જાંબુઘોડા: સમગ્ર ગુજરાત માં એક માત્ર સ્પષ્ટ બહુમતી ધરાવતી જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી...
સુરત મહાનગર પાલિકા(SMC)ના નવા શાસકોએ વહીવટી તંત્ર સાથેની પ્રથમ મીટિંગમાં જ આકરાં તેવર બતાવતાં અધિકારીઓમાં સ્તબ્ધતા છવાઇ ગઇ છે. કેમ કે, શાસકો...
શહેરા: શહેરા તાલુકા પંચાયત ની પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ જેલમા રહેલ ને જીત મેળવેલ વાડી તાલુકા પંચાયત સભ્ય ...
વડોદરા : વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધતા વડોદરા કોવિડ પ્રભારી ડોક્ટર વિનોદ રાવે તાકીદની બેઠક બોલાવી કોરોનાવાયરસ...
વડોદરા : વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા વિજય વલ્લભ હોસ્પિટલમાં બુધવારની મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. હોસ્પિટલમાં આગ લાગવાના કારણે ધુમાડો...
વડોદરા : ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે મ્યુનિસિપલ કમિશનર શ્રી પી.સ્વરૂપ અને મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક...
વડોદરા : ગુજરાત રાજ્ય સહિત વડોદરા શહેર – જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને તેના પછી નીકળેલી શિવજી કી સવારી બાદ શહેરમાં કોરોનાંનો...
શુક્રવારે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી હતી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને 18 સભ્યોની ટીમે જાહેરાત કરી હતી. ઇંગ્લેન્ડ...
વડોદરા : જે રીતે વડોદરા શહેરમાં ઉત્સવો અને રાજકિય મેળાવડા બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને વડોદરામાં વધી રહેલા કોરોનાનાં...
રાજકારણ શતરંજની રમત છે. શતરંજમાં રાજાને બચાવવા માટે હાથી, ઊંટ, ઘોડા કે વજીરનો પણ ભોગ લેવાતો હોય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં પણ શતરંજનો...
સરદાર પુલના અડાજણ છેડે વિજય ડેરી પાસે એક વૃદ્ધ ઊભા હતા.મારે રીક્ષા પકડવાની હતી. મને લાગ્યું કે એમને રોડ ક્રોસ કરવો હશે...
તમે ન ભણ્યા હોત તો ખેતી કરી શાકભાજીને ફળફુલ ઉગાડત. ભણીને ખેતી કરે, ખેતીનું ભણી ખેતી કરે. આપણા દેશમાં અનાજને શાકભાજી થાય...
આજે, સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે, શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકઆંક સેન્સેક્સ 244.16 પોઇન્ટ...
હવે નવો યુગ (જમાનો?) સ્ત્રી માટેનો આવી રહયો હોય એવું સ્પષ્ટ લાગી રહયું છે. સ્ત્રી અનેક ક્ષેત્રોમાં પુરૂષ સમોવડી જ નહીં પરંતુ...
તાજેતરમાં સમાચારો આવ્યા કે એક ગામમાં દલિત ગણાતા એક યુવક પર રાજાને મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓની હાજરીમાં ગામમાંથી વરઘોડો કાઢયો. આઝાદીના આટલા...
ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના કેસની સંખ્યા વધતી જાય છે. ત્યારે સૌથી વધુ હાલાકીનો ભોગ તો સામાન્ય પ્રજા જ બને છે . બરાબર એક...
માર્ચ મહિનાનો મધ્યભાગ એટલે કોરોના જેવા ઘાટક વાયરસનો ભારતમાં પ્રવેશનો સમય. ગયા વર્ષે બરાબર આ જ સમયે કોરોના આપણા ભારતમાં પ્રવેશી ચુકયો...
એક ઝેન ગુરુ હતા. તેઓ તેમની પાસે કોઈ જ્ઞાન લેવા કે શિષ્ય બનવા આવે તો તરત એમ જ કહેતા, ‘ હું કોઈનો...
છેલ્લી એટલે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે બંગાળની 42 માંથી 18 બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં, તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે...
વિચારશૂન્યતા એ કદાચ બુદ્ધિશાળી ગણાતા માણસ માટે સૌથી મોટો શાપ હશે. એક પ્રજા તરીકે આપણે વિચારશૂન્યતા તરફ આગળ વધી રહ્યા છીએ. આપણા...
કેન્દ્ર સરકારે દેશની કેટલીક સરકાર સંચાલિત બેન્કોનું એક બીજા સાથે મર્જર કર્યા બાદ હવે તેણે કેટલીક સરકાર સંચાલિત બેન્કોનું ખાનગીકરણ કરવાના સંકેત...
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે સંસદમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે હાલની ટોલ કલેકશન સિસ્ટમ સંપૂર્ણ રીતે નાબૂદ કરી દેવાશે જેમાં...
અમેરિકાના જ્યોર્જિયામાં મસાજ પાર્લર પર મંગળવારે થયેલા ગોળીબારોમાં છ એશિયન મહિલાઓના મોત થયા તેના પછી આ મૃતકોના માનમાં અમેરિકામાં અનેક સ્થળે શોકસભાઓ...
દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ નાતાલ પ્રાંતના ઝુલુ સમુદાયના પરંપરાગત રાજા ગુડવિલ ઝ્વેલિથિનીનું ગયા શુક્રવારે અવસાન થયું હતું જેમની અંતિમવિધિ આજે આ રાજાના વતનના...
યુ.એસ.માં બાળ ચિકિત્સકોએ એક અનોખી બાળકીના જન્મનો દાવો કર્યો હતો. જેના શરીરમાં કોરોના વાઇરસથી રક્ષણ આપતા એન્ટિબોડીઝ હતા. આ બાળકીની માતાને સગર્ભાવસ્થા...
સરકારની વેહિકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ, જૂના વાહનો ભંગારમાં કાઢીને નવી કારો ખરીદનારાઓને નવી કાર પર પાંચ ટકા છૂટ આપવામાં આવશે એમ જણાવતા...
ભારતમાં ગુરુવારે કોરોનાના નવા 35,871 કેસ નોંધાયા હતા. જે છેલ્લા 100 દિવસમાં કરતાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય...
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કહ્યું હતું કે ભાગેડૂ વ્યાપારીઓ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી કાયદાનો સામનો કરવા માટે ભારત...
અમેરિકામાં અનેક સ્થળોએ, ખાસ કરીને દક્ષિણના ઉંડાણવાળા સ્થળોએ તોફાની વંટોળિયાઓ ફૂંકાયા હતા જેમાં કેટલાક સ્થળે તો કલાકના ૮૦ માઇલની ઝડપે પવન ફૂંકાયો...
અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં ગુરૂવારે નવા 1276 કેસ નોંધાયા હતા જ્યારે 899 દર્દીઓ સાજા...
વારંવાર માંગણી છતાં દસ્તાવેજ ન કરીને ત્રિપુટીએ ટાળટૂળ કરી
ચૂકવેલા રૂપિયા પણ પરત ન આપતા પીડિત વેપારીએ વરણામા પોલીસનો સહારો લીધો
પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા તાલુકાના તતારપુરા ગામે આવેલી જમીન વેચાણ આપવાના બહાને જમીન દલાલ સહિતની ત્રિપુટીએ ખરીદનાર પાસેથી રૂ. 48 લાખ એડવાન્સ તરીકે મેળવી લીધા હોવાની તથા બાદમાં ન તો જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો અને ન જ ચૂકવેલા રૂપિયા પરત આપ્યા હોવાની ગંભીર ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સોદો નક્કી કર્યા બાદ 48 લાખ લીધા, દસ્તાવેજ ન કરતા પીડિતોએ દાદ માગી
ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા નવીનચંદ્ર વલ્લભદાસ ઉકાણી (ઉ.વ. 64) છેલ્લા 30 વર્ષથી ગોકુલ ફરસાણની દુકાન ચલાવે છે. જમીનમાં રોકાણ કરવા તેઓ તથા તેમના મિત્રો રાજેશકુમાર કપુપરા અને ડેનિસકુમાર ત્રાંભડિયાએ તતારપુરા ગામે આવેલી કનુભાઈ નરસિંહભાઈ પટેલની આશરે 13 વીઘા જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.
જમીન દલાલ ભાવેશ બાવનજીભાઈ વરસાણી મારફતે પરેશભાઈ કનુભાઈ પટેલ સાથે સોદો નક્કી થયો હતો. એક વીઘાનો ભાવ રૂ. 15.50 લાખ નક્કી થતાં ત્રિપુટી – કનુભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને દલાલ ભાવેશ વરસાણી –એ કુલ રૂ. 48 લાખ એડવાન્સ રૂપે ઓનલાઇન લઈ લીધા હતા.
“દસ્તાવેજ પણ નહીં, રૂપિયા પણ નહીં” — પીડિતનો આક્ષેપ; પોલીસ તપાસમાં પીડિતોએ આક્ષેપ કર્યો છે કે ત્રણેય જણાએ અંદરથી રૂપિયા વહેંચી લીધા હોવા છતાં આજદિન સુધી કોઈપણ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી. વારંવાર કહેવા છતાં ન તો જમીન આપી અને ન જ પૈસા પરત આપ્યા, જે સ્પષ્ટ છેતરપિંડી ગણાય છે.
આ અંગે નવીનચંદ્ર ઉકાણીએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ નરસિંહભાઈ પટેલ, પરેશભાઈ કનુભાઈ પટેલ (બંને રહે. તતારપુરા) તથા ભાવેશભાઈ બાવનજીભાઈ વરસાણી (રહે. કૃષ્ણા સિટી, ફેલનપુર) વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી તપાસ શરૂ કરી છે. પોલીસ ત્રિપુટીને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે.