Top News

More Posts

   The Latest

Most Popular

કોરોના બાદ માંડ લોકોની ગાડી પાટે ચઢી છે ત્યારે ફરી એક વાર સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકોને રડવાનો વારો આવ્યો છે. મધ્યમ અને સામાન્ય નોકરિયાત વર્ગ કે જે પોતાનાં વાહનો લઇને આજીવિકા અર્થે જાય છે એમના માટે ફરીથી ખતરાની ઘંટડી વાગી છે.

પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. સાથે રાંધણ ગેસના બાટલાના ભાવ પણ! વળી પેટ્રોલિયમ પ્રધાને સંસદમાં નિવેદન આપ્યું કે પેટ્રોલિયમ પેદાશો પર એકસાઇઝ ડયુટી ઘટાડવાનો હાલમાં કોઇ વિચાર નથી.

વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો ક્રુડ ઓઇલના ભાવ 64 ડોલર પ્રતિ બેરલ જેટલા રહે છે. સામાન્ય ગણતરીથી જોઇએ તો 1 બેરલ એટલે 158.987 લીટર એટલે સરેરાશ 159 લીટર અને 1 ડોલરના રૂા.72 ગણીએ તો રૂા.11448માં 159 લીટર મળે તો 1 લીટરનો ભાવ રૂા.72 થાય. આ ઉપરાંત વિદેશ પાસેથી આપણે રૂા.31.50ના મૂળ દરે ખરીદીએ છીએ.

તેના પર કેન્દ્ર સરકાર રૂા.18.50, રાજય સરકાર રૂા.39.55 અને વિતરણ કરનાર રૂા.6.75 ટેક્સ અને ડયુટી વસુલે છે અને સરવાળો કરતાં રૂા.31.50 સદીની નજીક નજીક પહોંચી જાય! સામાન્ય માણસને પણ ખ્યાલ આવે કે આપણે હોંશે હોંશે 60 ટકા ટેક્સ ચૂકવી રહ્યાં છીએ.

વળી જવાબ આપવાની વાત આવે એટલે દોષનો ટોપલો 60 વર્ષ અગાઉ સરકારના માથે ઢોળી દેવાય છે. રાંધણ ગેસની વાત કરીએ તો રૂા.300 ના બાટલાથી ગેસથી રોટલી બળી જતી હતી તે હવે રૂા.787ના ગેસથી ફૂલકા રોટી બનશે!

કયારેક શાંત ચિત્તે વિચાર કરીએ તો સમજાય કે મોંઘવારી કયાં પહોંચી છે અને હજુ તેનો વિકાસ કયાં જઇને અટકશે?! ફકત આપણે તો એવી અપેક્ષા જ રાખી શકીએ કે આ ભાવનો વિકાસ દોઢ સદી જેટલો ન થઇ જાય. કારણ કે એવાં નિવેદનો પણ અપાશે કે જો ન પોષાય તો  સરકારી વાહનોનો ઉપયોગ કરો.

સુરત     – યાશિકા કિરણકુમાર પટેલ       – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

To Top