નવી દિલ્હી (New Delhi): સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) અને ફેસબુકને (Facebook) કેન્દ્ર સરકાર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને...
વર્ષ 2021 માં કોરોના રોગચાળા વચ્ચે બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ (Bengal, Assam, Tamil Nadu, Kerala) સહિતના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ...
નવસારી: નવસારી (NAVSARI)-વિજલપોર નગરપાલિકા અને ગણદેવી નગરપાલિકા સહિત જિલ્લા પંચાયતોમાં ભાજપના ઉમેદવારો (BJP CANDIDATES)નાં નામો જાહેર થતાં જ ભાજપી આગેવાનોમાં ખુશીનો માહોલ...
ચમોલી : ઉત્તરાખંડના (Uttarakhand) ચમોલી જિલ્લામાં રવિવારે 14 કિમી લાંબી ગ્લેશ્યિર તૂટી પડતા ભારે જાનહાનિ અને મોટી હોનારત સર્જાઇ છે. આ હોનારત...
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે કોટન ઇમ્પોર્ટ કરવા પર ઇમ્પોર્ટ ડ્યૂટી (IMPORT DUTY) નાખવામાં આવી છે. જેને પગલે...
વલસાડ, ધરમપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી (LOCAL BODY ELECTION) અંતર્ગત બુધવારે મોડી સાંજે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લા પંચાયતની 38 બેઠક, 6 તાલુકાની...
SURAT : અમરેલી ( AMRELI) જિલ્લામાં રેલ વ્યવહાર સંપુર્ણ બંધ છે. ત્યારે સુરત, મુંબઇ, અમદાવાદ જેવા શહેરોમાં જવા માટે ખાનગી લકઝરી બસો...
બીલીમોરા: લાંબા સમય (LONG TIME) થી જેની રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ બુધવાર સાંજે ઉમેદવારોની નમાવલી...
પ્રયાગરાજમાં (Prayagraj) માઘ મેળાનો ત્રીજો મોટો સ્નાન મહોત્સવ, મૌની અમાસ નિમિત્તે, સંગમ દરિયાકાંઠે આસ્થાનો માહોલ છે. એવામાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી...
BARDOLI : સુરત જિલ્લા પંચાયતમાં આજે ભાજપ દ્વારા એક બેઠકને બાદ કરતાં બાકીની 35 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં હતાં....
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત અને ઉમેદવારોની યાદી જાહેર થતા જ શહેરમાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરોશોરોમાં થઈ રહ્યો છે. હજી સુધી...
સુરત: (Surat) ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Election) માટે ફાયનલ ઉમેદવારોની યાદી તમામ પાર્ટીઓ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપ,...
સંયુક્ત રાષ્ટ્ર દર વર્ષે 11 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા વૈજ્ઞાનિક ( international women scientist day) દિવસની ઉજવણી કરે છે. મહિલાઓ અને છોકરીઓને સ્ટેમ...
મુંબઇ (Mumbai): મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshiyari) વચ્ચે ફરી એકવાર વિવાદ ઊભો...
વિશ્વમાં કોરોના (Corona) દર્દીઓની સંખ્યા 10.78 કરોડને વટાવી ગઈ છે. 78 મિલિયનથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 23 લાખ 63...
આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ ( INTERNATIONAL CRIMINAL COURT) ના નિર્ણયથી પરેશાન ઇઝરાઇલે ( ISRAEL) ભારતની મદદ માંગી છે. ધ હેગની આંતરરાષ્ટ્રીય અદાલતે ગયા...
વિશ્વની સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ભારતીય રેલવેનું એક માળખું એટલે નેરોગેજ રેલવે. આ ઐતિહાસિક ધરોહરસમી વઘઈ-બીલીમોરા નેરોગેજ ટ્રેન ગત...
નોટબંધી પછી અમલમાં આવેલ નવી ચલણી નોટોનો ઉપયોગ આપણે બધાએ જ કર્યો છે. નવા રૂપ – રંગ અને આકર્ષક દેખાવની આવી ઘણી...
મુંબઇ : કપૂર પરિવાર (Kapoor Family) આજકાલ દરરોજ કોઇને કોઇ સમાચારને લઇને ખબરોમાં રહી રહ્યો છે. એક તરફ પોતાની ડિલીવરીને લઇને કરીના...
એક સરસ વાર્તા છે. એક જંગલમાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ રહે અને બધાં પ્રાણીઓ વચ્ચે સારો સંપ અને બધાં એકબીજાને મદદ કરતાં રહે...
કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને હોમ કલ્ચર ( HOME CULTURE) થી કામ વધ્યું છે. આ સંસ્કૃતિના ફાયદા છે, તો પછી નુકસાન થઈ શકે...
સંપત્તિનું સર્જન અર્થાત્ ક્રિએશન ઓફ વેલ્થ એ વાક્યપ્રયોગ એ જમાનામાં ફેશનમાં હતો. જે લોકો મૂડીવાદનો વિરોધ કરે તેને કહેવામાં આવતું હતું કે...
ભારત સરકારમાં જ્યારે પણ કોઈ સાંસદનો મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવે ત્યારે તેને પદ અને ગોપનીયતાના સોગંદ લેવડાવવામાં આવે છે. સાથે સાથે...
મુંબઈ. પુણે પોલીસે 2 ફેબ્રુઆરીએ 11 વર્ષીય છોકરાની હત્યા (MURDER)ના કેસમાં 13 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. છોકરાની ડેડબોડી ગત મહિનાની 31...
નવી દિલ્હી (New Delhi): રક્ષામંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath singh) ગુરૂવારે રાજ્યસભામાં ભારત-ચીન સરહદીય વિવાદને (India China Face Off) લઇને મોટો...
ચમોલી ( CHAMOLI) ઉત્તરાખંડ ( UTTRAKHAND) સ્થિત ચમોલી દુર્ઘટનામાં રાજ્ય પોલીસમાં હેડ કોન્સટેબલ તરીકે કામ કરતો 4૨ વર્ષનો મનોજ ચૌધરી ( MANOJ...
ગોધરા: લુણાવાડા રોડ ઉપર ખાનગી કંપની દ્વારા ખોદકામની કામગીરી દરમિયાન પીવાના પાણી ની લાઈન તૂટતાં આ વિસ્તારના રહીશોને પીવાનું પાણી મળતુ બંધ...
દાહોદ: દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે કડાણાની પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા છેલ્લા સાતેક દિવસથી આ પાણીનો વેડફાટ થવાની સાથે સાથે આ...
GANDHINAGAR : ગુજરાત ભાજપ ( BHAJAP) ના લાખો કાર્યકર્તાઓ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તૈયારીઓ કરી રહ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા...
26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસા સંદર્ભે ધરપકડ કરાયેલા અભિનેતા-કાર્યકર દીપ સિદ્ધુએ દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન આ વાક્ય...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.