Top News

નાઇજિરીયામાં ટ્વિટર પર પ્રતિબંધ, ભારતીય “KOO”એ તકનો લાભ લેવાની તૈયારી કરી

નાઇજિરીયા (NIGERIA)એ ટ્વિટર (TWITTER) પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ (BAN) મૂક્યો છે, તેથી ભારતીય સોશ્યલ મીડિયા (INDIAN SOCIAL MEDIA) કંપની “કુ” (KOO)એ તકનો લાભ લેવાનું શરૂ કર્યું છે. કુના સહ-સ્થાપક અપારમૈયા રાધાકૃષ્ણએ શનિવારે ટ્વિટર પ્રતિબંધ પર કહ્યું કે તેમનું પ્લેટફોર્મ નાઇજિરીયામાં ઉપલબ્ધ છે અને તે સ્થાનિક ભાષા (LOCAL LANGUAGE)માં પણ સેવાઓ પ્રદાન કરવા વિચારે છે. 

બેંગલુરુ સ્થિત કંપનીની માઇક્રોબ્લોગિંગ સાઇટને ભારતમાં પણ ટ્વિટરના વિકલ્પ તરીકે માનવામાં આવી રહી છે. રાધાકૃષ્ણએ ટ્વિટ કર્યું હતું કે, @kooindia નાઇજીરીયામાં પણ ઉપલબ્ધ છે. અમે ત્યાંની સ્થાનિક ભાષાને પણ અમલમાં મૂકવાનો વિચાર કરી રહ્યા છીએ. તમે શું કહેશો? “નાઇજીરીયાના રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારી (MUHAMMAD BUHARI)નું ટ્વીટ હટાવ્યા બાદ આફ્રિકન રાષ્ટ્રએ ટ્વિટર પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ પોસ્ટમાં તેમણે પ્રાદેશિક અલગાવવાદીઓને ચેતવણી આપી હતી.

નાઇજિરીયામાં ટ્વિટર પર પ્રતિબંધ એવા સમયે આવ્યો છે જ્યારે કંપની આઇટીના નવા નિયમોને લઇને ભારતની સરકાર સાથે વિવાદમાં છે. શનિવારે ટ્વિટરને છેલ્લી તક આપતા ભારત સરકારે કહ્યું કે તેણે કોઈ પણ સંજોગોમાં નિયમોનો અમલ કરવો પડશે, નહીં તો પરિણામનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. દરમિયાન, કેન્દ્ર સરકારના ઘણા મંત્રીઓએ કુ પર પોતાનું ખાતું બનાવ્યું છે. ગયા મહિને, કુના સહ-સ્થાપક રાધાકૃષ્ણે કહ્યું હતું કે તેમની કંપની ભંડોળ એકત્ર કરવા માટે રોકાણકારો સાથે સંપર્કમાં છે અને સોદો 3-4 મહિનામાં થઈ શકે છે. ટ્વિટરના આ હરીફના વપરાશકર્તાઓએ ઘણો વધારો કર્યો છે, પરંતુ હજી તેનાથી ખૂબ પાછળ છે.

બીજી તરફ ભારત સરકારે છેલ્લી સૂચના મોકલી હતી આ વિવાદની વચ્ચે, આજે એટલે કે 5 જૂને ભારત સરકારે ટ્વિટર ભારતને અંતિમ નોટિસ મોકલી છે, જેમાં તાત્કાલિક અસરથી સ્થાનિક ફરિયાદ અધિકારી અને નોડલ સંપર્ક વ્યક્તિની નિમણૂક કરવા અને તેની માહિતી સરકાર સાથે શેર કરવા જણાવ્યું છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે નવી માર્ગદર્શિકા 26 મેથી લાગુ થઈ છે. સોશિયલ મીડિયા કંપનીઓને આનું પાલન કરવા માટે આપવામાં આવતી-મહિનાની અવધિ પૂરી થયા પછી પણ ટ્વિટરે ભારતમાં ચીફ ઑફિસર, નોડલ સંપર્ક પર્સન અને ફરિયાદ અધિકારીની નિમણૂક કરી નથી.

ટ્વિટરના આ વલણને ધ્યાનમાં રાખીને, છેલ્લી સૂચના ટ્વિટરને મોકલવામાં આવી છે. જો આ નોટિસ પછી પણ ટ્વિટર નવા નિયમનો અમલ નહીં કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top