી ગંભીર થવાની જરૂરીયાત છે. શહેરોમાં કે પછી માર્ગો પર તંત્ર દ્વારા મનફાવે તેવી રીતે ખાડાઓ ખોદી નાખવામાં આવે છે. ખાડા ખોદ્યા બાદ તેને યોગ્ય રીતે પુરવામાં પણ આવતા નથી. ઉપરાંત ખાડા ખોદવામાં આવ્યા બાદ આ જગ્યાએ ખાડો છે તેવું નિર્દેશ કરે તેવા સંકેતો પણ મુકવામાં આવતા નથી. જેને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે.

ભારતમાં રસ્તાઓની સ્થિતિ સંદર્ભમાં અનેક પ્રશ્નો અગાઉ પણ ઉઠી ચૂક્યા છે. રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર, જ્યારે સત્તા પર હોય ત્યારે જે તે પક્ષ ખાડા ખોદવામાં સહભાગી હોય છે અને જ્યારે વિપક્ષમાં હોય ત્યારે ખાડાના માટે સવાલો ઉઠાવે છે. આરોપો લગાડે છે પરંતુ સરકાર બદલાયા બાદ પણ સ્થિતિ સુધરતી નથી અને તેને કારણે અકસ્માતો અને મોતની સ્થિતિ સુધરતી નથી. ઉલ્ટું વધુને વધુ બગડે છે. રસ્તાઓ પર ખાડાની આ સ્થિતિ સંદર્ભે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં 29 હજારથી વધુ અકસ્માતો થયા છે. જેમાં મોતની સંખ્યાનો આંક પણ મોટો છે.
સને 2016માં 6424, 2017માં 9423, 2018માં 4869, 2019માં 4775 અને સને 2020માં 3564 અકસ્માતો માત્ર ખાડાને કારણે જ થયા હોવાનું નોંધાયું છે. જો રસ્તા પર થતાં તમામ પ્રકારના અકસ્માતોની સંખ્યા જોવામાં આવે તો માત્ર 2020ના એક જ વર્ષમાં દેશમાં 3.66 લાખથી વધુ અકસ્માતો થયાં અને તેમાં 1.31 લાખ લોકોએ જીવ ગુમાવ્યા. રસ્તાઓના ખાડા તેમજ અકસ્માતોની વિગતો ખુદ સરકારે જાહેર કર્યા બાદ ખાડાની સ્થિતિ અને અકસ્માતોની સંખ્યા મુદ્દે ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આમ તો અકસ્માત થવાના કારણો અનેક હોઈ શકે છે પરંતુ જેમ કે ઓવર સ્પીડ, મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, દારૂ પીને ગાડી ચલાવવી, ઓવરલોડેડ ગાડી, ખરાબ લાઈટ, રેડ લાઈટ જમ્પ, ઓવરટેક કરવો, ખરાબ હવામાન, ડ્રાઈવરની ભૂલ, રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ, ખરાબ માર્ગ અને સાઈકલ તથા બાઈકસવારની ભૂલ. આ રીતે થતાં અકસ્માતોને નિવારી શકાય છે પરંતુ જો રસ્તા પર ખાડો જ હોય તો અકસ્માત કેવી રીતે રોકવો? આ માટે ખૂદ સરકારે જ પહેલ કરવી પડે તેમ છે.
ખાડાને કારણે થતાં અકસ્માતોની સંખ્યા પરથી મોટો સવાલ એ ઉઠે છે કે શું સરકાર આંધળી બની ગઈ છે? તેને રસ્તા પર પડતા ખાડાઓ પુરવાનું સુઝતું નથી? કે પછી ખાડાને કારણે અકસ્માત થાય અને મોત થાય તેની રાહ જોઈ રહી છે? ખાડાઓને કારણે થતાં અકસ્માતોની સંખ્યા પરથી સરકારે હવે સફાળા જાગીને તાકીદના ધોરણે ખાડાઓ પુરવાનું અને જ્યારે પણ ખાડા ખોદવામાં આવે તો તેવા સંજોગોમાં વાહનચાલકોને તેની સ્પષ્ટ રીતે જાણ થાય તેવી રીતે સંકેતો પણ મુકવાની કામગીરી કરવાની જરૂરીયાત છે. કમનસીબે દેશમાં અત્યાર સુધી સરકારો દ્વારા આવી જવાબદારી બતાવવામાં આવી નથી પરંતુ હવે સમય બદલાયો છે. જો સરકાર પ્રતિબદ્ધતા સાથે કામગીરી નહીં કરે તો ખાડાને કારણે અકસ્માત અને તેને કારણે મોતની ઘટનાઓ બનતી જ રહેશે તે નક્કી છે.