Top News

More Posts

   The Latest

Most Popular

મોસ્કો: રશિયા(Russia)નો એક વીડિયો(Video) સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ(Viral) થઈ રહ્યો છે, જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin)નો એક સમર્થક(Supporter) નાઈટ ક્લબ(Night club)માં ખોપરી લઈને સ્ટેજ પર ચડી જતા હોહાપો મચી જવા પામ્યો હતો. વિડીયો તે દાવો કરી રહ્યો છે કે તેની પાસે યુદ્ધમાં માર્યા ગયેલા યુક્રેનિયન સૈનિકની ખોપરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો પુતિનના આ સમર્થકની આકરી ટીકા કરી રહ્યા છે. આ સિવાય તેઓ મૃતદેહ સાથેની તોડફોડની નિંદા કરી રહ્યા છે.

આ વ્યક્તિ યુક્રેનિયન સૈનિકની ખોપરી લઈને પહોંચ્યો હતો
એક અહેવાલ મુજબ,નાઈટ ક્લબમાં યુક્રેનિયન સૈનિકની ખોપરી સાથે સ્ટેજ પર ચઢી ગયેલા પુતિન સમર્થકનું નામ ઈગોર મંગુશેવ છે. આટલું જ નહીં, જ્યારે તે હાથમાં યુક્રેનિયન સૈનિકની ખોપરી લઈને સ્ટેજ પર ઊભો હતો ત્યારે તેણે યુક્રેનના નાગરિકોને માર્યા જાય તેવી શુભેચ્છા પણ પાઠવી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સમર્થકોએ દાવો કર્યો છે કે યુક્રેનિયન સૈનિક જેની ખોપરી તેમની સાથે છે તે પૂર્વ યુક્રેનમાં એક ફેક્ટરી નજીક લડાઇમાં મોત થયું હતો. દાવા મુજબ પુતિનના સમર્થકે કહ્યું કે કેટલા લોકોના મોત થયા તેની અમને પરવા નથી.

પુતિનના સમર્થકે કહી આ વાત
પુતિનના સમર્થકે એક યુક્રેનિયન સૈનિકની ખોપરી હાથમાં પકડીને કહ્યું કે ‘અમે લોહી અને માંસના લોકો સાથે યુદ્ધમાં નથી. અમે યુક્રેન એક રશિયન વિરોધી રાજ્ય તરીકે એવા એક વિચાર સાથે યુદ્ધમાં છીએ. વ્લાદિમીર પુતિનના સમર્થકોએ વધુમાં કહ્યું કે, ત્યાં શાંતિ રહેશે નહીં. અમે યુક્રેનને યુક્રેનિયનોથી વંચિત કરીશું. આ પછી, પુતિન સમર્થકે યુક્રેનિયન સૈનિકની ખોપરી બતાવી અને કહ્યું કે ‘અમે જીવિત છીએ અને આ વ્યક્તિ પહેલેથી જ મરી ગયો છે. તેને નરકમાં બળવા દો. તે નસીબદાર ન હતો. અમે તેની ખોપરીમાંથી એક ગોબલેટ બનાવીશું.’

મંગુશેવે પોતાની ટેલિગ્રામ ચેનલમાં લખ્યું આવું
મંગુશેવ જાહેરમાં નાગરિકોની હત્યા માટે હાકલ કરતા કહ્યું હતું કે, ‘અમે તમારા ઘરોને બાળી નાખીશું, તમારા પરિવારોને મારી નાખીશું, તમારા બાળકોને લઈ જઈશું અને તેમને રશિયન બનાવીશું,’ મંગુશેવ માનવામાં આવે છે કે તે યુક્રેન સામે લડી રહ્યો છે પરંતુ તે રાષ્ટ્રવાદી ચળવળ લાઇટ રશિયાના વડા અને ખાનગી સૈન્ય ENOT ના નિર્માતા પણ છે જેને FSB સાથે લિંક્સ હોવાનું કહેવાય છે.

To Top