સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
નવી દિલ્હીઃ અયોધ્યા-કાશી-મથુરા અને સંભલની જેમ અજમેર શરીફ દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો છે. હિંદુ સેનાની અરજીમાં અજમેર શરીફ દરગાહને મહાદેવનું મંદિર ગણાવવામાં આવ્યું છે. અજમેર સિવિલ કોર્ટે અરજી સ્વીકારી છે અને તમામ પક્ષકારોને નોટિસ પાઠવી જવાબ માંગવામાં આવ્યો છે. આ અરજી પર આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થશે.
અખિલ ભારતીય સજ્જાદંશિન કાઉન્સિલના પ્રમુખ સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ હિન્દુ સેનાના દાવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ઓવૈસીએ આ મુદ્દે પીએમને 1991ના પૂજા સ્થળ અધિનિયમનો હવાલો આપીને ઘેર્યા હતા. અરજીમાં 1911માં નિવૃત્ત ન્યાયાધીશ હરબિલાસ સારડા દ્વારા લખાયેલ પુસ્તક ‘અજમેરઃ ઐતિહાસિક અને વર્ણનાત્મક’નો સંદર્ભ આપવામાં આવ્યો છે. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે દરગાહના નિર્માણમાં મંદિરના કાટમાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વળી, એવું કહેવાય છે કે ગર્ભગૃહ અને સંકુલમાં જૈન મંદિર છે.
અરજીકર્તાના વકીલ રામસ્વરૂપ બિશ્નોઈએ નિવૃત્ત ન્યાયાધીશ હરવિલાસ શારદાના પુસ્તકને ટાંક્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે દરગાહના નિર્માણમાં હિંદુ મંદિરના કાટમાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પુસ્તકમાં દરગાહની અંદર એક ભોંયરું છે, જેમાં શિવ લિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પુસ્તકમાં દરગાહની રચનામાં જૈન મંદિરના અવશેષો અને તેના 75 ફૂટ ઊંચા બુલંદ દરવાજાના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા મંદિરના કાટમાળના તત્વોનો પણ ઉલ્લેખ છે.
આ શિવલિંગની પરંપરાગત રીતે બ્રાહ્મણ પરિવાર દ્વારા પૂજા કરવામાં આવતી હોવાનું કહેવાય છે અને દરગાહના 75 ફૂટ ઊંચા દરવાજાનું માળખું જૈન મંદિરના અવશેષોની હાજરી સૂચવે છે. અરજીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને દરગાહનું સર્વેક્ષણ કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે જેથી શિવલિંગ જે વિસ્તારમાં હોવાનું કહેવાય છે ત્યાં પૂજા ફરી શરૂ કરી શકાય.
પૃથ્વીરાજ ચૌહાણના વંશજોએ મહાદેવ મંદિર બનાવ્યું હતું
અજમેર વિશે એક રસપ્રદ તથ્ય એ છે કે પૃથ્વીરાજ ચૌહાણે પણ અહીં શાસન કર્યું હતું. ન્યાયાધીશ હરવિલાસે જણાવ્યું કે અજમેર મહાન યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણના વંશજોએ આ મંદિર બનાવ્યું હતું.
દાવો શું છે ?
વાદી વિષ્ણુ ગુપ્તાના એડવોકેટ યોગેશ સિરોજાએ જણાવ્યું હતું કે સિવિલ કેસના જજ મનમોહન ચંદેલની કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી. સિરોજાએ કહ્યું, ‘દરગાહમાં શિવ મંદિર હોવાનું કહેવાય છે. અગાઉ પૂજા પાઠ થતો હતો. સપ્ટેમ્બર 2024માં પૂજા પાઠ ફરી શરૂ કરવા માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
કોર્ટે દાવો સ્વીકારીને નોટિસ જારી કરી છે. તેમણે કહ્યું કે આ સંબંધમાં અજમેર દરગાહ સમિતિ, લઘુમતી મંત્રાલય, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) કાર્યાલય-નવી દિલ્હીને સમન્સ જારી કરવામાં આવ્યા છે. ફરિયાદી વિષ્ણુ ગુપ્તાએ કહ્યું, અમારી માંગ હતી કે અજમેર દરગાહને સંકટ મોચન મહાદેવ મંદિર જાહેર કરવામાં આવે અને જો દરગાહનું કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન હોય તો તેને રદ કરવું જોઈએ. તેનો સર્વે ASI મારફત થવો જોઈએ અને હિન્દુઓને ત્યાં પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ.
દરગાહ સંચાલકોએ ચિંતા વ્યક્ત કરી
કોર્ટની કાર્યવાહીના જવાબમાં દરગાહના કેરટેકર્સની દેખરેખ રાખતી અંજુમન કમિટીના સેક્રેટરી સૈયદ સરવર ચિશ્તીએ આવા વિવાદોની અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટનો ઉલ્લેખ કર્યો. 1991માં ઘડવામાં આવેલ આ પ્લેસ ઓફ વર્શીપ એક્ટમાં કહેવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટ, 1947 પહેલા અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધર્મના પૂજા સ્થળને અન્ય કોઈ ધર્મના પૂજા સ્થળમાં ફેરવી શકાય નહીં.
ચિશ્તીએ દરગાહના 800 વર્ષથી વધુના લાંબા ઈતિહાસને રેખાંકિત કર્યો અને દરગાહ પર ASIના અધિકારક્ષેત્ર પર વિવાદ કર્યો, જે લઘુમતી બાબતોના મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ છે.