ભારતીય બોક્સિંગ ટીમ (Indian boxing team)ના વિમાન (flight)નું દુબઈ એરપોર્ટ (dubai airport) પર ઇમરજન્સી લેન્ડિંગ (emergency landing) કરવામાં આવ્યું હતું. વિમાનમાં મેરી કોમ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના પ્રાથમિક શિક્ષકો (Teachers) દ્વારા માંદગી અંગેના ખોટા તબીબી પત્ર પ્રમાણપત્રો રજૂ કરીને જિલ્લા ફેરની બદલીની માગણી કરી છે. આવા...
સુરત: (Surat) કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા પાવરટેક્સ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલી યાર્ન બેંકની સ્કીમ સાથેની યોજના નિષ્ફળતાનું કારણ આપી બંધ કરવામાં...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા, મનપા દ્વારા જે દુકાનધારકોએ વેક્સીન લીધી હોય કે ટેસ્ટ કરાવ્યા હોય તેઓને જ દુકાન ખોલવાની પરવાનગી...
ચક્રવાત ‘યાસ’ (CYCLONE YAAS) ઓડિશા (ODISHA) અને પશ્ચિમ બંગાળ (WEST BENGAL)ના દરિયાકાંઠાને અસર કરવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગ (WEATHER FORECAST DEPARTMENT)...
સુરત: (Surat) શહેરની તમામ બેંકો (Bank) દ્વારા તેમના ખાતાધારકોને મેસેજ કરી 23 મેના રોજ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે એનઇએફટી (NEFT) સર્વિસ...
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા ( social media) કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર કોરોના વાયરસ ( corona virus) ના ભારતીય વેરિયન્ટ...
નવી દિલ્હી: (Delhi) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ આ રેમડેસિવિર ઇંજેક્શનને (Remdesivir Injection) કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલા પ્રોટોકોલની યાદીમાંથી હટાવી દીધી...
કોરોના (corona) દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પાયમાલી લાવી રહ્યો છે. આજે પણ ઘણા દેશોમાં કોરોના રોગચાળા (epidemic)ને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી (international...
દેશમાં કોરોના ( corona) રોગચાળાની બીજી લહેર વચ્ચે હવે બ્લેક ફંગસ ( black fungus) એટલે કે મ્યુકોરમાયકોસિસ ( mucormycosis )નો પ્રકોપ વધી...
તારા સુતરીયાની કારકિર્દી હજુ પરવાન ચડી નથી ત્યાં તેના અદાર જૈન સાથેના રોમાન્સની ચર્ચા છે. આ રોમાન્સ ગમે ત્યારે લગ્નમાં ફેરવાય શકે...
કુમકુમ ભાગ્ય’ની બુલબુલ અરોરાને થઇ રહ્યું છે કે હવે તેનું ભાગ્ય ખૂલ્યું છે. ફરહાન અખ્તર સાથેની ‘તુફાન’ રજૂ થઇ રહી છે. રાકેશ...
દક્ષિણ ભારતના સુપરસ્ટાર- રજનીકાંતના જમાઈ ધનુષની વાત કરીએ તો ધનુષ તેના સસરા રજનીકાંતની જેમ અભિનયમાં પારંગત છે, સાઉથના તમિલ સુપરસ્ટાર થાલા અજિત...
દરેક કપૂર ચાલતા નથી. અનિલ કપૂર સ્ટાર રહ્યો ને તેના આધારે તેના મોટાભાઇ બોનીકપૂરની નિર્માતા તરીકેની કારકિર્દી ટકી ગઇ પણ ત્રીજા સંજય...
જીતેન્દ્રકુમારને તમે મોટેભાગે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મોમાં જોડી જમાવતા જોયો છે, ફિલ્મો સાથે વેબ સિરીઝમાં પણ જિતેન્દ્રકુમાર છવાયેલો રહે છે. ઍમેઝૉન પ્રાઇમ...
આજકાલ કોરોનાકાળમાં દેશભરમાં થિયેટર બંધ છે અને થિયેટર ક્યારે ખુલશે એની કોઈ ખબર નથી ત્યારે ભારતીય પ્રાદેશિક ભાષાના નાટક, એકપાત્રીય અભિનય, મ્યુઝિકલ...
ગૂગલમાં સુનીલદત્ત (Sunil Dutt) સર્ચ કરશો તો તેની ઓળખ લોકસભા સાંસદ તરીકે અંકિત થયેલી છે. આ ખોટું છે. તેઓ ફિલ્મ અભિનેતા, નિર્માતા...
દાદા સાહેબ ફાળકે એવોર્ડ જો કોઇ ગીતકારને મળ્યો હોય તો તે એકમાત્ર મજરુહ સુલતાનપુરી છે. ગુલઝારને ય આ એવોર્ડ મળ્યો છે પણ...
હેએએ…. એ…એ… સુનો રે, સુનો રે, સુનો રે સજજનોઅંધી પ્રજા, અંધા રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજાટકે શેર જનતા, ટકે શેર...
‘રાધે’ રજૂ થઇ ને હવે ‘તુફાન’ રજૂ થશે. સલમાન ખાન જેવા સ્ટાર પછી ફરહાન અખ્તરની ફિલ્મ છે. શું સફળ જશે? ફિલ્મ ટ્રેન્ડને...
આણંદ : આણંદ નગરપાલિકાની શુક્રવારના રોજ મળેલી સામાન્ય સભામાં દલા તલવાડીની નીતિ જોવા મળી હતી. કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે ધંધા...
આણંદ : આણંદ – ખેડા જિલ્લાના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનોએ કોરોના મહામારી દરમિયાન વેક્સિનેશનના અભિયાનમાં સ્થાનિક સરકાર સાથે ખભેખભા મેળવી...
નવી દિલ્હી, તા. ૨૧: ભારત સાથેની ખરેખરી અંકુશ હરોળ (LAC) ની નજીકના સરહદી ગામડાઓના વિકાસના નામે ચીન ( CHINA) ત્યાં લશ્કરી સવલતોને...
કાલોલ: કાલોલ વિસ્તારમાં આવેલા ડેરોલ સ્ટેશનથી દેલોલ સુધી બાયપાસ રસ્તામાં આવતા શામળદેવી ગામના તળાવની કિનારા પર કોઈએ જાહેરમાં ફેંકી દીધેલો મેડિકલ વેસ્ટ...
દાહોદ: દાહોદ નગરપાલિકા હસ્તકના વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ(ડમ્પીંગ યાર્ડ)ના બાંધકામ સહિતના કામોમાં તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા આચરેલ કરોડો રૂપિયાના કૌભાંડના મામલામાં ઉચ્ચ સ્તરેથી...
ઇઝરાયેલ પેલેસ્ટાઇન વચ્ચે ફરી એક વાર વિખવાદ શરૂ થયો છે. લગભગ બે વર્ષથી ઇઝરાયેલમાં જબરદસ્ત રાજકીય અસ્થિરતા પ્રવર્તી રહી છે. છેલ્લાં બે...
nepal : નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી ( vidhya devi bhandari) એ સંસદ ભંગ કરવાની જાહેરાત કરી છે. એવું પણ કહેવામાં આવ્યું...
ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે અમુક કાર્યો લોકડાઉન સમયે પણ થઇ શકે છે અને અમુક કામો ન થઇ શકે. એક...
હવે ખાનગી હોસ્પિટલોને વેક્સિન આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પરિણામે ફરજીયાત મ્યુનિસિપલ કોર્પોરેશન જે સેન્ટર પર જવાનું કહે ત્યાં રસી મુકાવવા જવું...
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. નવજાત શિશુઓની ચીસોથી મેડિકલ કોલેજ ગૂંજી ઉઠી હતી. અચાનક લગભગ 10 વાગ્યે મેડિકલ કોલેજના SNCU (સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ અને ધુમાડા ઝડપથી બહાર આવવા લાગ્યા. અરાજકતા અને નાસભાગ મચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આગની જ્વાળાઓમાં દસ નિર્દોષ નવજાત બાળકોના જીવ હોમાઈ ગયા હતા. જ્યારે 16 બાળકો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ ઘટનાને લઈને સરકાર કડક છે. આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવો પડશે. આ ટીમનું નેતૃત્વ DGME કરશે.
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ સરકારી મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ (SNCU)માં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 બાળકોના મોત થયા હતા. વોર્ડની બારી તોડીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 3 બાળકો વિશે માહિતી મળી નથી. શનિવારે સવારે તેમના પરિવારજનો મેડિકલ કોલેજ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો.
આ અકસ્માત શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્કિંગને કારણે આગ ફાટી નીકળી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. આગ આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. વોર્ડ બોયએ આગ ઓલવવા માટે અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે 4 વર્ષ પહેલા સમાપ્ત થઈ ગયો હતો, તેથી તે કામ થયું ન હતું. જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ આવી પહોંચી હતી. બારી તોડી પાણી છાંટ્યું. જોત જોતામાં આગ વધુ ફેલાતા સેનાને બોલાવવામાં આવી હતી. લગભગ 2 કલાક બાદ આગ પર કાબુ મેળવવવામાં આવ્યો હતો.
બીજી તરફ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગની ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ શિશુ વોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. પ્રથમ વખત શોર્ટ સર્કિટની અવગણના કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મેડીકલ કોલેજના વહીવટી તંત્રે બેદરકારી દાખવી હતી.
ફેબ્રુઆરીમાં જોઈ હતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગ પછી એવું કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં અગ્નિશામક ઉપકરણોની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તેથી તેનો ઉપયોગ કરી શકાતો નહીં. ડેપ્યુટી સીએમએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે ફેબ્રુઆરીમાં મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું હતું અને જૂનમાં મોક ડ્રિલ કરવામાં આવી હતી. હવે જો થોડા મહિના પહેલા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ટ્રાયલ કરવામાં આવી હતી તો બધું જ બરાબર હોવાનું જાણવા મળ્યું હતું… તો ઘટના સમયે બધુ કેવી રીતે ફેલ થઈ ગયું?
ઝાંસી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે પરિવારના 3 સભ્યો તેમના બાળકોનો પત્તો મેળવી શક્યા નથી. પરિવારે જણાવ્યું કે તેમના બાળકોને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે મેડિકલ કોલેજ પ્રશાસન અકસ્માત બાદ કોઈ માહિતી આપી રહ્યું નથી. આ અંગે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો. પરિવારના 3 સભ્યો તેમના બાળકોને શોધી શક્યા ન હતા.
શોર્ટ સર્કિટના કારણે ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં આગ લાગી
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આખો વોર્ડ આગની લપેટમાં આવી જતાં વોર્ડમાં નાસભાગ મચી ગઈ હતી. હાજર સ્ટાફ અને પરિવારના સભ્યો નવજાત શિશુને લઈને બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટાફથી માંડીને દર્દીઓ અને તેમના પરિવારજનોએ બારીઓ તોડીને બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ભયાનક હતી કે કોઈ વ્યક્તિ વોર્ડની અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું.
નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડ (SNCU) માં ભીષણ આગને કારણે 10 નવજાત શિશુઓ સળગતા અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 39 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેનાને પણ બોલાવવામાં આવી હતી. આર્મી અને ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ ઓલવવામાં મદદ કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે કહ્યું કે SNCU વોર્ડના અંદરના ભાગમાં વધુ ગંભીર બાળકોને અને બહાર ઓછા ગંભીર બાળકોને દાખલ કરવામાં આવે છે. બહાર દાખલ થયેલા લગભગ તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. અંદરના ઘણા બાળકો પણ બચી ગયા છે. દસ બાળકોના મોતની માહિતી મળી છે.
તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના- સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અમે પીડિત બાળકોની તપાસની વ્યવસ્થા કરવામાં મોડી રાતથી રોકાયેલા છીએ. 10 બાળકોના કરુણ મોત થયા છે બાકીના બાળકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનની આખી ટીમ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી પરંતુ તે તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે.
ડેપ્યુટી સીએમએ કહ્યું- જેમની ઓળખ થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવું પડકાર
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે જે બાળકોની ઓળખ હજુ સુધી થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવાનો પડકાર છે. બાકી રહેલા બાળકોને યોગ્ય સારવાર આપવાની અમારી પ્રાથમિકતા છે. હજુ સુધી ત્રણ નવજાતની ઓળખ થઈ શકી નથી.