Top News

More Posts

   The Latest

Most Popular

સુરત રેલ્વે સ્ટેશન  અને  ઉધના રેલ્વે સ્ટેશન  પર સ્પેશલ યુપી. બિહારની ટ્રેનને આપવામાં આવે છે. તેવી જ રીતે જો સુરતથી નજીક આવેલ ઉત્રાણ રેલ્વે સ્ટેશન પર પણ અમુક ટ્રેનના સ્ટોપેજ આપી શકાય તેમ છે . રાજસ્થાન, મધ્યપ્રદેશ, કચ્છ, સૌરાષ્ટ્રની ટ્રેનને  વરાછા મોટા વરાછા, કતારગામના રહેવાસીઓ માટે સુવિધા પણ મળશે અને અન્ય રેલ્વે સ્ટેશનના ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં સહાય થશે. ઉત્રાણ સ્ટેશન નવું સુંદર અને સગવડવાળું બનાવેલ છે. નવી ટિકિટ બારી. વિશાળ પાર્કિંગની સુવિધા ધરાવે છે. તેમાંથી બહાર નીકળતા જ આજુબાજુ રીક્ષા સ્ટેન્ડ પણ બનાવેલ છે. તેમાં રૂપિયાની આવક પણ થઈ શકે તેમ છે. હાલ તો આ પાર્કિંગમાં લોકો રમત ગમતનું મેદાન તરીકે ઉપયોગ કરે છે.
અમરોલી          – પ્રફુલ વાડોલિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કોટ વિસ્તારમાં કચરાના ઢગલા
સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં પહેલા અમુક ચોક્કસ સ્પોટ પર કચરા માટે કન્ટેનર મુકવામાં આવેલા, તે ગાર્બેજની ડોર ટુ ડોર સેવા ચાલુ થઈ એટલે કન્ટેનર ઉઠાવી લેવામાં આવ્યાં, છતાં લોકો તે સ્પોટ પર કચરો ઠાલવે છે. સફાઈ કર્મી રસ્તાનો કચરો લારીમાં ભેગો કરતા હતા અને તે કચરો કન્ટેનરમાં નાંખતા હતા. હવે સફાઈ કર્મી પાસે લારી નથી અને કચરો કોથળામાં ભરી એ કચરાના કોથળાને સ્પોટ પર નાંખવામાં આવે છે. પહેલા એ સ્પોટ પર ટ્રેક્ટર દ્વારા કચરો ઉઠાવવામાં આવતો હતો જે સેવા બંધ કરી એ કચરો ડોર ટુ ડોરની ગાડી દ્વારા ઉઠાવવામાં આવે છે.

એક સ્પોટ પરથી કચરો ભરે એટલે ગાડી ભરાય જાય. એક વાર ડોર ટુ ડોરની ગાડી આવી જાય પછી કચરો નાંખવાનો કોઈ વિકલ્પ નથી, પરિણામે લોકો આવા સ્પોટ પર કચરો નાંખી આવે છે. આ માટેના સૂચનો 1. ટ્રેકટર સેવા ફરી શરૂ કરવામાં આવે. 2. દરેક સફાઈ કર્મીને લારી આપવામાં આવે. 3. દરેક વોર્ડ ઓફિસ ખાતે ૨૪ કલાક ગાર્બેજની ગાડી મુકવામાં આવે, પરિણામે લોકો કચરો ગાર્બેજની ગાડીમાં નાંખશે, ગમે ત્યાં કચરો નાંખશે નહીં.
સલાબતપુરા, સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top