Latest News

More Posts

ભરૂચ: શુકલતીર્થ રેતીખનન બાદ હાલમાં ચાર ઈસમનું મોત થતાં એક વકીલે જવાબદારો સામે કાયદાની 106ની કલમ હેઠળ ગુનો દાખલ કરવા રાજ્યના CM અને કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી સહિત આઠ જણાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ભરૂચના વકીલ કમલેશ મઢીવાલાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવ સહિત આઠ જણાને એવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે, શુકલતીર્થ કામે પાંચ દિવસે કાર્તિકી પૂનમનો મેળો ચાલતા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઇ રહ્યા છે. આ મેળામાં નર્મદા નદીનું સ્નાન કરવું શ્રદ્ધાળુઓ માટે ધન્ય ઘડી લાભ લેતા હોય છે. કમનસીબે નર્મદા નદીના કિનારે ગેરકાયદે છડેચોક રેતીખનનની પ્રવૃત્તિથી ઘણી જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા છે.

શુકલતીર્થ નર્મદા કાઠે કેટલાક વિસ્તારો CRZ હોવા છતાં નદીના વહેણમાં ડ્રેજિંગ મશીન વડે ભરપૂર પ્રમાણમાં વિરોધ ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે, જેમાં જવાબદાર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ આ સામ્રાજ્ય જાણે ફૂલ્યુફાલ્યું છે. નર્મદા નદીમાં પડેલા ખાડા અને નર્મદા નદીની ફિલ્ટર સિસ્ટમનો સંપૂર્ણપણે નાશ થઇ ગયો છે. સાથે આ પ્રવૃત્તિને કારણે નર્મદા નદીમાં માનવીઓ ડૂબવાથી ભોગ બને છે. આવી ઘટનાથી ઘણા પરિવારો બરબાદ થઈ જતા હોય છે.

તા.15 નવેમ્બરના રોજ ત્રણ લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. ત્રણે જણા ભરૂચના વેજલપુરના હોવાથી તેમના પરિવારો પર મુસીબત આભ ફાટી નીકળ્યું હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. આવી ગંભીર ઘટનાઓ બની હોવા છતાં પણ હજુ તંત્રમાં સતર્કતા દેખાતી નથી. કાયદાની પરિભાષામાં આ આકસ્મિક મૃત્યુ કહી શકાય, પણ નૈતિકતાની દૃષ્ટિએ જોઈએ તો ગેરકાયદે રેતીખનન પ્રવૃત્તિ ટોળકીને લઈને અને જવાબદાર વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રને કારણે ડૂબી જનારને મૃત્યુ નીપજાવેલ હોવાનું કહી શકાય. તંત્રની નજર સામે સતત ગેરકાયદે પ્રવૃત્તિને લઈને મૃત્યુ આકસ્મિક મૃત્યુ નહીં પણ મોત નીપજાવ્યાસમાન ગણાવી શકાય એવો આક્ષેપ કર્યો છે.

જે બાબતે સાત જેટલા મુદ્દાની રજૂઆત કરીને જણાવ્યું હતું કે, ભરૂચની પૂર્વ પટ્ટી એવા તવરાથી ઝનોર સુધીના નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં તેમજ તેની સામેના ઝઘડિયાના નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં ચાલી રહેલી ગેરકાયદેની રેતીખનન પ્રવૃતિને તાત્કાલિક ધોરણે બંધ કરાવવી જોઈએ. બનાવવાળી જગ્યા CRZની નિયંત્રણ સંબંધી તપાસ કરીને સી.આર.ઝેડ. વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદે રેતીખનન પ્રવૃત્તિ સામે CRZમાં વાયોલન્સ કરવા બદલ FIR નોંધવાની માંગ કરી છે.

To Top