Top News

More Posts

   The Latest

Most Popular

દાહોદ: દાહોદમાં બનેલા એક મેડિકલ મિરેકલના બનાવમાં અધુરા માસે જન્મેલા અને શારીરિક રીતે તદ્દન અસક્ષમ જોડિયા બાળકોને ૫૧ દિવસની સઘન સારવાર બાદ નજીવન મળ્યું છે. વિશેષ વાત તો એ છે કે આ બાળકોના વાલીની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે રાજ્ય સરકારની બાળ સખા યોજના ઉપરાંત તબીબનું માનવતાવાદી વલણ તેમના માટે મદદરૂપ બન્યું છે. 

દાહોદ તાલુકાનાં દસલાના શ્રમિક પરિવારની આરતિબેન નિકેશભાઈ સંગાડાએ ૨૫ નવેમ્બરના રોજ અધૂરા માસે દાહોદની ખાનગી હોસ્પિટલમાં જોડીયા બાળકો ને જન્મ આપ્યો હતો. બંને બાળકો પૈકી એકનું વજન એક કિલો અને બીજા બાળકનું માત્ર ૯૫૦ ગ્રામ વજન હતું. અત્યંત નાજુક હાલતમાં બંને બાળકોને દાહોદની લબાના ચિલ્ડ્રન હોસ્પિટલ માં એનઆઇસીયુમાં રાખવામા આવ્યા હતા. 

એ દરમિયાન, બન્ને શ્વાસ લેવામાં ભારે તકલીફ હતી. તેના ફેંફસાનો સંપૂર્ણ વિકાસ થયો નહોતો. તેથી બન્ને બાળકોને કાચની પેટી એટલે કે, વોર્મરમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમના શરીરનું તાપમાન ૩૭ ડિગ્રી આસપાસ રહે તેની ડો. રાકેશ લબાના અને તેમની ટીમ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી હતી. સાથે, બન્ને બાળકોને સીપાસ મશીનના સહારે પણ રખાયા હતા.

To Top