Latest News

More Posts

વડોદરા : ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાના ખાનગી કંપનીના કર્મી સાથે રૂ. 6.59 લાખની ઠગાઇ
પ્રતિનિધિ વડોદરા તા.9
આજવા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા આધેડનું ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાના બહાને સાઇબર માફિયાઓએ તેમના બેન્ક ખાતામાંથી રૂપિયા 6.59 લાખ ટ્રાન્સફર કરી ઠગાઇ આચરી હતી. જેમાં ક્રેડિટ કાર્ડ માટેનો ઓપીટી મોબાઇલ નાખતા વેંત તેમના ખાતામાં રૂપિયા કપાઇ ગયાં હોવાનો મેસેજ આવતા તેમની સાથે ઠગાઇ થઇ હોવાનો માલુમ પડ્યું હતું. જે રૂપિયા પરત નહી મળતા આધેડે છેતરપિંડીની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી ઓમનગર સોસાયટીમાં રહેતા મીતેશકુમાર કનૈયાલાલ શાહ ગ્રોમેલ એગ્રો લીમીટેડ કંપનીમા નોકરી કરે છે. ગત 8 મેના રોજ તેમની કંપનીમાં એક વ્યક્તિ આવ્યો હતો અને પોતે એક્સીસ બેન્કના કર્મચારી હોવાની ઓળખ આપી હતી અને પોતે બેન્કના ક્રેડીટ કાર્ડની કામગીરી કરે છે. હાલમાં નવા ક્રેડિટ કાર્ડ કઢાવશો નવી ઓફર અને લાભો મળશે તેવી લાલચ આપીને હતી. ત્યારે આ મિતેશકુમાર શાહ તેમની વાતોમાં આવી ગયા હતા ત્યારબાદ બેન્કના કર્મચારીએ તેમનું નવા ક્રેડીટકાર્ડ માટે કેવાયસી કર્યું હતું અને તમારુ કાર્ડ 10 દિવસમા ઘરમાં સરનામા પર આવી જશે. 13 મેના રોજ કાર્ડ તેમના મકાનના એડ્રેસ ઉપર કાર્ડ આવી ગયુ હતું.
ગત 24 મેના રોજ તેમના મોબાઈલ નંબર પર ફોન આવ્યો હતો ત્યારે તમારુ એક્સીસ બેન્કનું ક્રેડિટ કાર્ડ શરૂ કરવું હોય તો તમને મદદ કરુ તેમ જણાવ્યું હતું. જેથી મિતેશકુમારે હા પાડી હતી. ત્યારબાદ તેમના કહેવા પ્રમાણે તેઓએ તેમના મોબાઇલમાં એક્સીસ બેંકની એપ્લીકેશન ખોલાવી હતી. ત્યારબાદ ક્રેડીટ કાર્ડમાં કલીક કરવા કહેતા તેઓએ કલિક કરતા બે ક્રેડીટકાર્ડ બનાવતા હતા. એક કાર્ડ એકટીવ કરવાનું કહેતા એક ઓટીપી જનરેટ થયો હતો જે મિતેશકુમારે એક્સીસ બેંકના મોબાઇલ એપ્લીકેશનમા નાખ્યો હતો. આધેડને ફોન કરનાર પર શંકા જતા મે તેમને પુછયુ કે તમે ક્યાથી બોલો છો ત્યારે તેણે તુરંત જ ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ 11 મીનીટમાં એક્સીસ બેંકનું કાર્ડ બ્લોક થઇ ગયું હતું અને થોડી જ વારમાં ફરી મેસેજ અને મેઈલ પણ આવ્યો હતો કે તમારું કાર્ડ અનબ્લોક પણ કરી દેવાયુ છે. જેથી આધેડે મોબાઇલમાં આવેલા મેસેજ ચેક કરતા રૂ. 6.59.188 જેટલી રકમના ટ્રાજેક્શન થયા હતા અને આ રૂપિયા અન્ય કોઇ ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી મિતેશકુમારે સાથે છેતરપિંડી થતા તોએ સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો.

To Top