Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: એક તરફ કોરોના વાયરસનો માર અને બીજી તરફ તહેવારોના ટાંણે ઝડપી કમાઈ લેવાના ચક્કરમાં વેપારીઓ ગેરકાયેદસર કામ કરી રહ્નાનું હોવાનું જોવા મળે  છે. આવો જ એક ગેરકાયદેસ વેપાર  કે જેમાં નકલી ગોગલ્સ વેચવાનો ધંધો ધડમલે ચાલે છે.  ઉત્તરાણના તહેવારમાં બજારમાં પતંગ-દોરીની સાથે ચશ્માની પણ ભારે માંગ રહેતી હોય છે,

આવામાં બ્રાન્ડેડ કંપનીના નામે બોગસ ગોગલ્સ વેચવાના ષડ્યંત્ર સામે પગલા લેવાશે કે કેમ તેવા સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્ના છે. ઉત્તરાયણ પર ધાબા પર પતંગ ચગાવવા માટે જતા રસિયાઓ નવા ચશ્મા ખરીદતા હોય છે આવામાં ગ્રાહકો બ્રાન્ડેડના નામે છેતરાતા હોવાના  કિસ્સા જોવા મળે છે. 

તહેવારો દરમિયાન વધારે ભીડ રહેતી હોય તેવામાં નકલી ચશ્મા રોડ પર વેચાતા હોય છે. આ સાથે જાણીતી બ્રાન્ડના ચશ્મા બિલ વગર વેચવામાં આવતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. જે દિશામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ડુપ્લીકેટ ચશ્માનું રેકેટ બહાર આવે તેમ છે. આ સાથે આ ચશ્મા કેટલા સાચા છે તે જાણવા માટે પણ બ્રાન્ડના જાણકાર વ્યક્તિનો સંપર્ક કરવો જરુરી છે.

જેના આધારે ખ્યાલ આવશે કે આ ચશ્મા કેટલા સાચા છે. વધુમાં જો આ મામલે તપાસ કરવામાં આવે તો અત્યાર સુધીમાં વેપારીઓએ કેટલા ગ્રાહકોને આ પ્રકારના ચશ્મા વેચ્યા છે અને આ માલ તે ક્યાંથી લાવતો હતો અને શું શહેરમાં અન્ય દુકાનો પર આ પ્રકારનો નકલી માલ મોકલવામાં આવતો હતો. જોકે તેની તપાસ હાથ ધરવામાં આવશે કે કેમ તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.

To Top