નવી દિલ્હી: શરૂઆતના ટ્રેડિંગમાં (Trading) શાનદાર ઉછાળા બાદ ભારતીય શેરબજારે (Indian stock market) અચાનક યુ-ટર્ન લીધો હતો. સવારના સેસન બાદ સેન્સેક્સ (Sensex)...
નવી દિલ્હી: યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) ખાતે ભારતે ભારતના આંતરિક મુદ્દાઓ પર યુએનજીએમાં પાકિસ્તાનના (Pakistan) રાજદૂત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની નિંદા...
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં ગઈકાલે તા. 2 મેની રાત્રિએ ઠેરઠેર બેનર, પોસ્ટર ચોંટાડી રહ્યાં હતાં. આ બેનર પર બે વ્યક્તિના ફોટા હતા,...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે પશ્ચિમ બંગાળના (West Bengal) બર્ધમાનમાં ગરજ્યા હતા. તેમજ ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાને અહીં...
કપુરાઈ ચોકડી પાસે આઈકોન કોમ્પ્લેક્સના પ્રથમ માળે એલસીબી ઝોન 3ની ટીમ રેડ કરી વડોદરા તા.3વડોદરા શહેરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અલગ અલગ ટીમો...
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં 13 વર્ષની સાવકી દીકરી ઉપર નરાધમ પિતાએ ત્રણથી ચાર વખત બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ...
સુરત: અમરોલી સત્તાધાર સોસાયટીમાં રહેતી યુવતી સાથે પ્રેમમાં પાગલ બનેલા દિપક નામના યુવકે યુવતીની માતાને સળગાવીને પતાવી દેવાની ધમકી આપી હતી. અને...
વડોદરા, તા.3પડોશ માં રહેતા સગીર સાથે સગીરાની મૈત્રી થયા બાદ સગીરે પ્રેમ પ્રસ્તાવ મુકતા સગીરાએ આ બાબતે ના પાડી હતી જેથી ગુસ્સે...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) નાંગલોઈ વિસ્તારના પોલીસ હેડક્વાર્ટરમાં બોમ્બ (Bomb) હોવાનો ઇમેલ મળ્યો હતો. દિલ્હીની શાળઓ બાદ હવે પોલીસ હેડક્વાર્ટરમાં (Police Headquarters)...
શેરબજારમાં ટ્રેડીંગનું કામ કરતો યુવક રાત્રિના ઓફિસમાં જ રોકાયો હતોઆપઘાત કર્યો કે અકસ્માતે પડ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરીઆણંદ.આણંદ શહેરના દાંડી...
વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિવેક ટાંકની કપરા સમયમાં ફરજ પ્રત્યેની પરાયણતા ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ટાંકે...
નવી દિલ્હી: શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં (Trading session) ભારતીય શેરબજાર (Indian stock market) સર્વકાલીન ઊંચા સ્તરે ખુલ્યું હતું. તેમજ બજારના તમામ મુખ્ય સૂચકાંકો...
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરામાં અસામાજિક તત્વો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે દરમિયાન વડોદરા કલેકટર કચેરી ખાતે સીમી સાથે સંકળાયેલા 12...
નવી દિલ્હી: ઓડિશાના (Odisha) સીએમ નવીન પટનાયકના નજીકના સહયોગી અને બીજેડી જનતા દળના (BJD Janata Dal) નેતા વીકે પાંડિયને લોકસભા (Lok Sabha...
નવી દિલ્હી: યુપીની (U.P) અમેઠી (Amethi) અને રાયબરેલી (Rae Bareli) સીટ પર કોંગ્રેસ (Congress) ઘણા દિવસોથી મૂંઝવણમાં જોવા મળી હતી. જો કે...
શહેરના ગેંડા સર્કલ નજીક એક પીકઅપ વાન ચાલકે પોતાની પીક અપ વાન ને એક હોટલમાં ઘુસાડી દેતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો...
જર્જરીત પુલના તૂટેલા સ્લેબ પર કારનું ટાયર ચડી જતા કાર બેકાબૂ બની નદીમાં ખાબકી (પ્રતિનિધિ) લુણાવાડા તા.2 લુણાવાડાના હાડોડ ગામમાં મહીનદી પરના...
દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેનું ગઠબંધન ઘણું નબળું પડી રહ્યું છે. અરવિંદર સિંહ લવલી બાદ હવે 30 વર્ષથી કોંગ્રેસ...
વાઘોડિયા તાલુકાના ખંધા વસાહતમાં બની હતી ઘટના વાઘોડિયા તાલુકાના ખંધા વસાહત ખાતે હોળી ધુળેટી પર્વ નિમિત્તે 2019 ની સાલમાં યુવક સાથે સૃષ્ટિ...
સુરત: (Surat) પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ક્રાઈમ જોઈન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સ દ્વારા શહેરમાં ડ્રગ્સ (Drugs) માફીયાઓની કમર તોડવા માટેની શરૂઆત કરાઈ...
ગટર નહીં તો વોટ નહીં | કલેક્ટર કચેરી સામેની સોસાયટીઓમાં ગટર ઉભરાવાની સમસ્યા સોસાયટીની બહાર બોર્ડ મારી વિરોધ નોંધાવ્યો, વર્ષોથી પડતર સમસ્યા...
એઆઈસીઆરપી ઓન રાઈસમાં સંશોધનની ઉત્કૃષ્ઠ કામગીરી માટે બેસ્ટ એક્રિપ સેન્ટર (દ્રિતીય)નો એવોર્ડ પ્રાપ્ત કર્યો (પ્રતિનિધિ) આણંદ તા.2 ઓલ ઇન્ડીયા કોઓર્ડિનેટેડ રીસર્ચ પ્રોજેક્ટ...
ગાંધીનગર: (Gandhinagar) ક્ષત્રિય આંદોલન વચ્ચે આજે જામનગરમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) રાજવી પરિવારના શત્રુશલ્યજી જામસાહેબને મળ્યા હતા. આ મુલાકાત દરમ્યાન જામસાહેબે...
લોકસભાની ચૂંટણીમાં એક બાદ એક નેતાના વાણી વિલાસ સામે આવી રહ્યા છે. કોઈ સમાજ પ્રત્યે પોતાનો વાણી વિલાસ કરે છે તો કોઈ...
અગાઉના જમીન માલિકોએ વેચાણ કરેલી મિલકત પર ખોટી રીતે બેંકમાંથી 6 લાખનું ધિરાણ મેળવ્યું શહેર નજીક આવેલ મુજાર ગામડી ખાતે અગાઉના જમીન...
વ્યારા: (Vyara) સુરતના ચાર નબીરા સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર દારૂના (Alcohol) નશામાં ઝડપાયા હતા. સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર દારૂના નશામાં ગાડી હંકારતા ઇસમ સહિતના...
યૂપીના (UP) રાયબરેલી લોકસભા સીટ (Loksabha Seat) માટે નોમિનેશનની તારીખ સમાપ્ત થવાના એક દિવસ પહેલા ભાજપે દિનેશ પ્રતાપ સિંહને તેના ઉમેદવાર તરીકે...
યુપીની પ્રખ્યાત લોકસભા સીટ (Lok Sabha Seat) કેસરગંજ માટે ભાજપના ઉમેદવારને (BJP Candidate) લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણ...
જૂનાગઢ: (Junagadh) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુજરાતના જૂનાગઢમાં જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી...
સુરત: શહેરના સહરા દરવાજા પાસે આવેલી જૂની બોમ્બે માર્કેટમાં આજે આગની ઘટના બની હતી. એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે દુકાનમાં આગ ફાટી...
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. નવજાત શિશુઓની ચીસોથી મેડિકલ કોલેજ ગૂંજી ઉઠી હતી. અચાનક લગભગ 10 વાગ્યે મેડિકલ કોલેજના SNCU (સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ અને ધુમાડા ઝડપથી બહાર આવવા લાગ્યા. અરાજકતા અને નાસભાગ મચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આગની જ્વાળાઓમાં દસ નિર્દોષ નવજાત બાળકોના જીવ હોમાઈ ગયા હતા. જ્યારે 16 બાળકો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ ઘટનાને લઈને સરકાર કડક છે. આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવો પડશે. આ ટીમનું નેતૃત્વ DGME કરશે.
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ સરકારી મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ (SNCU)માં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 બાળકોના મોત થયા હતા. વોર્ડની બારી તોડીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 3 બાળકો વિશે માહિતી મળી નથી. શનિવારે સવારે તેમના પરિવારજનો મેડિકલ કોલેજ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો.
આ અકસ્માત શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્કિંગને કારણે આગ ફાટી નીકળી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. આગ આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. વોર્ડ બોયએ આગ ઓલવવા માટે અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે 4 વર્ષ પહેલા સમાપ્ત થઈ ગયો હતો, તેથી તે કામ થયું ન હતું. જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ આવી પહોંચી હતી. બારી તોડી પાણી છાંટ્યું. જોત જોતામાં આગ વધુ ફેલાતા સેનાને બોલાવવામાં આવી હતી. લગભગ 2 કલાક બાદ આગ પર કાબુ મેળવવવામાં આવ્યો હતો.
બીજી તરફ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગની ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ શિશુ વોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. પ્રથમ વખત શોર્ટ સર્કિટની અવગણના કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મેડીકલ કોલેજના વહીવટી તંત્રે બેદરકારી દાખવી હતી.
ફેબ્રુઆરીમાં જોઈ હતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગ પછી એવું કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં અગ્નિશામક ઉપકરણોની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તેથી તેનો ઉપયોગ કરી શકાતો નહીં. ડેપ્યુટી સીએમએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે ફેબ્રુઆરીમાં મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું હતું અને જૂનમાં મોક ડ્રિલ કરવામાં આવી હતી. હવે જો થોડા મહિના પહેલા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ટ્રાયલ કરવામાં આવી હતી તો બધું જ બરાબર હોવાનું જાણવા મળ્યું હતું… તો ઘટના સમયે બધુ કેવી રીતે ફેલ થઈ ગયું?
ઝાંસી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે પરિવારના 3 સભ્યો તેમના બાળકોનો પત્તો મેળવી શક્યા નથી. પરિવારે જણાવ્યું કે તેમના બાળકોને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે મેડિકલ કોલેજ પ્રશાસન અકસ્માત બાદ કોઈ માહિતી આપી રહ્યું નથી. આ અંગે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો. પરિવારના 3 સભ્યો તેમના બાળકોને શોધી શક્યા ન હતા.
શોર્ટ સર્કિટના કારણે ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં આગ લાગી
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આખો વોર્ડ આગની લપેટમાં આવી જતાં વોર્ડમાં નાસભાગ મચી ગઈ હતી. હાજર સ્ટાફ અને પરિવારના સભ્યો નવજાત શિશુને લઈને બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટાફથી માંડીને દર્દીઓ અને તેમના પરિવારજનોએ બારીઓ તોડીને બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ભયાનક હતી કે કોઈ વ્યક્તિ વોર્ડની અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું.
નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડ (SNCU) માં ભીષણ આગને કારણે 10 નવજાત શિશુઓ સળગતા અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 39 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેનાને પણ બોલાવવામાં આવી હતી. આર્મી અને ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ ઓલવવામાં મદદ કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે કહ્યું કે SNCU વોર્ડના અંદરના ભાગમાં વધુ ગંભીર બાળકોને અને બહાર ઓછા ગંભીર બાળકોને દાખલ કરવામાં આવે છે. બહાર દાખલ થયેલા લગભગ તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. અંદરના ઘણા બાળકો પણ બચી ગયા છે. દસ બાળકોના મોતની માહિતી મળી છે.
તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના- સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અમે પીડિત બાળકોની તપાસની વ્યવસ્થા કરવામાં મોડી રાતથી રોકાયેલા છીએ. 10 બાળકોના કરુણ મોત થયા છે બાકીના બાળકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનની આખી ટીમ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી પરંતુ તે તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે.
ડેપ્યુટી સીએમએ કહ્યું- જેમની ઓળખ થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવું પડકાર
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે જે બાળકોની ઓળખ હજુ સુધી થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવાનો પડકાર છે. બાકી રહેલા બાળકોને યોગ્ય સારવાર આપવાની અમારી પ્રાથમિકતા છે. હજુ સુધી ત્રણ નવજાતની ઓળખ થઈ શકી નથી.