Top News

More Posts

   The Latest

Most Popular

ટીમ ઇન્ડિયા(TEAM INDIA)ના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે (BUMRAH) સ્પોર્ટ્સ એન્કર સંજના (SANJANA GANESHAN) સાથે સાત ફેરા લીધા છે.  બુમરાહે પોતે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી બંનેના લગ્નની તસવીરો શેર કરી છે.

આ તસવીરો શેર કરવા સાથે પોતાના હર્ષની લાગણી વ્યક્ત કરતા બુમરાહ લખે છે કે “લવ, જો તે તમને લાયક ગણશે, તો તમાને ખરા માર્ગ તરફ દોરશે.” પ્રેમથી પ્રતિષ્ઠિત, અમે સાથે મળીને નવી સફર શરૂ કરી છે. આજનો દિવસ અમારા જીવનનો સૌથી ખુશહાલ દિવસ છે અને અમે અમારા લગ્ન અને અમારા આનંદના સમાચાર તમારી સાથે શેર કરવામાં સક્ષમ થવાનો આનંદ માણીએ છીએ.

ઉલ્લેખનીય છે કે પ્રોફેશનલ લાઇફ ઉપરાંત બંને ક્યારેય જાહેર સ્થળે સાથે જોવા મળ્યા નથી. કે કોઈ મીડિયા રિપોર્ટમાં આ પહેલા બંનેના અફેરની જાણકારી મળી નથી. જો કે બન્નેના લગ્નની ઘણી ચર્ચાઓ થઇ હતી અને હવે આ વાત સાચી સાબિત થઇ છે, ત્યારે બંનેએ પોતાના સંબંધોને છુપા રાખવામાં સફળતા મેળવી છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો તેમની રીતે આ કપલને અભિનંદન આપી રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા પણ પોતાના ઓફિસિયલ એકાઉન્ટ પર આ સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા.

સંજના ગણેશન, 28, એક ક્રિકેટ એન્કર / પ્રસ્તુતકર્તા છે. તે કેટલાક સમયથી ઘણી ટૂર્નામેન્ટ્સનો ભાગ બની રહી છે. તે આઈપીએલમાં સક્રિય રહેવાની સાથે સ્ટાર સ્પોર્ટ્સ સાથે પણ સંકળાયેલી છે. સંજનાએ આઈસીસી વર્લ્ડ કપ 2019 થી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં હોસ્ટ કરી છે. આ સિવાય સંજના કોલકાતા નાઈટ રાઇડર્સની એન્કર પણ હતી. સંજનાએ 2013 માં ફેમિના ખૂબસૂરત ટાઇટલ જીત્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે ટીમ વિરાટમાં વધુ એક કપલ જોડાઈ ગયું છે જે પોતાના વ્યક્તિગત જીવન માટે પણ સમાચારોનું માધ્યમ બન્યું છે, અને હવે તેમની પારિવારિક સફર પણ શરૂ થશે અને મીડિયાના સમાચારોનો સીલસીલો પણ આની સાથે યથાવત રહેશે..

To Top