હું 24 વર્ષનો પરિણીત યુવાન છું. મારે એક બેબી છે. મારા વીર્યમાં ચોખા જેવા કણ આવે છે. શું મારામાં કોઇ રોગ છે?...
1994 માં મનુભાઇએ તેમના એક પત્રમાં લખેલું કે ‘ગાંધી સવાસો નિમિત્તે આકાશવાણી રાજકોટે કાર્યક્રમોનું આયોજન કર્યું હશે.’ તેમનો આ દિશાનિર્દેશ કદાચ અમે...
એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નવ દસ ગ્યારાહ બારાહ તેરા…તેરા કરું તેરા કરું ગીન ગીન કે ઇન્તઝાર આજા પિયા...
આપણા દેશનો વસતીનો પ્રશ્ન વિવાદીત રહ્યો છે અને તે વિવાદ સાથે રાજકારણીઓને પણ રમવાનું ફાવ્યું છે અને તેથી આવતાં વર્ષે જ્યારે ઉત્તર...
ભારતીય કંપનીઓના મેનેજમેન્ટના વર્તનમાં ફેરફારની તાતી જરૂર છે. આપણે ત્યાં કહેવત છે કે ‘ગરજ પડે ત્યારે ગધેડાને પણ બાપ કહેવો’ આ જ...
દિલીપ – રાજ – દેવ… તમે એને ત્રિમૂર્તિ કહી શકો- તમે એને ત્રિદેવ કહી શકો..તમને ગમતા એવા હુલામણા નામથી પણ એમને સંબોધી...
જેતરમાં અમેરિકાની ડિફેન્સ રિસર્ચ સંસ્થા પેન્ટાગોનના એક રિપોર્ટથી દુનિયા અચંબામાં પડી ગઈ હતી! પેન્ટાગોને પોતાના આ રિપોર્ટમાં એવું સ્વીકાર્યું છે કે, આ...
૧૯૭૪ની ૧૦ ડિસેમ્બરે હેનરી કિસીંજરની અધ્યક્ષતામાં કામ કરી રહેલી અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે એક ગુપ્ત દસ્તાવેજ તૈયાર કર્યો, જેનું નામ હતું :...
અમદાવાદ રાજ્યની જુની રાજધાની દરિયાપુર જિમખાનામાં ‘જુગારનગરી’ પકડાઈ? ક્યારથી કાર્યરત હશે કે તેના સંચાલકે દેશના નેતાઓ 20 IPS ના ફોટાઓ લટકાવેલા એ...
વડા પ્રધાન બન્યા પછી મુદત ધરાવતું કંઈક નવું કરવાના ઉત્સાહમાં નોટબંધી જેવો વ્યાપક અને અજાણી અસર ધરાવતો નિર્ણય તેમણે એકલપંડે લઈ પાડયો...
ચાર-ચાર પેઢીને ઘેલું લગાડયું આ અભિનયસમ્રાટે દેવ-દિલીપ-રાજ. આ ત્રણેનું સીને-જગત પર હતું. રાજ એક અલગારી અદાકાર, એક એકટીંગનો બાદશાહ ને ત્રીજો હતો...
એક્ટીંગની યુનિવર્સિટી ટ્રેજેડીકિંગ દિલીપકુમારે તા. 7-7-21 ના રોજ 98 વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લીધી. દિલિપ સા’બના છેલ્લા શ્વાસ સુધી તેમની સાથે...
એક ઘનઘોર જંગલ હતું.એક માણસ તેમાંથી પસાર થઈ રહ્યો હતો અંધારું થઈ ગયું હતું અચાનક તેને સિંહની ત્રાડ સાંભળી અને ડરીને તે...
પ્રધાન મંડળની લગભગ દરેક પુનર્રચના જૂના કે નવા પ્રધાન માટે લોકોની શું લાગણી છે તેને ધ્યાનમાં રાખવાને બદલે રાજકીય ગણતરીથી જ થતી...
દીકરો જલદી લગ્ન કરી લે તો સારું. હાશ, આપણી જવાબદારી પૂરી. બહુ વર્ષો સંસારના ઢસરડા કર્યા. બસ, હવે તો આપણી જિંદગી જીવવી...
આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે, સમયસર શરૂ થઇ જશે અને ઇશાન ભારતના વિસ્તારોને બાદ કરતા દેશના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે...
સુખસર: હાલ ચોમાસુ વરસાદની સીઝન શરૂ થતાની સાથે જ ફતેપુરા એમજીવીસીએલના જવાબદારોની ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવતાં વીજ પ્રવાહ પ્રત્યે બેદરકારી ઉડીને આંખે...
દાહોદ: દેવગઢ બારીઆ તાલુકાના ઉચવાણ ગામે પરણિતા યુવક સાથે ભાગી ગયાં બાદ તેના પ્રથમ પતિ તથા તેની સાથે અન્ય છ થી સાત...
ગોધરા: મોરવા હડફ ના કસનપુર ગામના પટેલ ફળિયાના એક રહેણાંક મકાનમા આગ લાગતા અફરાતરફીનો માહોલ સર્જાયો હતો.ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચીને આગને...
વડોદરા : પાલિકાના ગ્રીનબેલ્ટ સંસ્થાઓને ખેરાત કરવાનું સુનિયોજિત આયોજન ખુલ્લું પડી ગયું. ભૂતકાળમાં અપાયા 46 પ્લોટમાં સાંસદ હતા પણ લાભા લીધી. વનીકરણ...
ડભોઇ : કલેકટર કચેરીની ખાણ અને ખનીજ શાખાને ડભોઇ તાલુકાના કરનેટ (ઝવેરપુરા) ગામે ઓરસંગ નદીના પટમાં સાદી રેતી ખનિજ ના બિન અધિકૃત...
ડભોઇ : કલેકટર કચેરીની ખાણ અને ખનીજ શાખાને ડભોઇ તાલુકાના કરનેટ (ઝવેરપુરા) ગામે ઓરસંગ નદીના પટમાં સાદી રેતી ખનિજ ના બિન અધિકૃત...
વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ શ્રીનાથ પેટ્રોલ પંપ થી અમિત નગર સર્કલ તરફના માર્ગ ઉપર જમીન સંપાદન દરમ્યાન 4.91 કરોડનું વળતર સંસ્થાને ચૂકવવા...
દાહોદ: (Dahod) દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક ૨૩ વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી...
વડોદરા: સમગ્ર રાજયમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં આરટીઈ અંતર્ગત ધો.1ના પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન...
વડોદરા: એક તરફ રાજય સરકાર વધુ લોકોને રસી લે તે માટેના પ્રયત્ન કરી રહી છે ત્યારે બીજી તરફ લોકો રસી લેવા માટે...
રાજ્યની યુનિવર્સિટી સંલગ્ન બિન સરકારી અનુદાનિત વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદા અને શિક્ષણ વિદ્યાશાખાની કોલેજોમાં ખાલી જગ્યાઓ માટે સહાયક અધ્યાપકની ભારતીય પ્રક્રિયા માટેના...
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર પ્રદેશ સરકારે વસ્તી નિયંત્રણ (Population Control) માટે ખરડો રજૂ કર્યો છે. જેમાં ખાસ કરીને સબસિડી, નોકરી, બઢતી અને સ્થાનિક...
પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.16મી જુલાઈના રોજ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવવાના હતા. જો કે હવે પીએમ મોદી આગામી તા.૧૬મીના રોજ...
સુરત: (Surat) ભારત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તથા કેમિકલ ફર્ટિલાઇઝર્સ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના નવ ઉદ્યોગકારોનું...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.