Top News

More Posts

   The Latest

Most Popular

પેસિફિક મહાસાગર (Pacific ocean)માં સંશોધન કાર્ય કરી રહેલા એક સંશોધક જૂથને ગ્લાસ ઓકટોપસ (Glass octopus) તરીકે ઓળખાતો એક દુર્લભ પ્રકારનો ઓકટોપસ જોવા મળ્યો છે જેના શરીરની ચામડી પારદર્શક (Transparent skin) હોય છે અને તેમાંથી તેના શરીરના અંદરના ભાગો પણ જોઇ શકાય છે.

શ્મિટ ઓસન ઇન્સ્ટિટયુટના સંશોધકો પ્રશાંત મહાસાગરમાં ફીનીક્સ ટાપુ નજીક સંશોધનો કરી રહ્યા હતા ત્યારે તેમને આ દુર્લભ પ્રકારનો ઓકટોપસ બે વખત જોવા મળ્યો હતો. 34 દિવસના તેમના સંશોધન કાર્ય દરમ્યાન તેમને આ ઓકટોપસ દેખાતા તેમણે તેની ફિલ્મ પણ ઉતારી લીધી હતી જે આ ઓકટોપસને દર્શાવતી અમૂલ્ય ફિલ્મ બની ગઇ છે કારણ કે આ પ્રજાતિનો ઓકટોપસ ભાગ્યે જ જોવા મળે છે. વિટ્રેલેડોનેલા રિચાર્ડી પ્રજાતિનો આ ઓકટોપસ કાચ જેવા દેખાવને કારણે ગ્લાસ ઓકટોપસના નામે ઓળખાય છે અને તેની કાચ જેવી પારદર્શક ચામડીમાંથી તેના શરીરના અંદરના અંગો અને પાચન તંત્ર કોઇ પણ જાતના સાધન વિના નરી આંખે જોઇ શકાય છે. આમ તો આવા ઓકટોપસ અસ્તિત્વ ધરાવતા હોવાની વાત છેક 1918થી જાણીતી છે પણ આવા ઓકટોપસ ભાગ્યે જ જોવા મળે છે.

લિયોનાર્ડો દ વિન્સીનું પોર્ટેઇટ 88 લાખ પાઉન્ડમાં વેચાયું

વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર લિયોનાર્ડો દ વિન્સી (Leonardo da vinci)એ દોરેલું હેડ ઓફ બેઅર નામનું એક પોર્ટેઇટ (Portrait) ક્રિસ્ટી હરાજી ગૃહ દ્વારા આયોજીત એક હરાજીમાં 88 લાખ પાઉન્ડમાં વેચાયું છે અને વિન્સી દ્વારા કાગળ પર દોરવામાં આવેલા ચિત્રોમાં આ સૌથી મોંઘી કિંમતે વેચાયેલું ચિત્ર બન્યું છે.

હેડ ઓફ બેઅર ચિત્ર ૩ ચોરસ ઇંચ કરતા પણ ઓછા કદના એક નાનકડા કાગળ પર દોરવામાં આવ્યું છે અને તેમાં એક રીંછનું માથું દોરવામાં આવ્યું છે. વર્ષ 1480 માં આ ચિત્ર દોરવામાં આવ્યું હતું. ક્રિસ્ટી હરાજી ગૃહ દ્વારા આયોજીત એક હરાજીમાં એક ફેમિલિ ટ્રસ્ટે આટલી મોંઘી કિંમતે આ ચિત્ર ખરીદી લીધું છે જે ટ્રસ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ ચિત્ર કેટલાક કદરદાન ખાનગી માલિકોના હાથમાં આજ સુધી રહ્યું હતું અને તેની હરાજી થઇ તે પહેલા તેને ન્યૂયોર્ક, હોંગકોંગ અને લંડનના કલા પ્રદર્શનોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જાણીતા ઇટાલિયન ચિત્રકાર લિઓનાર્ડો દ વિન્સીના કેટલાક ચિત્રો તો ખૂબ જાણીતા છે. પેરિસના લુવ્રે મ્યુઝિયમમાં મૂકાયેલું તેનું મોનાલિસા ચિત્ર તો અમૂલ્ય મનાય છે.

To Top