એક આશ્રમમાં પ્રખ્યાત અભિનેત્રી ગુરુની શિષ્યા બની આવી.બધું જ છોડીને તે આશ્રમમાં ગુરુજી પાસે શાંતિની શોધમાં આવી હતી.અભિનેત્રી ખૂબ જ સુંદર હતી.તેના...
કોરોનાની બીજી લહેરે દેશના મધ્યમ વર્ગને અંદરથી હચમચાવી નાખ્યો છે. આવનારા સમયમાં શિક્ષણ – આરોગ્ય – વ્યવસાય – ધંધા – નોકરી મનોરંજન...
ભારતના વિદેશપ્રધાન હજી શનિવાર સુધી અમેરિકાના પ્રવાસે હતાં. તેમના પ્રવાસનો પૂર્વાર્ધ ખાસ ફળદાયી નહીં રહ્યો કારણકે તેઓ જે વ્યકિતને મળવા આવ્યા હતા...
હાલમાં બ્રિટનની રાજધાની લંડનમાં બે વૈભવશાળી બિલ્ડિંગોની વચ્ચે એક સ્વીમિંગ પુલ બનાવવામાં આવ્યો છે. તેની વિશેષતા એ છે કે તે જમીનથી ૧૧પ...
surat : આંતરરાષ્ટ્રીય બજારોમાં ( international market) સતત વધી રહેલા તેલના ભાવોને કારણે પેટ્રોલિયમ પેદાશોના ( Petroleum products ) ભાવ પણ ખુબ...
કોવિડ-૧૯ નો રોગચાળો જેના કારણે ફાટ્યો છે તે કોરોના વાયરસ સાર્સ-કોવ-ટુ એ પોતાના સ્વરૂપ બદલવા માંડ્યાં અને જુદા જુદા પ્રદેશોમાં તેના જે...
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (rbi ) ના ગવર્નર શકિતકાંત દાસે આજે કેન્દ્રીય બેંક ( central bank) ની નાણાંકીય નીતિ સમિતિ (mpc) ના...
ગાંધીનગર: માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-રની જાહેરાત ક્રમાંકઃર/૨૦૨૦-૨૧ અને સિનિયર સબ ઓડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ની...
surat : ગુજરાત હાઇકોર્ટના ( gujrat highcourt) જસ્ટિસને પણ 9 વર્ષે ન્યાય મળ્યો છે. જસ્ટિસ ( justice) ઉપર ચપ્પલ ફેંકનાર એક યુવાનને...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને મારી નાખવાની ધમકી આપનારા વ્યક્તિની દિલ્હી પોલીસે ( delhi police) ધરપકડ કરી લીધી છે. કહેવાય...
surat : અમેરિકા દ્વારા બે મહિના અગાઉ ભારત, ઓસ્ટ્રિયા, ઇટાલી, સ્પેન અને તુર્કીની જુદી જુદી પ્રોડક્ટ પર 25 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી (...
ગૂગલ ( google) સામે કર્ણાટકમાં ખુબ રોષ ફાટી નીકળ્યો છે. વાત જાણે એમ છે કે ગૂગલના સર્ચ એન્જિને મોટો ભાંગરો વાટી નાખ્યો....
જ્યાં સુપ્રીમ કોર્ટે ( supreme court) ખાનગી ક્ષેત્રમાં રસીકરણને ( vaccination) લગતી સિસ્ટમ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તે જ સમયે, દેશની...
કોરોના સંક્રમણના ત્રીજા વૅવની સંભાવના સામે રાજ્ય સરકાર એક્શન પ્લાન ઘડવા સાથે સજ્જ થઈ રહી છે ત્યારે સીએમ વિજય રૂપાણીએ ગુરૂવારે રાજ્યના...
રાજ્યમાં પંચાયતો મિનિ સચિવાલય બને તેવા આઠ જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ કરાયું છે એટલું જ નહીં તેનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું....
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે ગુરૂવારે રાજ્યભરમાં અમદાવાદ, કઠવાડા, તિલકવાડા, દ્વારકા, મહેસાણા, કાલાવાડ – જામનગર, પોરબંદર અને કપડવંજ સહિત જુદા જુદા 9...
ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગ અદ્યતન સુવિધા સાથે તૈયાર કરાયું છે. પરંતુ તેમાં ઝરણાનું પાણી ભરાઇ રહેવાના કારણે વાહન પાર્કિંગ શોભાના ગાંઠિયાસમાન બની...
રાજ્યમાં કોરોના કાળમાં માતા- પિતા બન્ને કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને 18 વર્ષ સુધીની ઉંમર સુધી પ્રતિ માસ 4 હજારની સહાય...
મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ એપીએમસી સબ સેન્ટરમાં વેપારીઓ ખેડૂતો પર કેરીની લે-વેચમાં ૨૦ કિલો દીઠ એક કિલો કેરી કમિશન પેટે લેતાં...
ઓલપાડ તાલુકાના શેરડી ગામે એક શ્રમજીવી પરિવારના બે ભાઇઓને જમવા બાબતે ઝઘડો થયો હતો. આ બબાલમાં બંને પુત્રોને છોડાવવા વચ્ચે પડેલા બાપને...
મહુવા તાલુકાનાં અનેક ગામોનાં ચેકડેમો સૂકાભટ્ટ જોવા મળી રહ્યાં છે. ચોમાસાના પ્રારંભના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લાખોના ખર્ચે નિર્માણ કરાયેલા...
સુરત : પાંડેસરા (Pandesra)માં ઘરખર્ચ મુદ્દે થયેલી માથાકૂટમાં પતિ (Husband)એ પત્ની (Wife)ને ટૂંપો આપીને હત્યા (Murder) કરી નાંખી હતી. પત્નીને અંતિમસંસ્કાર (funeral)...
રાજ્યમાં વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આવતીકાલ શુક્રવાર તા.૪ જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે...
સુરત: સચિન સ્થિત સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (Surat special economics zone)ની યુનિવર્સલ જેમ્સમાં લેબગ્રોન ડાયમંડ (Lebgron diamond) સાથે નેચરલ હીરા (natural diamond)...
વૉશિંગ્ટન: 40 વર્ષ પછી ન્યૂયોર્ક (New York)માં રહેતી એક મહિલા દ્વારા ડોક્ટર (doctor) પર વીર્ય હેરાફેરી (semen rigging)નો વિવાદાસ્પદ આરોપ મુકાયો છે. મહિલાનો...
સુરત: (Surat) શહેર કોરોનાની બીજી લહેરમાંથી ઝડપથી પસાર થઈ નીકળી ચૂક્યું છે. માર્ચ મહિનાની શરૂઆતથી શહેરમાં કોરોનાના કેસ (Corona Case) ફરીથી વધવા...
સમગ્ર દેશમાં કોરોનાના બીજા મોજા (Corona second wave)એ મહારાષ્ટ્ર (Maharashtra)ને સૌથી વધુ અસર કરી છે. ત્યારે હવે અહીં સ્થિતિ ધીરે ધીરે સારી થઈ...
એપી, તાઇપેઇ: ગયા મહિને માત્ર 5 દિવસ (Only in 5 days)ના ગાળામાં ચીને એની કોવિડ-19 રસીઓ (Chinese covid-19 vaccine) ના 10 કરોડ...
ગાંંધીનગર: (Gandhinagar) ધોરણ-10 (10th Class) ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે તેમના પરિણામ અને માર્કશીટને લઈને વાલી-વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ દૂર થશે...
નવી દિલ્હી: એલોપેથી દવા (Allopathy medicine)ઓ સામે નિવેદનો (comments by baba ramdev) કરવા બદલ અને પતંજલિની ટૂલકિટ કોવિડ-19ની સારવાર છે એવો દાવો...
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણથી ભરેલા ત્રણ વર્ષની કાર્યકાળને અવધિ 12 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. 156 બેઠકો પર વિજય સાથે શપથ લીધા બાદ તેમણે સુશાસન, વિકાસ અને સેવા આધારિત રાજ્યવ્યવસ્થાના નવા ધોરણો સ્થાપિત કર્યા છે. આ ત્રણ વર્ષ દરમ્યાન આંતરરાષ્ટ્રીય સ્તરના G-20 મીટીંગ્સ અને 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળ બનાવવામાં તેમનું નેતૃત્વ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. પ્રથમ વાર ચારેય પ્રદેશોમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ યોજીને રાજ્યની પ્રાદેશિક શક્તિઓને વૈશ્વિક ઉંચાઈ સુધી પહોંચાડવાનો માર્ગ તૈયાર કર્યો છે. 2025ની એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે તેમની તાત્કાલિક, સંવેદનશીલ અને અસરકારક સંકટ વ્યવસ્થાપન ક્ષમતા સમગ્ર દેશમાં પ્રશંસિત બની. વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરીને ગુજરાતના શહેરોને આધુનિક, હરિત અને ટેકનોલોજી આધારિત બનાવવા માટેનો વ્યાપક અભિયાન શરૂ કરાયું. આ સાથે જ ગૌરવપૂર્ણ રીતે ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળવાનું શ્રેય પણ તેમના નેતૃત્વને જાય છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ગવર્નન્સ જેવા અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. રાજ્ય આજે સેમિકન્ડક્ટર અને નવીનીકરણીય ઊર્જાનું અગ્રણી હબ બની રહ્યું છે. કૃષિ કલ્યાણ ક્ષેત્રે કિસાન સૂર્યોદય યોજના મારફતે 16,899 ગામોમાં દિવસે વીજળી પહોંચાડવામાં આવી છે. ભારે વરસાદ અને કમોસમી પરિસ્થિતિઓમાં પાક નુકસાન સહન કરનારા ખેડૂતો માટે કુલ ₹10,947 કરોડના રાહત પેકેજો જાહેર કરાયા, જ્યારે 10 લાખથી વધુ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ અપાયો. શૂન્ય ટકાના પાક ધિરાણ પર છેલ્લા ત્રણ વર્ષમાં 33 લાખથી વધુ ખેડૂતોને ₹3030 કરોડથી વધુની વ્યાજ સહાય મળી છે.
મહિલા સશક્તીકરણની વાત કરીએ તો લખપતિ દીદીની સંખ્યા 5.96 લાખ સુધી પહોંચી છે, અને નારી ગૌરવ નીતિ–2024 મારફતે મહિલાઓ માટેની યોજનાઓ વધુ મજબૂત બનેલી છે. ગુજરાતે પ્રથમવાર 1 લાખ કરોડથી વધુનું જેન્ડર બજેટ રજૂ કર્યો અને 804 મહિલા કેન્દ્રિત યોજનાઓ અમલમાં છે. માતૃશક્તિ યોજના મારફતે દર વર્ષે 4 લાખથી વધુ મહિલાઓને સહાય મળે છે, જ્યારે અંત્યોદય પરિવારોની મહિલાઓ માટે જી-સફલ યોજના શરૂ કરાઈ છે. આરોગ્ય ક્ષેત્રે PMJAY-MA હેઠળ સહાય ₹5 લાખથી વધારી ₹10 લાખ કરવામાં આવી છે; બાળ અને માતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે; અને ગુજરાત સ્કૂલના બાળકોને ડિજિટલ હેલ્થ કાર્ડ આપનાર દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. નમો શ્રી યોજના હેઠળ 3.88 લાખ માતાઓને ₹238.77 કરોડની સહાય અને રાજ્યમાં 465 કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે ગુજરાત પ્રથમ સ્થાને છે.
શિક્ષણ ક્ષેત્રે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ હેઠળ 13 હજારથી વધુ વર્ગખંડ, 21 હજાર કમ્પ્યુટર લેબ્સ, 1.09 લાખ સ્માર્ટ ક્લાસરૂમ અને 5 હજાર સ્ટેમ લેબ્સ શરૂ થઈ ચૂકી છે. 10 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજનામાં ₹1000 કરોડની સહાય અને 1.5 લાખ વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં ₹161 કરોડથી વધારે સહાય આપવામાં આવી છે. આદિજાતિ કલ્યાણ ક્ષેત્રે ₹746 કરોડનો વધારો અને જનજાતીય ગૌરવ દિવસ પર નવી યોજનાઓ શરૂ થઈ છે. યુવા વિકાસમાં ગુજરાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આગેવાની લીધી છે; 71 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો અને કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ સહિત અનેક રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું આયોજન રાજ્યએ કર્યું છે. i-Hub મારફતે 600 સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન અને 402 સ્ટાર્ટઅપ્સને ₹23 કરોડની સહાય આપવામાં આવી છે.
સુશાસન ક્ષેત્રે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. GRIT અને GARCની સ્થાપનાથી નીતિ અને વહીવટી સુધારણા ઝડપી બન્યા છે. 112 જનરક્ષક પ્રોજેક્ટથી તમામ ઇમરજન્સી સેવાઓ એક જ નંબર હેઠળ આવી છે. જમીન હેતુફેરમાં મહત્ત્વના સુધારા, ખેતીની નવી–જૂની શરતો દૂર કરવી અને કલેક્ટર સ્તરે પ્રીમિયમ મંજૂરી જેવી લાંબા ગાળાના સુધારા અમલમાં આવ્યા છે. શહેરી વિકાસમાં મેટ્રો ફેઝ–2નું લોકાર્પણ, 6 સ્માર્ટ શહેરોમાં ₹11 હજાર કરોડના પ્રોજેક્ટસ, 9 નવી મહાનગરપાલિકાઓ અને 226 ટીપી સ્કીમોની મંજૂરી જેવા મોટા કાર્યો થયા છે. અમદાવાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશનું નંબર 1 શહેર બન્યું છે અને સુરત સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં ટોચના સ્થાને રહ્યું છે.
અગ્રેસર ગુજરાત તરફ, સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચાર વર્ષ દેશના પ્રથમ ક્રમે રહેવાનું ગૌરવ, યુનેસ્કો દ્વારા ગરબાનું અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે માન્યતા, ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોમાં સ્થાન અને સ્મૃતિવન મ્યુઝિયમને વિશ્વના 7 સુંદર મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે. શાંતિ–સુરક્ષાના ક્ષેત્રમાં ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષમાં ₹5426 કરોડના ડ્રગ્સ જપ્ત કર્યા છે; 7000 CCTV કેમેરા હેઠળ 14 હજારથી વધુ કેસોમાં મદદ મળી છે; i-PRAGATI અને ‘તેરા તુઝકો અર્પણ’ સહિતના પોર્ટલથી પોલીસ સેવાઓમાં પારદર્શિતા વધારી છે; ANTF યુનિટ્સનું વિસ્તરણ અને GP-DRASTI ડ્રોન સર્વેલન્સ પ્રોજેક્ટથી રાજ્યની સુરક્ષા વધુ મજબૂત બની છે.