નવી દિલ્હી . દેશમાં રોકાણ વધવાના કારણે ઓદ્યોગિક પ્રવૃત્તિ (industrial activity)માં ગતિ આવી રહી હોવાથી સરકારે મજૂર કાયદામાં સુધારણાની પ્રક્રિયા પણ ઝડપી કરી...
ગયા વર્ષના શરૂઆતના મહિનાઓમાં દેશમાં કોરોનાવાયરસના ચેપના કેસો વધવા માંડ્યા પછી દેશભરમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું. આ ટેસ્ટિંગ અંગે સરકાર ભલે મોટા...
નડિયાદ: નડિયાદમાં વધુ એક સગીરા પર દુષ્કર્મના કેસને મામલે પોક્સો કોર્ટે આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારી છે. સાથે 10 હજાર રૂપિયાનો...
દાહોદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પંચ દ્વારા આજરોજ ફોર્મ ચકાસણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે. અને કેટલાક સીટો પર...
દાહોદ: દાહોદ તાલુકાના જેકોટ ગામેથી પસાર થતાં દિલ્હી મુંબઈ રેલમાર્ગની પાસેથી એક વ્યક્તિની હત્યાં કરાયેલી લાશ મળી આવી હતી. પ્રેમ...
ગાંધીનગર (Gandhinagar): મંગળવારે ભાજપે પોતાના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોરોનાથી (Corona Virus/Covid-19) સાસંદ અભય ભારદ્રાજના (MP Abhay Bhardwaj) નિધન પછી રાજ્યસભામાં...
હાલોલ: હાલોલ બસ સ્ટેન્ડ ખાતે સોમવારે મઘાસર ગામની એક વૃદ્ધ મહિલાને એસ.ટી બસ ના ચાલકે અડફેટમાં લેતો મહિલા ગંભીર રીતે ઘવાતા...
મોડાસા: હજુતો આખો ઉનાળો બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છેવાડાના ગામ હઠીપુરાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર...
નવી દિલ્હી (New Delhi): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) મોહન ભાગવતે (Mohan Bhagwat) પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના (West Bengal Assembly Elections) માહોલ વચ્ચે ફિલ્મ...
મોડાસા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ પહેલા ભાજપનો ભગવો અરવલ્લી જીલ્લામાં લહેરાયો હતો બાયડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ઉમેદવારની ભૂલ થી...
મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે (Mumbai-Pune expressway) પર માર્ગ અકસ્માતમાં (road accident) પાંચ લોકોનાં મોત અને પાંચને ઇજાઓ થઈ છે. ખોપોલી વિસ્તાર નજીક મુંબઈ-પુણે...
વડોદરા: વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદુષણ ફેલાવતાં બુલેટને મોડીફાઈ કરી તેમજ તેના સાયલેન્સરને પણ મોડીફાઈ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવતાં બુલેટરાજાઓ ની શાન ઠેકાણે...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર મેડીકલ પેરા મેડીકલ અને હેલ્થ વર્કર્સને આપ્યો હતો. જેમના 28 દિવસ...
કોવિન એપ્લિકેશન પર આવી રહેલી ટેકનિકલ સમસ્યાઓ અને કોરોના વાયરસ રસી લેનારાઓને ઓળખવામાં મુશ્કેલીઓને લીધે રસીકરણ અભિયાનને માઠી અસર પહોંચી રહી હોવાનું...
વડોદરા: ચૂંટણી પ્રક્રિયાના એક અગત્યના અંગ તરીકે નોટા.. નન ઓફ ધી અબોવ એટલે કે ઉપરોક્ત પૈકી કોઈ પણ ઉમેદવાર નહિ ની...
વડોદરા: આસામમાં ચુંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓનું ભાજપ દ્વારા શોષણ કરવામાં આવતું હોવાનું િનવેદન કરી ટવીટ કરતા ભાજપમાં ભડકો...
વડોદરા: પોલીસ કમિશનરના નામે ફેક એકાઉન્ટ બનાવનારનું લોકેશન દિલ્હીનું ખુલવા પામતા વડોદરા સાયબર ક્રાઇમની ટીમે દિલ્હી ખાતેથી એક શખ્સની ધરપકડ કરીને...
ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન પર કાર સેવકોના કોચને આગ લગાવી દેવાની ઘટનાના મુખ્ય આરોપીની આશરે 19 વર્ષ બાદ પોલીસે ધરપકડ...
ઇપીએફઓમાં નોંધાયેલા દેશના લગભગ ૪૦ લાખ કર્મચારીઓના પીએફ ખાતામાં હાલ વ્યાજ ઉમેરવામાં આવ્યું નથી કારણ કે આ કર્મચારીઓની ઓળખની ઇપીએફઓમાં નોંધાયેલી વિગતો...
તમે ભલે બે-ત્રણ ટ્રિલિયન ડૉલરની કંપની હશો પણ લોકો નાણાં કરતા એમની પ્રાઇવસીને વધારે કિમતી માને છે એમ સુપ્રીમ કૉર્ટે આજે વ્હૉટ્સેપને...
અમેરિકામાં ફરીથી એક શિયાળુ તોફાન ત્રાટક્યું છે અને આ વખતે તેનો વ્યાપ ઘણો વધારે છે જેમાં મિડવેસ્ટથી માંડીને છેક દૂર દક્ષિણના વિસ્તારો...
યંત્ર માનવો હવે જાત જાતના કાર્યો કરી શકે છે પણ લોકોને જોઇને આબેહૂબ તેમના ચિત્રો દોરવા એ યંત્ર માનવ કે રોબોટ માટે...
પુરાતત્વશાસ્ત્રીઓએ ઇજિપ્તમાં લગભગ પ૦૦૦ વર્ષ પહેલાનું એક શરાબનું કારખાનું શોધી કાઢ્યું છે જે કારખાનામાં રોજના ૪૦૦૦ લિટર બિયરનું ઉત્પાદન પ્રાચીન ઇજિપ્તના અબીડોસ...
જર્મનીના પરંપરાગત ઠઠ્ઠા કાર્નિવલમાં આ વખતે રોગચાળાની કારણે મોટી જનમેદની ભેગી થવા દેવાઇ ન હતી પરંતુ આમ છતાં તેના ફ્લોટ્સ અનેરું આકર્ષણ...
સુરત: સુરત જિલ્લામાં મોટાપાયે ચાલી રહેલા ગેરકાયેદ રેતીખનન બાદ મોડે-મોડે જિલ્લા કલેકટરે તાપી સહિત કેટલીક નદીઓમાં બાર્જ વડે થતા રેતીખનન ઉપર પ્રતિબંધ...
સુરત મનપાની ચૂંટણી આડે હવે માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યાં છે ત્યારે ધીરેધીરે રાજકારણ તેની ચરમસીમા પર પહોંચી રહ્યું છે. રાજકારણની...
કોરોના સંક્રમણને લીઘે સહકારી બેંકોને ધિરાણ સામે રિકવરી મેળવવા મુશ્કેલી થતા ઘણી બેંકોની બેલેન્શસીટ બગડી હતી અને નફામાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો....
સુરત: (Surat)16મી જાન્યુઆરીથી શહેરમાં હેલ્થ વર્કરો અને ત્યારબાદ તબક્કાવાર ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે 15 મી ફેબ્રુઆરીથી...
ગુજરાત: (Gujarat) આસામમાં એક જાહેર સભાને સંબોધતી વખતે રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા કરવામાં આવેલા એક નિવેદનનો ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ...
દિલ્હી પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ (નું આયોજન કરીને ટૂલકિટ કેસમાં અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ અને દિશા રવિની ધરપકડ અંગે માહિતી આપી...
સાવલીના લાંછનપુરા પાસે સર્ચ ઓપરેશન ચાલુ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઈ
સાવલી: સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસે પસાર થતી મહીસાગર નદીમાં નાહવા પડેલા વડોદરાના એક યુવક પાણીમાં તણાઈ જવાના બનાવે ચકચાર મચી છે. બનાવની જાણ થતાં સાવલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવકની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરાના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં રહેતા સંતોષ ડોનડીવા કોકરે (ઉંમર આશરે 20 વર્ષ) પોતાના ચારથી પાંચ મિત્રો સાથે મહીસાગર નદીમાં નાહવા આવ્યા હતા. દરમિયાન ન્હાતી વેળાએ યુવક ઊંડા પાણીના પ્રવાહમાં આવી જતા ગરકાવ થયો હતો.
બનાવ બનતા જ યુવકના સાથી મિત્રોએ બૂમાબૂમ કરતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા સાવલી પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
આ લખાય છે ત્યાં સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી. વધુમાં, યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું અને મિત્રો સાથે નવલખી મેદાન પર રમ્યા બાદ સાવલી ખાતે મહીસાગર નદીમાં નાહવા આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મૃતક પરિવારમાં બે ભાઈ અને એક બહેન હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતા પરિવારજનોમાં ભારે શોકનું માહોલ છવાઈ ગયો હતો, જ્યારે યુવક સાથે આવેલા મિત્રોમાં પણ ગમગીની જોવા મળી હતી. બનાવ અંગે સાવલી પોલીસે ફાયર વિભાગને જાણ કરી વધુ સઘન શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટર : વિમલ પટેલ