હિંદુ શાસ્ત્ર પ્રમાણે ચાર યુગો પ્રવર્તમાન છે. અલગ અલગ યુગમાં ભગવાને ભૂિમનો ભર હળવો કરવા અલગ સ્થળે અને અલગ સમયે ધર્મની રક્ષા કરવા માટે સમયની અને પરિિસ્થતિને અનૂરૂપ ભગવાન અવતાર ધારણ કરે છે. સતયુગમાં ભગવાને મત્સય, કૂર્મ અને વરાહ અવતાર ધારણ કરી અસૂરોનો નાશ કર્યો. રસાતલ થયેલ પૃથ્વીને ભગવાન વરાહરૂપ ધારણ કરી િહરણ્યાક્ષ રાક્ષસનો વધ કરી પૃથ્વીને પોતાની પૂર્વ સ્થિતિમાં સ્થાપિત કરી હતી.
પોતાના ભાઇ િહરણ્યાક્ષનો વધ થવાથી હિરણ્યકશિપુએ અને બીજા રાક્ષસો વધુ દુ:ખી હતા. આથી રાક્ષસો પૃથ્વી પરના ઋિષમુિનઓના અન્ય લોકોન કર્મકાંડની િવધિઓમાં વિધ્ન નાંખવાનું કૃત્ય કરવા લાગ્યા. યજ્ઞ નહીં થવાને કારણે દેવો પૃથ્વી ઉપર અદૃશ્ય રૂપે ફરવા લાગ્યા. દૈત્યરાજ હિરણ્યકશિપુએનો આંતક વધી ગયો. પોતાના ભાઇનો વધનો વેર વાળાવા માટે પોતે અમર થવાની યુકિત શાેધવા લાગ્યાહતા. માટે તેમણે બહ્માજીની કઠોર આરાધના કરી મંદરાચલ પર્વની ખીણમાં એક પગે ઉભા કરી હાથ ઊંચા રાખીને ઘોર તપસ્યા કરી હતી ઘોર તપસ્યાને કારણે બહ્માજી પસંદ થયા અને વરદાન માંગવા કહ્યું તો દૈત્યરાજ હિરણ્યકશિપુએએ અમર થવાનું વરદાન માંગ્યુ પરંતુ બહ્માજીએ ના પાડી અને બીજુ વરદાન માંગવા કહ્યું તો દૈત્યરાજ હિરણ્યકશિપુએ વરદાન માંગ્યું કે હું આ પૃથ્વી પરના કોઇપણ જીવાત્મા થકી મારું મૃત્યુ ન થાય હું િદવસ કે રાત ઘરની અંદર કે બહાર દુિનયાની કોઇ પણ જગ્યાએ એટલે કે નહીં આકાશ કે નહીં જમીન પર નહીં પાતાળ કે નહીં સ્વર્ગમાં કોઇપણ પ્રકારના હથિયારથી તથા મનુષ્ય કે અસુર કે પશુ દ્વારા મારો વધ થઇ શકે એવું વરદાન માંગ્યું બહ્માજીએ તથાસ્તુ કરી વરદાન આપ્યું હતું. દૈત્યરાજ હિરણ્યકશિપુના અનેક પુત્રો હતા. શ્રી પ્રહલાદ ભગવાન િવષ્ણુના શુદ્ધ ભક્ત હતા. જયારે પોતાના િપતા દૈત્યરાજ હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુના દુશ્મન હતા. પોતાના પુત્રની િવષ્ણુભકિત તેમને
ગમતી નહોતી. એટલે બહુ દુ:ખી હતા. પોતાની પુત્રની િવષ્ણુ ભકિત છોડાવવા માટે પ્રહલાદને અનેક પ્રકારના કષ્ટો આપ્યા. જેવા કે પહાડ પરથી ફેંકી દીધા, સર્પો પાસે છોડી દેવા, હોિલકા ફોઇના ખોળામાં બેસાડી હોિલકા દહન કરાવ્યું. પરંતુ દરેક સમયે ભગવાનની કૃપાથી ભક્ત પ્રહલાદ મહારાજનો બચાવ થયો હતો. આથી દૈત્યરાજ હિરણ્યકશિપુએ વધુ દુ:ખી થઇને રાજમહેલના એક એક લોખંડના સ્તંભને અિગ્નની લાલચોળ ટપાવીને સ્તંભ સામે ઇશારો કરી પ્રહલાદને ક્હયું કે તારો ભગનાન વિષ્ણુ કણકણમાં વિરાજમાન હોય તો આ સ્તંભમાં છે….? ભક્ત પ્રહલાદે ભગવાનની સ્તૃિત કરી ધગધગતા લોહસ્તંભને ભેટી પડે છે.
પોતાના ભક્તની રક્ષા માટે દૈત્યરાજ હિરણ્યકશિપુનો સંહાર કરવા માટે શ્રીનૃસિંહ રૂપ ધારણ કરી ભગવાન પ્રગટ થાય છે.. જેમાં અડધું શરીર પશુનું અને અડધું માનવીનું… સ્તંભમાંથી પ્રગટ થયેલા નૃસિંહ ભગવાન અત્યંત ક્રોધિત હતા. તેમણે દૈત્યરાજ હિરણ્યકશિપુએને પકડીને દરવાજાની વચ્ચે પોતાની જાંધ પર સુવડાવયો. અને દૈત્યરાજને પૂછે છે તારા વરદાન પ્રમાણે હું નહીં માનવ કે નહીં પશુ છું. નહીં અસ્ત્ર કે શસ્ત્ર વગેરે વરદાન થી પર છુ. અને પોતાના વિશાળ નખ દ્વારા દૈત્યરાજ હિરણ્યકશિપુએની છાતી ચીરી વધ કરે છે અને ભક્ત પ્રહલાદની રક્ષા કરી ધર્મની સ્થાપના કરી. પૃથ્વીનો ભાર હળવો કરે છે. અત્યંત ક્રોિધત ભગવાન નંૃસિહ ને અનેક દેવતાઓ, બ્રહ્માજી કે શિવ,તથા લક્ષ્મીદેવી પણ શાંત કરી શકતા નથી. પરંતુ ભક્ત પ્રહલાદ મહારાજે પુષ્પની માળા ભગવાનના ગળામાં અર્પણ કરી શાંત કર્યાં હતા. પ્રહલાદની વિનંતીથી પ્રભુએ હિરણ્યકશિપુને મોક્ષગતિ આપી. આ દિવસ હતો વૈશાખ સુદ ચૌદશ જે આપણે નરસિંહ જયંતી તરીકે ઊજવીએ છીએ.
– વ્યોમા સેલર