National

હૈદરાબાદના રસ્તાઓ પર 500-500ની નોટોનો વરસાદ થયો

હૈદરાબાદ: વઘારે પૈસા (Money) આવવાથી માણસ પાગલ થઈ જાય છે. આ કહેવત સાચી પડી છે. આ સમાચાર વાંચીને આ કહેવત સાચી પડતી દેખાઈ પણ રહી છે. હૈદરાબાદ (Hyderabad) શહેરમાં પૈસાનો વરસાદ (Rain) વરસ્યો હતો. આ વરસાદમાં 500-500ની નોટો વરસી હતી. જેને જોઈને લોકોએ જબરદસ્ત લૂંટ મચાવી હતી. પૈસાની ઘેલછા ક્યારેક વ્યક્તિને પાગલ કરી દે છે. આવું જ હૈદરાબાદના એક વ્યક્તિ સાથે થયું. તેણે દુનિયાને બતાવવા માટે નોટોનો વરસાદ શરૂ કર્યો કે તે કેટલો અમીર છે. હૈદરાબાદના ચારમિનારમાં આ વ્યક્તિએ અચાનક 500 રૂપિયાની નોટ હવામાં ઉડાવી દીધી. ત્યાં હાજર લોકોએ જોયું તો નોટોનો વરસાદ જોઈને લૂંટ કરવા માટે દોડધામ મચી ગઈ હતી. નોટો લૂંટાવાનો આ વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • શહેરના ચારમિનારના ગુલઝાર હૌજ રોડની સામે એક વ્યક્તિ ઉભો છે, આ વ્યક્તિ નોટોના બંડલ ફેંકી રહ્યો છે
  • ત્યાંથી પસાર થતા લોકોએ નોટ ઉડાડતો ચોંકાવનારી ઘટનાનો વીડિયો બનાવ્યો
  • સોશિયલ મીડિયા પર લોકોએ ટીકા કરી

આ વીડિયો 30 સેકન્ડનો છે. આ વીડિયોમાં શહેરના ચારમિનારના ગુલઝાર હૌજ રોડની સામે એક વ્યક્તિ ઉભો છે. આ વ્યક્તિ નોટોના બંડલ ફેંકી રહ્યો છે. આ વ્યક્તિ ગુલઝાર હૌઝ ફુવારા ખાતે 500-500ની નોટો લૂંટવાનું કૃત્ય કરી રહ્યો છે. જ્યારે ત્યાંથી પસાર થતા લોકોએ તેને નોટ ઉડાડતા જોયો તો તેઓએ આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો બનાવ્યો. મીડિયા રિપોર્ટ્સ અને અન્ય દાવાઓ અનુસાર, વ્યક્તિ નજીકના પરિચિતના લગ્નની ઉજવણી કરવા માટે નોટોનો વરસાદ કરી રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર ટીકા
જ્યારે આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોએ તેની ખૂબ ટીકા કરી હતી. એક ટ્વિટર યુઝરે લખ્યું કે ગરીબોને દાન કરો. આ રીતે તમે આપણા દેશના ચલણનું અપમાન કરીને કોઈ ગૌરવનું કામ કર્યું નથી. અન્ય એક યુઝરે લખ્યું કે જ્યારે તમારી પાસે એટલા પૈસા છે કે તમે લૂંટી રહ્યા છો, તો સારું છે કે તમે તેને જરૂરિયાતમંદોને દાન કરો. આવી ઘણી સંસ્થાઓ છે જે સમાજના ભલાઈ માટે કામ કરે છે અને તેમને પૈસાની જરૂર છે. અન્ય એક યુઝરે પૈસા લૂંટવાના આ વ્યક્તિના કૃત્યને શરમજનક ગણાવ્યું અને કહ્યું કે આ બેશરમ પ્રદર્શન છે. આનાથી ઘણા ભૂખ્યાઓને ખોરાક મળી શકે છે.

Most Popular

To Top