Latest News

More Posts

વડોદરાને પૂરના વધારે પડતાં નુકસાનથી બચાવવા માટે બંધ કરાયેલા આજવા ડેમના દરવાજા શનિવારે સાંજે ખોલી ફરી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયું છે વરસાદે વિરામ લેતા કોર્પોરેશનના વહીવટી તંત્રે આ નિર્ણય લીધો છે.

આજવા સરોવરના 62 દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા છે. આજવા સરોવરમાં રૂલ લેવલ કરતા વધુ સંગ્રહાયેલું પાણી છોડવાનું શરૂ કરાયું છે. આજવા સરોવરનું પાણી છુટતા વિશ્વામિત્રી નદીનું લેવલ વધુમાં વધુ 15 ફૂટ થવાની તંત્રની ગણતરી છે. હાલ વિશ્વામિત્રી નદી 12.65 ft ની સપાટી એ વહી રહી છે.. આજવા સરોવરની સપાટી 213.85 ફૂટ છે, જે રૂલ લેવલથી ઉપર હોવાથી પાણી છોડવુ જરૂરી બન્યું હતું. 15 મી સપ્ટેમ્બર સુધી આજવા સરોવરની સપાટી રૂલ લેવલ મુજબ 212.50 ફૂટ હોવી જોઈએ. તેથી 212.50 ft થી વધુ સંગ્રહ કરાયેલું પાણી તંત્રએ છોડવાનો નિર્ણય લીધો છે. જોકે, ઉપરવાસમાં અને શહેરમાં હાલ વરસાદે વિરામ લીધો હોવાથી પુરનું જોખમ જણાતું નથી.


🪀🇮🇳

To Top