દાહોદ તા.૦૫ અલીરાજપુર, ગરબાડા-દાહોદ નેશનલ હાઇવે પર દેવધા ગામ નજીક બે મોટરસાઇકલો વચ્ચે સામસામે અથડામણ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં...
ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં ખીરગંગામાં આવેલા પૂરથી ભારે વિનાશ થયો છે. કેટલાક લોકો દટાયા હોવાના અહેવાલો છે. ખીરગંગાની બીજી બાજુ હોટલો અને...
રહીશોની કાયદેસરની કાર્યવાહી કરવા તંત્ર પાસે માંગ. પાવી જેતપુર: પાવી જેતપુર નગરના છોટાઉદેપુર હાઇવે રોડ ઉપર અડિંગો જમાવતા ઢોરો સ્પષ્ટ પણે જોઈ...
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં ન લેવાતાં પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિએ લોકોને જાગૃત થવા અને સરકારને આરોગ્ય બાબતે...
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે ભારત પર ‘વધુ ટેરિફ’ લાદવાની ધમકી આપી હતી ત્યારબાદ ભારતે પહેલી વાર અમેરિકાનું નામ લઈને ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી...
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું આજે તા.5 ઓગસ્ટને મંગળવારે 79 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેમણે મંગળવારે બપોરે...
ગઈકાલે તા. 4 ઓગસ્ટને સોમવારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર મોટી ટિપ્પણી કરી હતી....
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પૂર્ણ થઈ ગઈ છે. મોહમ્મદ સિરાજે ટેસ્ટ શ્રેણીમાં 23 વિકેટ લીધી હતી, જે સૌથી...
1500ની વસતી ધરાવતું ગામ લોકભાગીદારીથી ચાલે છેતિઘરા ગામની વસતી 1500 જેટલી છે. અહીં 1400નું વોટિંગ થાય છે. ગામના અનેક લોકો બહાર હોય...
સ્વતંત્રતા દિવસ પહેલા સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી અંગે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લાલ કિલ્લાની સુરક્ષા માટે તૈનાત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ...
વલસાડ તાલુકાનું આંબાવાડીથી ગચ્છાદિત આહલાદક વાતાવરણ ધરાવતું ગામ કણબી પટેલોનું 385 હેક્ટરમાં પથરાયેલું ગામ એટલે તિઘરા. આ ગામનું ખાસ કૌઇ ઐતિહાસિક મહત્ત્વ...
સિટી પોલીસે દોડી આવી બંને ચોરને ઝડપી પાડ્યા, લોકોએ પણ ભારે હોબાળો મચાવ્યો વડોદરા તા.4વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડાની...
એક સફળ સ્ટાર્ટઅપની સી.ઈ.ઓ, જાત મહેનતે પોતાના યુનિક આઇડિયાને સફળ કર્યો અને અનેક જરૂરિયાતમંદ સ્ત્રીઓને રોજગાર આપ્યો. આ વર્ષે તેને ‘બેસ્ટ વુમન...
દાયકાઓથી બાંગ્લાદેશ ભારતનો એક મિત્ર દેશ રહ્યો છે. પરંતુ હાલ કેટલાક સમયથી અમુક કારણોસર બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધો વણસ્યા છે. શેખ હસીનાને...
ઑગસ્ટ એ આઝાદીની લડતનો મહિનો છે. ૧૫ ઑગસ્ટે વધુ એક સ્વતંત્રતા દિવસ ઉજવાશે. કોઈ પણ લડતમાં જેમ સામ-સામા લડનારા હોય છે તેમ...
પૃથ્વી ઉપર પાર્સલ થયા એટલે ‘ટોલનાકા’ની માફક બંધનો તો આવવાના! ભગવાન દેખાતા નથી, છતાં પૂજન કરીએ, એમ બંધનો પણ છુપા રુસ્તમ જેવા....
હાલ દુનિયામાં જે પણ યુદ્ધો ચાલી રહ્યા છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પની દરમ્યાન ગીરી ન હોય તેવુ બન્યું નથી. ભારત પાકિસ્તાનનું યુદ્ધ ડોનાલ્ડ...
મકરપુરાના પેરેડાઈઝ પાલમ્સમાં ત્રણ કલાક સુધી વીજ પુરવઠો ઠપ્પ રહેતા લોકોને હાલાકી : નવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવવા સ્થાનિકોની માંગણી...
આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણીઓ પહેલા તેમણે પશ્ચિમ બંગાળમાં ભાષા આંદોલન શરૂ કર્યું છે. મહારાષ્ટ્રમાં, ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ...
આજે દરેક ક્ષેત્રમાં ભાવ વધારો થઈ રહ્યો છે. જીવન જરૂરીયાત વસ્તુ જેવી કે શાકભાજી-તેલ-લોટ-મરી-મસાલા-દૂધ-દહીં જેવી રોજીંદી વસ્તુ ભાવ વધારો મિડલ ક્લાસની કમર...
કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ માટે પ્રથમ તો સામાજિક એકતા જરૂરી છે આ એકતાને જાળવવાનું કાર્ય રાજકીય પ્રયાસોથી તો હાલના સંજોગોમાં સંભવ લાગતું નથી...
ભારતમાં જ નહીં પણ અન્ય દેશોમાં, પોતાની અભિનય કળાથી પ્રખ્યાતિ પામનાર હિન્દી ફિલ્મોના બે દિગ્ગજ અદાકારો, દિલીપકુમાર અને રાજકપૂરના પાકિસ્તાનના પેશાવર સ્થિત...
હાલમાં બજારમાં તહેવારોની સિઝન ચાલી રહી છે છતાં બજારમાં જોઇએ એટલી ઘરાકી નથી. લોકો જે કમાઇ લે છે એનાથી બમણો ખર્ચ દર...
આતંકવાદનો સંબંધ કોઈ ધર્મ સાથે હોતો નથી. આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. આજે આખી દુનિયા જેને ઈસ્લામિક આતંકવાદ તરીકે ઓળખે છે તેનો...
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું સોમવારે અવસાન થયું. તેઓ 81 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેમણે દિલ્હીની સર ગંગા રામ...
વડોદરા તા.4 વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી પ્રિયા સિનેમા પાછળના ધ એરોસ ઇન્ફ્રા ફ્લેટમાં વાહન પાર્કિંગ કરવા મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર...
સાચું કહીએ તો સુરતનું “ડાયમંડ બુર્સ” ફક્ત એક બિલ્ડિંગ નથી. આ શહેરના વિકાસ, ગૌરવ અને દુનિયાભરની ઓળખનું પ્રતીક છે. આજે તેને ધમધમતું...
હાલમાં જ જાણવા મળ્યું કે હાર્વર્ડનાં રિવ્યુનાં ફેબ્રુઆરી ૨૦૨૫નાં અંકમાં મૈત્રીમાં આવેલ મંદી અંગે એક ધ્યાન દોરતો લેખ લખાયો છે. એક નોંધ...
ભારતે માત્ર માલદીવ્સને નહીં પરંતુ અન્ય ૬૮ દેશોને ક્રેડિટલાઈન આપી છે જેમાં કેટલાક પડોશી દેશોનો પણ સમાવેશ થાય છે. આ ઉદાહરણથી પ્રથમ...
ભારતનાં લાખો ગામોનાં બાળકો શિક્ષણ પ્રાપ્તિ અર્થે ભારે મુશ્કેલી વેઠે છે, નદીમાં તરીને જવું પડે, હોડીમાં બેસીને જવું પડે કે વાંસના કામચલાઉ...
અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની ગરમી સતત આકરા સ્વરૂપમાં જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકની સરખામણીએ આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ આજે સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો ચિંતાજનક સ્તરે પહોંચ્યો હતો. ભૂજ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે ડીસા, કંડલા એરપોર્ટ અને સુરતમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. ભાવનગરમાં 41 ડિગ્રી, મહુવામાં 39 ડિગ્રી, કેશોદમાં 39 ડિગ્રી, કંડલા પોર્ટ ખાતે 38 ડિગ્રી તેમજ નલિયા, પોરબંદર અને દમણમાં 35 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં વધુ ગરમીનો અનુભવ થયો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમી સામાન્ય કરતાં ઉપર અને કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર રીતે વધુ રહી હતી. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. જોકે ત્યારબાદ રાજ્યમાં તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. તેમ છતાં આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આગળ વધવાનું ચાલુ રાખ્યું છે. હવામાન વિભાગ મુજબ ચોમાસું દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો તેમજ સમગ્ર અંદામાન-નિકોબાર દ્વીપસમૂહ સુધી આગળ વધ્યું છે. આગામી 3થી 4 દિવસ દરમિયાન ચોમાસું વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું જણાવાયું છે. ઉપરાંત, કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું 26 મે આસપાસ પ્રવેશ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.