ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે, જેમણે સ્થાનિક બોડીની ચૂંટણીમાં સુરતમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું, એ તમામ...
લોકો સામાન્ય રીતે એવી ઇચ્છા વ્યક્ત કરે છે કે મૃત્યુ પછી તેમના હાડકાં તેમના પ્રિય સ્થળે વહેવા જોઈએ, અથવા તો લોકો મરતા...
ahemdabad : રાજ્ય સરકારનું અંદાજપત્ર પણ આમ નાગરિકો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે ‘ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન’ તૈયાર કરાઈ છે. રાજ્ય...
દાહોદ : દાહોદ જિલ્લાની સરહદી વિસ્તારમાં હાલ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાયા તેની તકેદારીને ધ્યાનમાં રાખી ટીમો ખડકી દેવામાં...
કાલોલ : કાલોલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની રવિવારે યોજાનાર મતદાન પુર્વે ચુંટણીતંત્રના નિયમ મુજબ શુક્રવારે સાંજથી પ્રચારના પડઘમ શાંત પડી...
હૈતીની સરકારે ( haiti goverment) શુક્રવારે કહ્યું હતું કે 400 થી વધુ કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા અને ગોળીબારમાં જેલના અધિકારી સહિત...
વડોદરા : રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના નામની બાદબાકી કરાતાં દલિત સમાજમાં આક્રોશ ફાટી...
વડોદરા : શહેરના વાઘોડીયા રોડ સ્થિત પુષ્ટિહાર સોસાયટી સહિત પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીમાં પીવાનું પાણી કાળા રંગનું આવતું હોવાથી લોકોએ ટોલ ફ્રી...
વડોદરા: આજે શુક્રવારે સાંજે 6 વાગે જિલ્લા તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીનો દેકારો શાંત થઈ જશે તે સાથે પ્રચાર માટે શહેરો,...
દુનિયાભરના વધતા જતા હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા સરકારો નવા પગલા લઈ રહી છે. ભારતમાં ઇલેક્ટ્રિકલ વાહનો માટે માળખાગત સુવિધાને મજબૂત કરવા ઉપરાંત,...
અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો અધિકાર અને જવાબદારી સિક્કાની બે બાજુ જેવાં છે. જો મીડિયા દ્વારા તેને મળેલી આઝાદીનો દુરુપયોગ કરવામાં આવે તો સરકારને સેન્સરશીપ લાદવાની...
હ્રદય રોગોનું (Heart Problmes) મુખ્ય કારણ સ્નાયુઓ, વાલ્વ, ધબકારા, કાર્ડિયોમાયોપેથી છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં રુધિરવાહિનીઓ અસરગ્રસ્ત થાય છે, ધમનીઓ સખત બને છે...
નેલ્લોર (Nellore): આંધ્રપ્રદેશ (Andhra Pradesh) ના નેલ્લોર જિલ્લામાં આવેલા એક દંપતીએ તેમની 12 વર્ષની બાળકીને 46 વર્ષના એક વ્યક્તિને વેચી દીધી. દંપતીએ...
આમ આદમી પાર્ટીનો ચૂંટણીમા એજન્ડા શું હતો એની મને ખબર નથી. એ તો ઠીક ,એના કોઈ ઉમેદવારને હું જાણતો નથી. પણ દૈનિકમાં...
કોરોના ( corona) પર પ્રથમ નિયંત્રણ મેળવનાર ચીને ( chine) રસીની બાબતમાં દુનિયાને કઈક કરી બતાવવાની તક ગુમાવી દીધી છે. કોરોનાથી સૌથી...
વિલિયમ શેક્સપિયરનું વિધાન “ what is a name ?” આ તબક્કે યાદ આવી જાય છે. શેક્સપિયરે કહ્યું હતું “ગુલાબને આપણે બીજા નામે...
કુદરતને ખોળે જન્મતા, રમતા, મૃત્યુ પામતા જીવો સદા સ્વસ્થ રહી શકતા નથી. આરોગ્ય, જીવન નિર્વાહ, સ્વચ્છતા, સાનુકૂળ હવામાન જેવા પરિબળો તેને માટે...
છેક છેલ્લી ઘડીએ પરદો ખુલ્યો ત્યારે પ્રજાને ખબર પડી કે અમદાવાદમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ “નરેન્દ્ર મોદી સ્ટેડિયમ” રાખવામાં આવ્યું છે....
આજકાલ યુવાનોને નવા – નવા મોબાઇલ વાપરવાનો ક્રેઝ છે. અને કામ – ધંધા – નોકરી પર પણ મોબાઇલ પર વાત કરતા રહે...
ઘણા મહિનાઓથી કૃષિ કાયદા ( agriculture law) વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો સરકારનું ધ્યાન ખેંચવા માટે તમામ સંભવિત પગલા લઈ રહ્યા છે....
મંથન દર વર્ષે ઉનાળાના વેકેશનમાં નાના નાનીના ઘરે રહેવા જાય અને તેનાં મમ્મી પપ્પા તેને મૂકવા જાય અને બીજે દિવસે તેને મૂકીને...
અભિનેત્રી દીપિકા પાદુકોણ ( dipika padukon) નો એક વીડિયો સોશિયલ મીડિયા ( social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા...
ચીનમાં એક દંપતીએ બે બાળક નીતિ ( TWO CHILD POLICY) નું ઉલ્લંઘન કરીને સાત બાળકોને જન્મ આપ્યો છે, પરંતુ આ માટે તેમને...
‘સુરત’ આ શબ્દ સાથે અને શહેર સાથે મોટો ઇતિહાસ સંકળાયેલો છે. આ શબ્દને લઇ ભૂતકાળમાં થોડું ડોકિયું કરો તો ખ્યાલ આવશે કે...
પુડુચેરી સરકારનું પતન કોંગ્રેસને આભારી નથી. અનિવાર્ય હતું તે બન્યું છે, પણ અણધાર્યું નથી. ભારતને કોંગ્રેસમુકત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન...
આખરે, દક્ષિણ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ કોંગ્રેસ સરકારનું પતન થયું. વી.નારાયણ સામીની આગેવાનીવાળી કોંગ્રેસ સરકાર સોમવારે વિધાનસભામાં બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ...
છેલ્લા કેટલાક સમયથી દેશમાં ધાર્મિક સંવેદનશીલતાના નામે ઘણી ફિલ્મો, ફિલ્મ મેકર્સ અને સ્ટાર્સ વિરોધ, રોષ, આંદોલન, બૉયકોટ અને હિંસાનો શિકાર બન્યા છે....
વડોદરા: એક ભાજપના કાર્યકર કંચનભાઈ ગરોડાએ ચાલુ સભાએ ઉભા થઈને મધુભાઈને કહયું હતું કે, સયાજીપુરાની સભામાં તમે ‘‘પોલીસ અને કલેકટરને ગજવામાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( narendra modi) શનિવારે પ્રથમ ‘ધ ઈન્ડિયા ટોય ફેર’ (the india toy fair ) નું ઉદઘાટન કરશે. શિક્ષણ...
વડોદરા: સ્થાિનક સ્વરાજયની ચૂંટણી આડે હવે ગણતરીના િદવસો બાકી રહયા છે. તે પૂર્વ મતદારોને વિદેશી શરાબ અને નાણાંનું પ્રલોભન આપવાનું શરૂ થયું...
નવી દિલ્હીઃ જસ્ટિસ સંજીવ ખન્નાએ આજે તા. 11 નવેમ્બરને સોમવારે દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 13 મે, 2025 સુધી રહેશે. જસ્ટિસ સંજીવ ખન્ના દિલ્હીના એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ ત્રીજી પેઢીના વકીલ છે.
જજ બનતા પહેલા તેમણે 1983માં તીસ હજારી કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ પણ કરી હતી અને હવે તેઓ આગામી છ મહિના સુધી દેશના મુખ્ય ન્યાયાધીશની ખુરશી સંભાળશે.
જસ્ટિસ ખન્નાનો જન્મ 14 મે 1960ના રોજ દિલ્હીમાં થયો હતો. તેઓ દિલ્હી હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ દેવરાજ ખન્નાના પુત્ર અને સુપ્રીમ કોર્ટના જાણીતા ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એચ.આર. ખન્નાના ભત્રીજા છે. તેમના કાકા જસ્ટિસ એચ.આર. ખન્ના 1976 માં કટોકટી દરમિયાન સમાચારમાં હતા જ્યારે તેમણે એડીએમ જબલપુર કેસમાં અસંમતિપૂર્ણ ચુકાદો લખીને રાજીનામું આપ્યું હતું.
જસ્ટિસ સંજીવ ખન્નાએ DUના કેમ્પસ લૉ સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. 2004માં તેઓ દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશના સ્ટેન્ડિંગ કાઉન્સેલ (સિવિલ) તરીકે નિયુક્ત થયા હતા અને 2005માં દિલ્હી હાઈકોર્ટના એડહોક જજ બન્યા હતા. બાદમાં તેમને કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અને એમિકસ ક્યુરી તરીકે દિલ્હી હાઈકોર્ટમાં અનેક ફોજદારી કેસોની પણ દલીલ કરી હતી. આવકવેરા વિભાગના સિનિયર સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકેનો તેમનો કાર્યકાળ પણ લાંબો હતો.
CJI તરીકે તેમની પ્રાથમિકતા પેન્ડિંગ કેસોની સંખ્યા ઘટાડવા અને ન્યાયની ડિલિવરીને ઝડપી બનાવવાની છે. જસ્ટિસ ખન્નાને કોલેજિયમની ભલામણ પર 18 જાન્યુઆરી 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આવ્યા બાદ તેઓ 17 જૂન 2023થી 25 ડિસેમ્બર 2023 સુધી સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ કમિટીના અધ્યક્ષ હતા. હાલમાં તેઓ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને નેશનલ જ્યુડિશિયલ એકેડમી, ભોપાલના ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે. તેઓ આવતા વર્ષે 13 મેના રોજ નિવૃત્ત થશે.
ઈવીએમથી લઈને કેજરીવાલને વચગાળાના જામીન સહિત ઐતિહાસિક નિર્ણયો લીધા
સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેઓ ઘણા ઐતિહાસિક નિર્ણયોનો હિસ્સો હતા. 26 એપ્રિલના રોજ જસ્ટિસ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે EVM સાથે છેડછાડની શંકાને પાયાવિહોણી ગણાવી હતી અને જૂની પેપર બેલેટ સિસ્ટમ પર પાછા ફરવાની માંગને ફગાવી દીધી હતી.
જસ્ટિસ ખન્ના એ પાંચ જજની બેંચનો ભાગ હતા જેણે બંધારણની કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના 2019ના નિર્ણયને સમર્થન આપ્યું હતું. જસ્ટિસ ખન્નાની બેન્ચે એક્સાઇઝ પોલિસી કૌભાંડના કેસમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રી કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા.