સુરત: નિઓટ્રેડર (NeoTrader) દ્વારા ખાસ ગુજરાતમિત્રનાં (GujaratMitra) વાચકો માટે શેરબજાર (Sensex) અંગે પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. તા.13/5/2023 નાં શનિવારે સવારે 11:00 કલાકે નિઓટ્રેડર દ્વારા ગુજરાતમિત્રનાં સહયોગથી આયોજિત આ વેબિનારમાં (Webinar) વિના મૂલ્યે ઓનલાઇન રજિસ્ટ્રેશનથી (Online Registration) ભાગ લઇ શકાશે.
નિષ્ણાત ચાર્ટ એનાલિસ્ટ રાજા વેંકટરામન (Expert Chart Analyst Raja Venkatraman) સ્ટોક માર્કેટમાં (Stock Market) રોકાણ કરવા માંગતા નવા રોકાણકારો (Investors) અને જેઓ અગાઉથી ઇન્વેસ્ટર છે. તેમના પ્રશ્નોના ઉત્તર આપવા સાથે સ્ટોક ટ્રેડિંગ (Trading) પર તેમની આંતર દૃષ્ટિ અને કુશળતા શેર કરશે. ખાસ કરીને શેર બજારના વર્તમાન લેવલે સ્ટોક માર્કેટમાંથી પૈસા કમાવવા માટે અને સ્ટોક ટ્રેડિંગ અંગે જ્ઞાન અને માર્ગદર્શન મેળવવાં આ વેબિનાર શ્રેષ્ઠ તક સમાન બની રહેશે.
વિખ્યાત ચાર્ટિસ્ટ અને એનાલિસ્ટ રાજા વેંકટરામન ગુજરાતમિત્રનાં વાચકો અને રોકાણકારોને સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ અંગેના પ્રશ્નો, ચિંતાઓનું નિરાકરણ અને એની પર વિસ્તૃત ચર્ચા કરશે. આ સેશન zoom પર યોજાશે, સેશનમાં જોડાવવાની લિંક માટે https://zoom.us/webinar/register/WN_kZbN6lXhSRKAzSCZwSVEkw#/registration આ વેબ-એડ્રેસ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. વેબ એડ્રેસ માટે વાચકો આ QR કોડ સ્કેન કરી શકે છે. આ જ્ઞાનવર્ધક વેબ સેશન તમામ માટે નિઃશુલ્ક છે.
કોણ છે રાજા વેંકટરામન?
રાજા વેંકટરામન નિઓટ્રેડરના સ્થાપક અને મુખ્ય ટેકનિકલ એનાલિસ્ટ છે,તેઓ કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં માસ્ટર તેમજ MCom અને CISA નો ઉચ્ચ અભ્યાસ ધરાવે છે.આ બહુપક્ષીય વ્યક્તિત્વ રાજાવેંકટ રામનને વિવિધ ટેકનિક્લ, નાણાકીય અને વહીવટી કાર્યોની સંભાળ રાખવામાં મદદ કરે છે.
ઇક્વિટી, ડેરિવેટિવ અને કોમોડિટી અંગે સલાહ આપવામાં બહોળો અનુભવ ધરાવે છે. તેઓ સેબીમાં રજિસ્ટર્ડ અધિકૃત ચાર્ટ એનાલિસ્ટ છે.દે શ,વિદેશની જાણીતી બિઝનેસ ચેનલ્સમાં તેઓ પોતાનો મત રજૂ કરતાં આવ્યા છે.