અંકલેશ્વર: અંકલેશ્વરમાં (Ankleshwar) મુથુટ ફાઇનાન્સમાં (Muthoot Finance) રહેલું કરોડોનું સોનું (Gold) ચોરી (Theft) કરવા તસ્કરોએ ભાડા કરાર કરી દુકાન લઈ રાતે દીવાલમાં...
રવિવારના રોજ સવારની પહોરમાં ડુમસના ભજીયા ખાવા સુરતીઓ જાય કે JP અને જાનીનો લોચો અને ખમણની લાઈનમાં ઉભેલા હોય કે મઢીની ખમણીની...
હમણાં જ નાગપરમાં RSS કાર્યકરોના પ્રશિક્ષણ કાર્યક્રમના સમાપન સમારોહમાં મોહન ભાગવતે જણાવ્યું કે, હિન્દુભાઇઓએ મુસ્લિમભાઇઓ સાથે બેસીને તમામ વિવાદોનું સમાધાન કરવું જોઇએ....
એક સયુંકત કુટુંબ હતું. લગભગ 4 પેઢીથી બધા સભ્યો સાથે રહેતા હતા. કુલ મળીને 65 સભ્યો હતા. બધા એકસાથે એક સોસાયટીમાં આવેલા...
સુરત: ગુજરાત બોર્ડનાં ધોરણ 10ના પરિણામમાં સુરત જીલ્લો પ્રથમ આવ્યો છે. સૌથી વધુ સુરત જીલ્લાનું 75.64 ટકા પરિણામ નોંધાયું છે.આ સાથે જ...
નવી દિલ્હી: મોહમ્મદ પયગંબર પર ભારતીય જનતા પાર્ટીના (BJP) પ્રવક્તા નુપુર શર્માની (Nupur Sharma) વિવાદાસ્પદ ટિપ્પણીનો (Controversy Statement) મામલો મુસ્લિમ દેશ સંગઠન...
ઉત્તર પ્રદેશની શારદા યુનિવર્સિટીના એક રાજનીતિ શાસ્ત્રના એક પ્રાધ્યાપકે પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ પરીક્ષામાં એક પ્રશ્ન રજૂ કર્યો હતો : ‘તમને ફાસીવાદી, નાઝીવાદ...
સુરતઃ (Surat) જહાંગીરપુરા ખાતે આવેલા એસએમસી આવાસમાં રહેતો રીક્ષાચાલક (Auto Driver) ગઈકાલે રાત્રે સામેની બિલ્ડીંગમાં રહેતા મિત્રની પત્નીને ઘરમાં એકલી સુતેલી હોવાની...
પાકિસ્તાનને મળતું ‘ફ્રી લંચ’ હવે બંધ થઈ ગયું છે. સાઉદી, અમીરાત અથવા તો અમેરિકનો અને યુરોપિયનો તરફથી કોઈ અપેક્ષા નથી. ચીનાઓએ તો...
વડોદરા : વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જનજાગૃતિ લાવવા પર્યાવરણ બચાવોના સૂત્ર સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા...
વડોદરા : થોડા સમય અગાઉ કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજાર ખાતે કેટલાક અસામાજીક તત્વો દ્વારા મારામારી કરી શાંતી ભંગ કરી હોવાનો બનાવ...
વડોદરા : દીપક નાઇટ્રેટ કંપની જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટિ રિપોર્ટ રજૂ નહી કરે ત્યાં સુધી કંપનીમાં તમામ પ્રકારનું કેમિકલ સંલગ્ન ઉત્પાદન બંધ...
વાપી, અમદાવાદ : વાપી (Vapi) જીઆઇડીસી (GIDC) સ્થિત એક કંપનીની (Company) લેબમાંથી નશીલા પદાર્થ બનાવવાનું રેકેટ (Drugs racket) અમદાવાદની એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ...
વડોદરા : ડો. વિનોદરાવે તો વડોદરામાં આનેક અમુલ્ય ભેટો આપી છે જેને કારણે વડોદરા શહેરીજનોને આજ સુધી તેની હાલાકીનો સામનો કરવો પડી...
ગાંધીનગર: ગુજરાત બોર્ડનું ધો.10નું પરિણામ આજે જાહેર કરાયું છે. આ વર્ષે 65.18 ટકા પરિણામ નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરિણામ સુરત...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રવિવારના રોજ વડોદરાથી શ્રધ્ધાળુઓને લઈને આવેલી શ્રવણ તીર્થ યાત્રાની 110 લક્ઝરી બસોના આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકજામ...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિર બહારના મુખ્ય માર્ગના નવિનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન ખોદાયેલાં...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિર બહારના મુખ્ય માર્ગના નવિનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન ખોદાયેલાં...
ગાંધીનગર: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે સુરત જિલ્લાનું...
ખાનપુર : મહીસાગર જિલ્લાની 98 ગ્રામ પંચાયતોને પાણી પુરવઠા વિભાગની લાઇનમાંથી સીધું જોડાણ લેવા બદલ જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણી દ્વારા...
નડિયાદ: ખેડા શહેરથી ખેડા કેમ્પ જવાના રસ્તા ઉપર વળાંકમાં આવેલ એક જમીનના માલિકે રોડ માર્જીનની જગ્યા છોડ્યા વિના, મુખ્ય માર્ગને અડોઅડ માટી...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશી જિલ્લામાં રવિવારે (Sunday) મુસાફરોને લઈને જતી બસ (Bus) 200 મીટર ઊંડી ખીણમાં પડી છે. માહિતી મળી આવી છે...
મુંબઈ: ભારતનો (India) સૌથી સમૃદ્ધ પરિવાર, અંબાણી તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે લગભગ બે વર્ષ પછી જિયો વર્લ્ડ સેન્ટરના (Jio World...
અમદાવાદ : કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપ્યા બાદ ભાજપમાં (BJP) જોડાયેલા હાર્દિક પટેલ (Hardik Patel) સામે દિવસે દિવસે લોકોનો આક્રોશ વધી રહ્યો છે....
નવી દિલ્હી: પંબાજના (Punjab) મૂસેવાલાની હત્યા (Murder) પછી હવે બોલીવુડના (Bollywood) ભાઇજાન સલમાન ખાનને જાનથી મારવાનો ધમકીભર્યો પત્ર મળ્યો છે. મળતી માહિતી...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) ફરી એકવાર કોરોના (Corona) પોતાના પગ ફેલાવી રહ્યો છે. એક પછી એક બોલિવૂડ સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા...
સાસારામ: બિહાર (Bihar) સરકાર ભલે રાજ્યમાં સારી આરોગ્ય વ્યવસ્થા હોવાનો દાવો કરતી હોય, પરંતુ હોસ્પિટલોની (Hospital) વાસ્તવિકતા શું છે તે હાલ સોશિયલ...
મુઝફ્ફરપુરઃ બિહારના (Bihar) મુઝફ્ફરપુરમાં વીજળી વિભાગની (Electricity department) બેદરકારીના કારણે એક ટ્રક ડ્રાઈવર (Truck Driver) વાહનમાં જ જીવતો સળગી ગયો હતો. જેના...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં અંગત અદાવતમાંનો ઝઘડામાં ફાયરિંગ (Firing) થયું હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાં અંગત અદાવતનો ઝઘડો એટલો...
ભરૂચ: ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ભરૂચથી સુરત વચ્ચે ૪ ચેકપોસ્ટ કાર્યરત કરી હતી. જેથી કરી આર્થિક, સામાજિક અને નશાકીય...
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે
શાબાશ કુમાર કાનાણી
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ
અણઘડ નિર્ણય લઈને દેશમાં વિમાની સેવામાં અંધાધૂંધી સર્જનાર ડીજીસીએ સામે કાર્યવાહી જરૂરી
મોદી અને પુતિન વચ્ચેની મંત્રણાઓ દુનિયાનો ઇતિહાસ બદલી શકે તેવી છે
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
અંકલેશ્વર: અંકલેશ્વરમાં (Ankleshwar) મુથુટ ફાઇનાન્સમાં (Muthoot Finance) રહેલું કરોડોનું સોનું (Gold) ચોરી (Theft) કરવા તસ્કરોએ ભાડા કરાર કરી દુકાન લઈ રાતે દીવાલમાં મસમોટું બાકોરું પાડી ચોરી અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સાયરન રણકી ઊઠતાં ચોરોને પોલીસથી જીવ બચાવી નાસવાનો વારો આવ્યો હતો.
અંકલેશ્વરમાં ચોરોએ કરોડો રૂપિયાનું સોનુ ચોરી કરવા બનાવેલો પ્લાન ઊંધો પડ્યો હતો. પ્રતીન ચોકડી નજીક રાજકમલ આર્કેડના પહેલા માળે મુથુટ ફાઇનાન્સની ઓફિસ આવેલી છે. જેની બાજુની દુકાન 10થી 12 દિવસ પહેલા તસ્કરોએ ચોરી કરવા ભાડે લીધી હતી. આટલું ઓછું હોય તેમ આ તસ્કરોએ ભાડા કરાર પણ કર્યો હોવાની વિગતો પોલીસ પાસેથી હાલ સાંપડી રહી છે. જેની કોપી પોલીસે મેળવવા કવાયત કરી છે. તસ્કરો પ્લાનિંગ મુજબ ગેસ કટર, છીણી, હથોડી, પાનાં-પેચિયાં સહિતનો જરૂરી તમામ સામાન આ કરોડોની ચોરીને અંજામ આપવા નવો વસાવીને લઈ આવ્યા હતા. શનિવારે રાતે 12 કલાકના અરસામાં ફાઇનાન્સની બાજુમાં લીધેલી ભાડેની દુકાનની કોમન વોલમાં તસ્કરોએ મસમોટું ગાબડું પાડી દીધું હતું. ત્યાંથી સામાન-ઓજારો લઈ તસ્કરો મુથુટ ફાઇનાન્સમાં પ્રવેશ્યા હતા. એકાદ-બે સાયરનના વાયરો પણ કટર વડે કાપી નાંખ્યા હતા.
જો કે, 12.30 કલાકની આસપાસ એક સાયરન ગૂંજી ઊઠતાં તસ્કરોનો હરખ ઓસરી ગયો હતો. અને હવે પોલીસ પકડી લેશે એવા ડર સાથે નાસવાનો વારો આવ્યો હતો. આ ઘટના અંગે ચોરીના પ્રયાસની ફરિયાદ મુથુટ ફાઇનાન્સના મેનેજર ઉત્પલ પાંડેએ શહેર પોલીસમથકે નોંધાવી હતી. શહેર પોલીસે ડોગ સ્ક્વોડ, એફએસેલની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાન CCTV ફૂટેજ પણ મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તસ્કરોએ 10થી 12 દિવસ પહેલાં જ ફાઇનાન્સની બાજુની દુકાન ભાડે રાખી હતી. અને જેનો ભાડા કરાર કર્યો હોવાની વિગતો બહાર આવી છે.
લોકરમાં 8થી 9 કરોડ રૂપિયાનું સોનું હતું
મુથુટ ફાઇનાન્સમાં 8થી 9 કરોડ રૂપિયાનું લોકોનું સોનું સેઇફ લોકરમાં પડ્યું હોવાની વિગતો બહાર આવી છે. ગોલ્ડ લોનની શાખાઓમાં 4 લેયરની સુરક્ષા હોય છે. સાથે 3 જેટલાં સાયરન અને સીસીટીવીની કડક દેખરેખ, બંધ શાખામાં કોઈપણ તસ્કર જેને જાણકારી ન હોય અને અંદરના સ્ટાફની મદદ કે સિક્યુરિટી કોડ સહિતની માહિતી વિના ચોરીને અંજામ આપવો અશક્ય રહે છે. બાજુની દુકાન ભાડે રાખી અંકલેશ્વરની મુથુટ ફાયનાન્સની ઓફિસમાં બાકોરું પાડી ચોરીનો પ્રયાસ