National

હાઈકોર્ટે કહ્યું: જો પ્રાઇવેસી ભંગ થતી હોય તો WhatsApp ડિલીટ કરી દો..

નવી દિલ્હીઃ વિવાદમાં રહેલું ફેસબુક ગ્રુપનું વોટ્સએપ વધુ એક વિવાદમાં સપડાયું છે, જેંમાં દિલ્હી હાઇકોર્ટમાં થયેલ સુનાવણીમાં આ આદેશ કરવામાં આવ્યો હતો, વોટ્સએપની નવી પોલિસી વિરુદ્ધ એક વકીલ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી કે WhatsApp વિરુદ્ધ સરકારે પગલા ભરવા જોઈએ, કારણ કે WhatsApp બંધારણ દ્વારા આપવામાં આવેલ નિજતાના મૌલિક અધિકાર વિરુદ્ધ છે.

દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) એ સોમવારે વોટ્સએપની નવી પોલિસીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. જેમાં વાટાઘાટો દરમિયાન અરજીકર્તાએ અપીલ કરતા કહ્યું હતું કે, વોટ્સએપની નવી પોલિસી (Privacy Policy)થી વ્યક્તિગત અધિકારનો ભંગ થાય છે. તેથી જ સરકાર તેના પર ચોક્કસ કાર્યવાહી કરે એજ જરૂરી થઇ પડ્યું છે.

દિલ્હી હાઇ કોર્ટે કહ્યું- પ્રાઇવેસી ભંગ થાય તો ડિલીટ કરો WhatsApp
દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) એ સુનાવણી દરમિયાન નિવદેન આપ્યું છે કે, આ એક વિસ્તુત વિષય છે તેના પર વિસ્તૃત સુનાવણીની જરૂર છે. માટે જ મામલાની વધુ ચર્ચા માટે સુનાવણી આગામી 25 જાન્યુઆરીએ થશે. આ સાથે કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું હતું કે , ‘આ એક ખાનગી એપ છે અને જો તમને ગોપનિયતા વિશે વધુ ચિંતા છે તો તમે વોટ્સએપ (WhatsApp) છોડી દો અને બીજી એપ પર જતા રહો. આ સ્વૈચ્છિક વસ્તુ છે.’

વોટ્સએપની નવી પોલિસી વિરુદ્ધ અરજીકર્તાએ કરી હતી અપીલ
વોટ્સએપની નવી પોલિસી વિરુદ્ધ એક વકીલ અરજીકર્તાએ કોર્ટમાં કહ્યું કે, વોટ્સએપ સામાન્ય લોકો સાથે જોડાયેલી વ્યક્તિગત જાણકારી શેર કરવા ઈચ્છે છે, જેના પર પ્રતિબંધ લગાવવાની જરૂર છે. વોટ્સએપ અને ફેસબુક (Whatsapp-Facebook) એકત્ર કરવામાં આવેલા ડેટાથી યૂઝર્સના વ્યવહારનું વિશ્લેષણ કરે છે

આખરે વોટ્સએપે રોકી દીધી નવી પોલિસી
મહત્વનું છે કે વોટ્સએપે હાલમાં પ્રાઇવેસી પોલિસીમાં ફેરફાર કર્યો હતો અને યૂઝર્સને તેનું નોટિફિકેશન સ્ટેટ્સ મારફતે મોકલવાનું શરૂ કરી દીધુ હતુ, સાથે જ જણાવવામાં આવ્યું હતું કે, વોટ્સએપનો ઉપયોગ કરનાર યૂઝર્સે 8 ફેબ્રુઆરી, 2021 સુધી નવી શરતોનો સ્વીકાર કરવો પડશે. જો કે તે બાદ પણ યુઝર્સ પોતાની સ્વેચ્છાએ આ પોલીસીનો વિરોધ કરીને પોતે આ એપ્લિકેશનથી દૂર રહે એજ સમયની માંગ છે. કારણ કે આ એપના વિકલ્પમાં પેહલાથી વપરાતું ટેલિગ્રામ અને સિગ્નલ પણ હાલ ટ્રેન્ડિંગમાં છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top