National

મહારાષ્ટ્રની આ હોસ્પિટલમાં દીકરીના જન્મ પર કોઈ ફીની ચૂકવણી કરવામાં આવતી નથી

મહારાષ્ટ્ર: પુણેની એક હોસ્પિટલ (Hospital) ‘બેટી બચાવો મિશન’નું જીવંત ઉદાહરણ બની છે. સ્ત્રી ભ્રૂણ હત્યા સામેના અભિયાન હેઠળ અહીં દીકરી હોય તો ડિલિવરીનાં (Delivery) સંપૂર્ણ પૈસા માફ કરવામાં આવે છે. આ ઉપરાંત આ હોસ્પિટલ ભ્રૂણ હત્યા સામે પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. વાસ્તવમાં છેલ્લા 11 વર્ષોમાં, મેટરનીટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, હડપસર, પુણેમાં 2400 થી વધુ બાળકીઓની વિનામૂલ્યે ડિલિવરી કરવામાં આવી છે. હોસ્પિટલના ડૉક્ટર (Doctor) ગણેશ રાઠનો દાવો છે કે તેણે આ માટે સગર્ભા પરિવારના સભ્યો પાસેથી એક પણ પૈસો (Money) લીધો નથી.

પહેલ 2012માં શરૂ થઈ હતી
ડૉ. ગણેશ રાઠ કહે છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા વિરુદ્ધ અમારી આ પહેલ 2012માં શરૂ થઈ હતી. બાદમાં ઘણા રાજ્યો અને આફ્રિકન દેશો તેમાં જોડાયા. “જો પરિવારમાં છોકરીનો જન્મ થાય છે, તો અમે સંપૂર્ણ તબીબી ફી માફ કરીએ છીએ. તેમનું કહેવું છે કે આ સકારાત્મક પહેલના પરિણામે આસપાસના વિસ્તારોમાં સ્ત્રી ભ્રૂણ હત્યાના કેસમાં ઘટાડો થયો છે.

છોકરીના જન્મ પર સંબંધીઓ જોવા પણ આવ્યા ન હતા
ડૉ.ગણેશ કહે છે કે હોસ્પિટલના શરૂઆતના દિવસોમાં જ્યારે પણ કોઈને કોઈ છોકરીનો જન્મ થતો હતો ત્યારે પરિવારના સભ્યો તેને જોવા પણ આવતા ન હતા. જ્યારે એક પરિવારમાં છોકરી આવી ત્યારે તે પરિવારે હોસ્પિટલની ફી ભરવાની પણ ના પાડી દીધી હતી. તે જ સમયે લોકની માન્યતા છોકરાઓ માટે વઘુ જોવા મળે છે. જ્યારે છોકરો થયો ત્યારે લોકો વઘુ ખુશ થાય છે. છોકરાનો જન્મ થતાં જ લોકો તેની પર બઘુ ન્યોછાવર કરી દેતા હોય છે. આ માન્યતાને દૂર કરવા તેમજ બાળકીની ભ્રુણમાં થતી હત્યાને અટકાવા તેમજ લોકોને આ માટે માહિતગાર કરવા માટે તેઓએ આ નિર્ણય લીધો હતો.

Most Popular

To Top