બ્રાઝિલમાં ( BRAZIL) કોરોના ( CORONA) મહામારીએ લોકોને ભારે પરેશાનીમાં મૂકી દીધા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1972 ચેપગ્રસ્ત લોકોનાં મોત થયાં...
સમગ્ર તથા સુરત શહેરમાં જાહેર માર્ગો ઉપર આઈ કેચિંગ સ્પોટ (લોકોની નજર તુરંત પડે.) ઉપર પ્રજાની આવકથી છલકાતી તિજોરી એથી લાખો કરોડાના...
માર્ચનો અંત અને એપ્રિલ મહિનામાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપે અને અન્ય પક્ષોએ તેની તૈયારી પૂરજોશમાં શરૂ કરી દીધી છે....
ગુજરાતમાં કોમી તોફાનો થયાં ત્યારે આપણા દેશના ટોચના બે રાજનેતાઓ વિષે આપણી સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ એવા અભિપ્રાય આપેલો કે આ રાજનેતાઓ છૂટા...
જનસાધારણે પ્રામાણિક દેશપ્રેમી તરેકી જીવવા અન્યાય સહન કરતા રહી, રાજકારણથી દૂર રહી, માત્ર મૂક પ્રેક્ષક બની જવું પડે છે, તેને માટે તો...
તા. 22.2.21ની સત્સંગ પૂર્તિ દર વખતની જેમ ખૂબ જ રસપ્રદ રહી, એમાં કુ. દિપીકાબેન શુકલ કે જેઓ ઘણા વર્ષોથી પ્રેસિડન્સી સ્કુલનું આચાર્યપદ...
એક દ્રષ્ટાંત કથા છે.એક યાત્રી જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો.ત્યાં અચાનક ત્રણ ડાકુઓએ યાત્રીને ઘેરી લીધો અને તેનું બધું ધન લૂંટી લીધું.યાત્રીને...
ખૂબ વિલંબ પછી પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને બેઠી કરવાનું વિકટ કામ હાથ પર લીધું છે. કોંગ્રેસના ઉત્તર પ્રદેશનાં પ્રભારી મહામંત્રી તરીકે...
આજે, સપ્તાહના ત્રીજા વેપારના દિવસે એટલે કે બુધવારે બજાર લીલા નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSC) નો મુખ્ય ઈન્ડેક્સ (INDEX) સેન્સેક્સ...
સામાન્ય રીતે આપણે તેવા મિત્રો પસંદ કરીએ છીએ, જેઓ આપણને ગમતી વાત કરે છે અને તેમને ગમતી વાત આપણે કરીએ છીએ. આવી...
છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ (corona virus ) સમગ્ર વિશ્વમાં હાહાકાર ફેલાવી રહ્યો છે. રોગચાળાને નાથવા માટે ભારત, અમેરિકા અને રશિયા સહિત...
દેશભરમાં ખળભળાટ મચાવી દેનાર અને દેશના બેન્કિંગ ઇતિહાસના સંભવત: સૌથી મોટા કૌભાંડ એવા પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી એવા નીરવ મોદીને પ્રત્યાપર્ણથી ભારત...
ગઢવાલના ભારતીય જનતા પાર્ટીના સાંસદ તિરથસિંહ રાવત હવે ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન બનશે. બુધવારે દેહરાદૂનમાં ભારતીય જનતા પાર્ટી વિધાનસભા મંડળની બેઠકમાં તેની...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન...
જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેની છેવટે જાહેરાત કરી દેવામાં આવી છે. બુધવારે સવારે અમદાવાદ શહેરના નવા મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત...
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની આજે અગ્નિપરીક્ષા છે. કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે મતદાન યોજાશે. વિધાનસભાની અંદર સંખ્યાબળ મુજબ ખટ્ટર સરકાર મજબૂત...
બુધવારે ભારતીય નૌકાદળમાં વધુ એક તાકાતનો ઉમેરો કરવામાં આવ્યો છે.. સ્કોર્પિયન ક્લાસની સબમરીન આઈએનએસ કરંજને બુધવારે ભારતીય નૌકાદળના કાફલામાં જોડવામાં આવ્યું હતું....
યુનિ. ખાતે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણયો કરાયા છે. જેમાં કોરોનાની પ્રવર્તમાન વરસે સજાર્યેલી મહામારીને લઇને સમગ્ર વિદ્યાર્થી આલમ માટે રાહતદાયી...
ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે રૂ.૩૫૦૦ કરોડના ખર્ચે આ યોજના...
૩૧ ડીસેમ્બર-૨૦૨૦ સુધીમાં અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં ૫૯,૯૯૩ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આમ, ખાનગી હોસ્પિટલમાં જ ૫૯,૯૯૩ કોરોના દર્દીઓ...
લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મંગળવારે ગૃહમાં વિપક્ષી સભ્યો માટે ડિજિટલ બ્લેકઆઉટ કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો, જેમાં સ્પીકર ઓમ બિરલાએ...
ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં કરેલા પ્રભાવક પ્રદર્શનને કારણે મંગળવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના ફેબ્રુઆરી મહિના...
સરકારે મંગળવારે લોકસભાને જણાવાયું હતું કે છેલ્લા 18 મહિનામાં એક કેન્દ્રીય પોર્ટલ દ્વારા કુલ 3,17,439 સાયબર ગુનાઓ અને 5,771 એફઆઈઆર નોંધાયા હતી...
જો હવામાન પરિવર્તનને રોકવાના પ્રયાસો કરવામાં નહીં આવે તો ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની ઋતુઓ ૨૧૦૦ સુધીમાં છ મહિના સુધી ચાલુ રહી શકે છે,...
ટેલિકોમ નિયંત્રક ટ્રાઇએ કોમર્શિયલ ટેક્સ્ટ મેસેજીસ માટેના નવા લાગુ પાડવામાં આવેલા ધારાધોરણોનો અમલ એક સપ્તાહ માટે મોકૂફ રાખ્યો છે. બેન્કિંગ, પેમેન્ટ તથા...
કોરોનાના કાળમાં ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સિનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે. કોવિડ-૧૯ મહામારી સામે નાગરિકોને સુરક્ષિત રાખવા...
સુરત: (Surat) દેશની જાણીતી ડોમેસ્ટીક એરલાઇન્સ કંપની ગો-એર દ્વારા આગામી સમર શીડયુલ એટલે કે 28 માર્ચથી એક સાથે પાંચ શહેરોને જોડતી કુલ...
ગૂગલની ઇમેઇલ સર્વિસ જીમેલ (Gmail) માં ફક્ત 15 જીબી મફત સ્ટોરેજ પ્રદાન કરે છે. એટલે કે એનાથી વધુ પડતી સ્ટોરેજ માટે ઉપયોગકર્તાએ...
વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાનાં નિશાણા ગામે (Village) હજારો લિટરનો સંપ અને પાણીનો ઉંચો ટાંકો લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવ્યો છે. પરંતુ આ...
બોલીવુડ અભિનેત્રી સન્ની લિયોને ચર્ચિત રિયાલિટી શો બિગ બોસથી ભારતીય મનોરંજન જગતમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. સની લિયોન બિગ બોસમાં તેની ક્યૂટ...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.