Top News

More Posts

   The Latest

Most Popular

BELUR : પશ્ચિમ બંગાળ (WEST BANGAL) માં આગામી કેટલાક મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપ (BJP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે શનિવારે સવારે બેલુર પોલીસ સ્ટેશન હેઠળ લીલુવા મટવાલા ચારરસ્તા નજીક ટીએમસી કાર્યકરોએ ભાજપના સમર્થકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બીજેપીએ આરોપ લગાવ્યો છે કે સવારે જ્યારે પાર્ટીના કેટલાક કાર્યકરો લીલુવા મટવાલા ચારરસ્તાના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા,ત્યારે તૃણમુલ યુથ કોંગ્રેસના નેતાઓ તેમની પાર્ટી દળ સાથે ત્યાં પહોંચ્યા હતા અને ભાજપના સમર્થકો સાથે ઝપાઝપી શરૂ કરી હતી.

આ કાર્યક્રમમાં ભાજપના પાર્ટીના કાર્યકરો ધ્વજવંદન કરી રહ્યા હતા. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને ભાજપના કાર્યકરો સાથે લડવાનું શરૂ કર્યું હતું.

ભાજપનો આરોપ છે કે આ હુમલો ટીએસસી નેતા કૈલાસ મિશ્રા દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ભાજપના બે કાર્યકરો ઘાયલ થયા હતા. એક કામદારને માથામાં ગંભીર ઈજા થઈ છે અને તેને શ્રમજીવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના હાવડા જિલ્લા સદરના અધ્યક્ષ સુરજીત સહાએ આરોપ લગાવ્યો છે કે, પોલીસની ગાડી આગળ ભાજપ સમર્થકો પર હુમલો કરવામાં આવ્યો છે. જો આ મામલાની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભાજપ મોટું પ્રદર્શન કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. વડા પ્રધાનની મુલાકાતને લઈને રાજ્યમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન, હાવડામાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયાનું જાણવા મળે છે. ભાજપે ટીએમસી પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપના સ્થાનિક નેતાનું કહેવું છે કે, ‘આજે અમારા કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. જો ટીએમસી આ પ્રકારનું રાજકારણ કરવા માંગે છે, તો તેઓને સમાન ભાષામાં જવાબ આપવામાં આવશે

To Top