Trending

સુરતમાં તૈયાર થયા ઇકો પોઇન્ટ કપડાં : સ્કિન એલર્જીમાં આપશે રક્ષણ

જેમ જેમ પ્રદૂષણની માત્રા વધતી જાય છે તેમ તેમ રાજ્યમાં દિન પ્રતિદિન ગરમી (HIT WAVE)નુ પ્રમાણ પણ વધતું જાય છે. હવે ઉનાળા (SUMMER)ની ઋતુ શરૂ થઈ રહી છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે સોફ્ટ કપડાં પહેરતા હોય છે. તેમ છતાં કપડાં પરના કેમિકલ યુક્ત રંગના કારણે કેટલીક વખત લોકો એલર્જી તથા ચામડી જેવા રોગોનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરતની ફેશન ડિઝાઇનીંગ કોલેજ (FASHION DESIGNING COLLAGE) દ્વારા એક સ્પેશિયલ વસ્ત્ર તૈયાર કરવામાં આવ્યું છે અને તે પણ નેચરલ કલરવાળુ.

રાજ્યમાં દિનપ્રતિદિન ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આ ગરમીને ધ્યાનમાં રાખીને સુરતની વિધાર્થીનીઓએ સ્પેશિયલ ઇકો પેઇન્ટ વસ્ત્ર (ECHO POINT CLOTH) તૈયાર કર્યુ છે. આ વસ્ત્ર પર વિવિધ ફૂલની પ્રિન્ટ એટલે કે નેચરલ કલર કરવામાં આવ્યો છે, કે જેને લઇને આકરી ગરમીમાં પણ લોકોને ચામડી જેવા રોગ (SKIN DAISIES) કે એલર્જી (ALLERGY) ન થાય. ખાસ કરીને અહીંના વિધાર્થીઓને ટાઇ એન્ડ ડાઇ નામનો એક વિષય પર રિસર્ચ કરવા માટે આપ્યો હતો. દરમિયાન વિદ્યાર્થીઓએ આ વિષય પર રિસર્ચ કરીને સ્પેશિયલ નેચરલ વસ્ત્ર (NATURAL CLOTH) તૈયાર કર્યુ છે. ખાસ કરીને આ વસ્ત્ર પર કોઇ પણ પ્રકારના કેમિકલ યુક્ત રંગ વાપરવામાં આવ્યા નથી. જેને લઇને લોકોને ગરમી સામે રક્ષણની સાથે ઠંડક પણ મળી રહે.

નેચરલ ફૂલોના રસનો ઉપયોગ કરીને તૈયાર થયા કપડા

વસ્ત્ર પર નેરલ કલર માટે વિધાર્થીઓ દ્વારા જાસૂદ, ગુલમોર, કેરીના પાન, ગુલાબ જેવા વિવિધ ફૂલો (FLOWER) તથા તેમના પાન (LEAVES) એકઠા કરવામાં આવ્યા હતા. આ તમામ ફૂલોના પાનને અલગ અલગ વસ્ત્રોમાં મૂકી તેને ઉપરની તરફથી ટીપી દેવામા આવે છે અને તેની પ્રિન્ટ આ વસ્ત્રમાં ઉપસી આવે છે. ખાસ કરીને એક કલાક સુધી આ રીતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને ત્યારબાદ તેને આયરન કરી દેવામાં આવે છે આઇરન બાદ આ વસ્ત્રો પર ફૂલની ડિઝાઇન ઉપસી આવે છે. આ કામગીરીની ખાસિયત એ છે કે આ વસ્ત્રને ધોયા બાદ પણ તેનો કલર જતો નથી.

ઉનાળા જેવી આકરી ગરમીમાં આવા નેચરલ ફ્લાવર અને કલરવાળા વસ્ત્રો પહેરવાથી કોઇ પણ પ્રકારના રોગ થતા નથી. સામાન્ય રીતે આ જે વસ્ત્રો તૈયાર કરવામા આવે છે તેની માર્કેટમાં કિંમત ખૂબ કોસ્ટલી હોય છે અંદાજિત એક હજાર રૂપિયાથી તેની શરુઆત થતી હોય છે. હાલ આ વિદ્યાર્થીઓ દ્વારા ઇકો પ્રિન્ટ વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે જે ટૂંક જ સમયમાં માર્કેટમાં વેચાણ અર્થે પણ મુકવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top