Latest News

More Posts

લવપેટર્નની સોનાની વિટી ખરીદવાના બહાને મહિલા કર્મીની નજર ચુકવી ગઠિયો રૂ.75 હજારની વિટી ચોરી કરી ફરાર થઇ ગયો, ગણતરી દરમિયાન એક વિંટી ઓછી જણાતા ચોરીની જાણ થઇ
પ્રતિનિધિ વડોદરા તા.10
વડોદરાના એમજી રોડ પર આવેલી ચકાભાઇ જ્વેલર્સની દુકાનમાં ગ્રાંહકનો સ્વાંગ રચીને ખરીદી કરવા માટે આવેલો ચોર મહિલા કર્મચારીની નજર ચુકવીને રૂપિયા 75 હજારના સોનાની વિટીની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. લવ પેટર્નની સોનાની વિટી બતાવો તેમ કહેતા મહિલા કર્મીએ ટ્રેમાં અલગઅલગ ડીઝાઇનની વિટી જોવા માટે આપી હતી. પરંતુ ગઠિયાએ એક 8.540 ગ્રામની વિંટી ચાલાકાથી ચોરી કરી હતી. પરંતુ આ ચોર દુકાનના સીસીટીવી કેમેરામાં કડારાઇ ગયો હતો. પોલીસે ફુટજેના આધારે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરના એમ.જી.રોડ અંબે માતાના મંદિર સામે ચકાભાઈ જવેલર્સ નામની દુકાનમાં 9 નવેમ્બરના રોજ સવારના સાડા અગિયારથી બાર વાગ્યાના અરસામાં એક ગ્રાહક ખરીદ કરવા માટે આવ્યો હતો. ત્યારબાદ આ શખ્સે દુકાનમાં આવી ત્યાં કામ કરતા મહિલા કર્મચારીને અલગ-અલગ લવ પેટર્નની સોનાની વીંટી બતાવવા માટે કહ્યું હતુ. જેથી મહિલા કર્મચારીએ જુદીજુદી પેટર્નની સોનાની વિટી કાઢીને ટ્રેમાં બતાવી હતી. થોડીવાર સુધી સોનાની વિટીઓ જોયા બાદ આ શખ્સે તેને આમાંથી કોઇ પેટર્ન પસંદ નથી આવી તેમ કહીને દુકાનમાંથી નીકળી જતો રહ્યો હતો. ખરીદી નહી કરતા દુકાનમાં કામ કરતા સેલ્સે વુમને ટ્રેમાં મુકેલી સોનાની વીંટીની ગણતરી કરી હતી. ત્યારે એક વીંટી ઓછી જણાઇ આવી હતી. જેથી મહિલા કર્મચારીએ તેના મેનેજરને વાત કરી હતી. અને તાત્કાલિક દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યાં હતા ત્યારે ગ્રાહકનો સ્વાંગ રચીને આવેલો ચોર મહિલા કર્મચારીની નજર ચુકવી ટ્રેમાં મુકેલી એક સોનાની વીંટીઓમાંથી રૂપિયા 75 હજારની 8.540 ગ્રામની સોનાની વિટી ચોરી કરી લીધી હતી. જેથી હરણી વારસિયા રિંગ રોડ પર રહેતા મેનેજર જયરાજ રાજપૂતે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

To Top