Top News

More Posts

   The Latest

Most Popular

વેલેન્ટાઇન ડે મા પ્રેમીઓ પોતાના પાત્ર ને ખુશ કરવા અવનવી ગિફ્ટસ આપતા હોય છે. અને અનોખી ગિફ્ટસ થતી આજની યુવા પેઢી આકર્ષિત હોય છે ત્યારે આ વખતે વેલેન્ટાઇન ગિફ્ટમાં ખાસ કસ્ટમાઇઝડ ગિફ્ટ તો ખરી જ પણ એમાય કપલ ડોલ બનાવડાવી પોતાના પ્રેમીને આપવાનો ટ્રેન્ડ ખાસ વર્તાય રહ્યો છે .

યુવાઓની પસંદ
વેલેન્ટાઈન ડે હોય અને ગિફ્ટ ના આપો એ કેમ ચાલે ? આમ તો કેટલાય દિવસ અગાઉથી જ ગિફ્ટ કે સરપ્રાઈઝ નું પલાનિંગ તો બનાવી જ લેતા હોય છે. અને આજ કાલના યંગસ્ટર્સને કંઇક હટકે ગિફ્ટ કે સરપ્રાઈઝ આપવાનું વધારે પસંદ હોય છે.

કસ્ટમાઇઝડ ગિફ્ટ તરફ જુકાવ
કસ્ટમાઇઝડ ફ્રેમ, વોચ, પિલો, કિચન, મોબાઈલ, મગ, લોકેટ આવી ગિફ્ટસ ખાસ લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બનતું હોય છે. અને યંગસ્ટર્સ ની પસંદ પણ કસ્ટમાઇઝડ ગિફ્ટ તરફ વધુ જોવા મળતી હોય છે. ત્યારે આ વખતે ખાસ કસ્ટમાઇઝડ કપલ ડૉલની ગિફ્ટ બજારમાં મળી રહી છે.

કપલ ફોટાની આબેહૂબ ડોલ
બજારમાં ઘણી જગ્યાએ આ રીતની કપલ ડોલ ઓડર મુજબ બનાવી આપે છે. જેમાં વ્યક્તિ એ અગાઉથી પોતાનો કપલ ફોટો આપવાનો હોય છે. અને સાઈઝને અનુરૂપ સુંદર કસ્ટમાઇઝડ કપલ ડોલ તૈયાર કરી આપતા હોય છે. જેની કિંમત 2000 થી લઇ 5000 સુધીની હોય છે.

જરૂરી નથી વેલેન્ટાઈન ડે લવર્સ જ ઉજવી શકે. વેલેન્ટાઈન તમે કોઈ પણ તમારા ગમતા પાત્ર સાથે ઉજવી શકો.આજકાલ સેલિબ્રેશન કરવા માટે બસ કોઈ ડે નું નામ જ કાફી હોય છે. અને એમાય મોજીલા સુરતીઓ તો મોકોઈ જ શોધતા હોય છે. જો કે કોવિડને લીધે પાર્ટી , ગેટ ટુ ગેધર કે પછી કિટ્ટી પાર્ટીઓ પર કાપ લાગી ગયો હતો ત્યારે સુરતના એક મહિલા ગ્રુપે કોવિડના લીધે 1 વર્ષ બાદ પ્રિ વેલેન્ટાઈન કિટ્ટી પાર્ટીનું આયોજન કર્યું હતું.

પ્રિ વેલેન્ટાઈન કિટ્ટી પાર્ટી
યંગસ્ટર્સ માટે તો વેલેન્ટાઈન વીકનું સેલિબ્રેશન એક અઠવાડિયાથી જ ચાલી રહ્યું છે. પણ સુરતના એક મહિલા ગ્રુપે કેફમાં પ્રિ વેલેન્ટાઈન કિટ્ટીનું આયોજન કર્યું હતું. જેમાં સ્પેશ્યલ વેલેન્ટાઈન થીમ બેઝ ડેકોરેશન અને ડ્રેસ કોર્ડ નક્કી કરવામાં આવ્યો હતો.

વેલેન્ટાઈન થીમ બેઝ ગેમ્સ
મહિલાઓની કિટ્ટી પાર્ટી તો થતી જ રહેતી હોય છે પણ વેલેન્ટાઈન થીમ બેઝ કિટ્ટીનું આયોજન કરી તેમણે આનંદ માણ્યો હતો. જેમાં હાર્ટ શેપને હાથમાં લઈ સેલ્ફી, હાર્ટ શેપની હાઉડી ગેમ્સ, તેમજ બ્લેક અને રેડ અમારો ડ્રેસ કોર્ડ હતો એ મુજબ બે બ્લેક અને રેડ ટિમ બનાવી ઘણી લવ બેઝ ગેમ્સ રમી.

જરૂરી નથી વેલેન્ટાઈન ડે એ લવર્સ સાથે જ ઉજવી શકાય: લીના શાહ
લીના શાહ જણાવે છે કે ‘ આમ તો અમારા ગ્રુપની અવાર નવાર પહેલા કિટ્ટી પાર્ટી થતી જ રહેતી હતી પણ કોવિડને લીધે અમે 1 વર્ષથી એકઠા થયા ના હતા. આથી આ વખતે અમે વિચારતાં હતા કિટ્ટીનું તો થયું કે નજીકમાં જ વેલેન્ટાઈન ડે આવી રહ્યો છે તો કેમ ના પ્રિ વેલેન્ટાઈન કિટ્ટી પાર્ટીનું આયોજન કરીએ. એમ વિચારી અમે 14 લેડીઝ એક કેફમાં પ્રિ વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન કર્યો કેમકે જરૂરી નથી વેલેન્ટાઈન ડે એ લવર્સ સાથે જ ઉજવી શકાય અમે ફ્રેન્ડ્સ ગ્રુપે સાથે પણ વેલેન્ટાઈન ની ખૂબ મજા કરી.’

To Top