National

રેપ ટાળી ન શકાય તો સૂઈ રહો ને મજા માણો: કોંગી MLAના નિવેદન પર જયા બચ્ચને કહ્યું, શરમ કરો

નવી દિલ્હી: વિધાનસભાના શિયાળુ સત્રમાં ગુરુવારે કોંગ્રેસ (Congress)ના નેતા કે.આર. રમેશકુમારે (K.R. Ramesh Kumar) બળાત્કાર વિશે કરેલી નિર્લજ્જ કોમેન્ટ (Comment)ના લીધે વિવાદ સર્જાયો છે. આજે સમાજવાદી પાર્ટી (Samajwadi party)ના રાજ્યસભાના સાંસદ જયા બચ્ચ (Jaya Bachchan )ને આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, શરમ કરો. જે રાજકીય પાર્ટીના નેતાઓ આવી ટીપ્પણીઓ કરે છે તેમની સામે પાર્ટીએ કડક કાર્યવાહી કરવી જોઈએ.

આ અગાઉ ગુરુવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.આર. રમેશ કુમારે સદનમાં એવી કોમેન્ટ કરી હતી કે, રેપ ટાળી નહીં શકાય તો સૂઈ જાઓ અને મજા માણો. રમેશકુમારની આ કોમેન્ટ વખતે સદનમાં ઉપસ્થિત પુરુષ નેતાઓ હસતા રહ્યાં હતાં. સ્પીકરે પણ રમેશકુમારના નિવેદનનો વિરોધ કર્યો નહોતો, પરંતુ આજે બીજા દિવસે રમેશકુમારના નિવેદનના લઈને વિવાદ ઉભો થયો છે. આજે કે.આર. રમેશ કુમારે કરેલી અભદ્ર ટિપ્પણી પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચને આકરી નિંદા કરી અને કહ્યું કે તેમને શરમ આવવી જોઈએ. તેમની પાર્ટીઓએ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે કહ્યું કે, મે આ પ્રકારના મામલાઓ ઘણી વખત સદનમાં ઉઠાવ્યાં છે. પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. મીડિયાએ આ મુદ્દાઓ ઉપર સાથ આપવો જોઈએ, આ વિષય પર ચર્ચા કરવી જોઈએ અને આવા લોકોને સામે કડક પગલા લેવા જોઈએ.

દુષ્કર્મની મજા લો' નાં વિવાદિત નિવેદન મુદ્દે જયા બચ્ચને નેતાજીનો ઉધડો લીધો,  નેતાએ કહ્યું હવે સમજી વિચારીને બોલીશ | jaya bachchan reaction to congress  leader ...

કે.આર. રમેશ કુમારની ઝાટકણી કરતા કહ્યું કે તે જે પક્ષનો છે, તેની પાર્ટીએ તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને અન્ય કોઈ આવી વાત કરવાની હિંમત ન કરે અને આ રીતે મહિલાઓનું અપમાન કરી શકે. મને આવા નિવેદન માટે શરમ આવે છે. જયા બચ્ચને કહ્યું કે, માનસિક્તા બદલવી પડશે. મને આશ્ચર્ય થાય છે તેમના આ નિવેદનથી તેમના ઘરમાં માતા, પત્નિ, બહેન, પુત્રીઓએ શું વિચાર્યું હશે. તેમણે આગળ કહ્યું કે, આ નિવેદન માટે આકરી કાર્યવાહી થવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવું ન બોલી શકે અને ન કરી શકે.

વિવાદ થતાં રમેશકુમારે માફી માંગી, એક NGOએ ફરિયાદ નોંધાવી

ઉલ્લેખનીય છે કે શિયાળા સત્ર દરમિયાન કરેલી અભદ્ર ટિપ્પણી પર તેમણે સોશિયલ મીડિયા પર માફી માંગી હતી. સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું હતું કે ગુનાને તુચ્છ બનાવવાનો તેમનો ઈરાદો નહોતો. આ નિવેદન બાદ એક NGOએ કે.આર.રમેશ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કે.આર.રમેશ કુમાર અગાઉ પણ બળાત્કાર શબ્દના નિવેદનથી વિવાદમાં રહી ચુક્યા છે. એક વિવાદમાં તેમણે એવો બચાવ કર્યો હતો કે હું રેપનો ભોગ બન્યો હોઉં એવું અનુભવી રહ્યો છું.

Most Popular

To Top