Latest News

More Posts

સુરત: પોતાની જાતને સમગ્ર વિસ્તારના ભાઇલોગ સમજતા લઘુ કદના રાજકારણીની મુશ્કેલીઓ પક્ષમાં પણ વધી શકે તેમ છે. કારણ કે તેઓ જે પક્ષમાં છે તેની વિચારધારાથી બિલકુલ વિપરીત આ લઘુ રાજકારણીના ભાઇએ પોતાના જ ઘરમાં બે-બે હિન્દુ પત્નીઓ રાખી છે. જેને પગલે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કેમ ભેદી મૌન ધારણ કર્યું છે? તે જેની મદદ માટે મહિલાને ધાકધમકી આપે છે તે કેસ સામાન્ય નથી.

  • હિન્દુ મહિલાઓને જાળમાં ફસાવતા આ રાજકારણીના ભાઇ સામે કાર્યકરોમાં આક્રોશ

કારણ કે સગીર વયની દિકરી પોતાની મરજીથી પણ શરીર સંબંધ બાંધે તો તેને બળાત્કાર જ ગણી શકાય. તે જે પક્ષમાંથી આવે છે તેના સન્માનજનક નેતાઓ આવી પ્રવૃત્તિઓ કોઇ કાળે ચલાવી શકે તેમ નથી. એટલું જ નહીં તે એક જૈન સમાજની મહિલાને પણ ફસાવવા માટે જાળ બિછાવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમગ્ર કેસની જે માહિતી મળે છે તે બિહારના કોઇ રાજકારણી હોય તેવી સ્ટાઇલની છે. પરંતુ ધાકધમકી આપનારાએ સમજી લેવું જોઇએ કે આ ગુજરાત છે. ગુજરાતે તેની અસ્મિતા હજી પણ જાળવી રાખી છે. એટલે તેનો ભંગ કરનારને ગુજરાતની જનતા તો ઠીક પણ તેનો પક્ષ પણ ચલાવી શકે તેમ નથી.

બીજી મહત્વની વાત એ કે તે જે પક્ષમાંથી આવે છે તે પક્ષ ધર્માંતરણનો સખત વિરોધી છે. એ ઉપરાંત બહુપત્નીત્વને તો આ પક્ષમાં કોઇ સ્થાન જ નથી. તેવો આદેશ વારંવાર ઉચ્ચ કક્ષાના નેતાઓ તરફથી મળતો આવ્યો છે. તેમ છતાં લઘુકદના નેતાના બંધુએ બે-બે હિન્દુ પત્નીઓ કરી છે. જેનાથી આ વિસ્તારમાં રહેતા પ્રજાજનોમાં એવો આક્રોશ છે કે જે ટાળી શકાય તેમ નથી.

તાત્કાલિક રીતે આવી પ્રવૃત્તિ કરનારા રસિયાઓને પક્ષની બહારનો રસ્તો બતાવવો જોઇએ તેવી પ્રબળ માંગણી પક્ષના જ કાર્યકરો અને સ્થાનિક નેતાઓ કરી રહ્યા છે. આ જ વિસ્તારના અન્ય એક રાજકારણી પણ તેની કામલીલા માટે ચર્ચાનો વિષય બન્યા છે. તેણે પણ અન્ય એક યુવતીને ડીંડોલીમાં એક નહીં પણ બે ઘર અપાવ્યા છે. બસમાં ફરવા માટે જાણીતા આ નેતા બીજાના ઘરનો સંસાર ભાંગે તે પહેલા તે જે પક્ષમાંથી આવે છે તે પક્ષના નેતાઓએ જાગી જવાનો સમય છે.

To Top