Latest News

More Posts

કઈ જડીબુટ્ટી બાબર ને અપાય કે 24 કલાકમાં સ્વસ્થ થઈ ગયો?

વડોદરાના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા કેસમાં આજે પોલીસે મુખ્ય આરોપી બાબર પઠાણને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. વહેલી સવારે ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીને લઇને પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. આરોપીની સાથે રાખી રિ-કન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યાં છે.
કુખ્યાત લેન્ડ જેહાદી વૃત્તી ધરાવનાર બાબર પોલીસ રિમાન્ડ હેઠળ આજે ઘટનાના રિ—કન્સ્ટ્રક્શન માટે પોલીસ બંદોબસ્ત સાથે સયાજી હોસ્પિટલ લવાયો કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો સહિત અનેક બાબતો પોલીસ અધિકારીઓ સમક્ષ બાબરે વર્ણવી હતી હત્યામાં વપરાયેલું ચાકુ પણ પોલીસ દ્વારા રિકવર કરાયુ એક ગંભીર નિષ્કાળજી બદલ બે વર્ષ પૂર્વે આખે આખા કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફનું વિસર્જન કરાયું હતું . ભાજપીઓ અને લોકોને ખુશ કરવા PI – PSI અને કર્મચારીઓની બદલી કરાઈ હોવાની ચર્ચા એ જોર પકડ્યું હતું. ઉપલા અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરવા લોકોની માંગ. પોલીસ બાબર પઠાણને હોસ્પિટલ લઇને આવી ત્યારે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
સાથે સાથે બબાલ વાળો કુખ્યાત બાબર જેને 24 કલાક પહેલા ચાલવાના હોશ નહતા બંને બાજુથી પોલીસ પકડીને ચાલતી હોય પગ જમીન પર ના મુકાતો હોય એક કદમ જાતે ના ચાલી શકતો હોય અને કહેવાતા પ્રમાણે બરાબરને પકડ્યા પછી પોલીસે એના પગ તોડી નાખ્યા હોય ત્યારે અચાનક આજે સયાજી હોસ્પિટલમાં ઘટનાના રિ—કન્સ્ટ્રક્શન માટે પોલીસ બંદોબસ્ત સાથે તંદુરસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. જાણે એને કોઈ પ્રકારની જડીબુટ્ટી પોલીસ દ્વારા અપાઈ હોય અને સ્વસ્થ થઈ ગયો હોય તેમ દેખાઈ આવ્યું જેના લીધે અનેક સવાલો પોલીસ પર પણ ઉઠ્યા છે. 24 કલાકમાં એવી તો કઈ જડીબુટ્ટી પોલીસે કુખ્યાત બાબરને ખવડાવી કે તમામ અંગ સ્વસ્થ થઈ ગયા પોલીસની કામગીરી પર અનેક સવાલો .
એક તરફ બાબરના ઘર પાસે પોલીસ બંદોબસ્ત બેસાડી બાબરના પરિવાર અને પ્રોપર્ટીની રખેવાળી કરતા હોય તેમ પોલીસ જવાન 24 કલાક એના ઘરની બહાર બેસી રહે છે ત્યારે શું બાબર ને પોલીસ સ્ટેશનની અંદર સેલિબ્રિટી જેવી ટ્રીટમેન્ટ અપાઈ રહી છે? કે પછી પોલીસની જેમ પોલીસના દંડા પણ ઠંડા ખોખલા અને થઇ ગયેલા છે?

To Top