Gujarat

રાજ્યમાં મેગા રસીકરણને જોરદાર પ્રતિસાદ: 5000 કેન્દ્રો પરથી વોક-ઇન વેક્સિનેશન કરાશે

દેશભરમાં આજથી મહા વેક્સિનેશન ( vaccination) અભિયાનની શરૂઆત થઈ છે , ત્યારે શહેરના બોડકદેવના વેક્સિનેશન સેન્ટર ( vaccination centre) પર દેશના ગૃહમંત્રી અમિત શાહે ( amit shah) આ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈને લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. જે દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ( nitin patel) સહિત અન્ય ધારાસભ્ય, કોર્પોરેટર અને ભાજપના આગેવાનો આ વેક્સિનેશન સેન્ટરે ઉપસ્થિત હતાં. જેમાં અમિત શાહને મળવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો આ વેક્સિનેશન સેન્ટર પર આવ્યા હતા. ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે 2.20 કરોડ ડોઝ સાથે ગુજરાત વેક્સિનેશનમાં અગ્રેસર છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં પ્રતિ 10 લાખ વ્યક્તિએ કોરોના વેક્સિનેશનમાં ગુજરાત પ્રથમ સ્થાન પર છે. આજે રાજ્યમાં 1,025 સ્થળ પર એકસાથે વેક્સીન ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. ગુજરાત સરકારના મંત્રીઓ અલગ અલગ જગ્યાએ વેક્સીન અભિયાન કાર્યક્રમ ઉજવવા માટે હજાર રહ્યા હતા.

ગૃહ મંત્રી શાહે વધુમાં રૂપાલના વરદાયિની માતા મંદિરની મુલાકાત લઇને દર્શન અને પૂજા-અર્ચન કર્યા હતાં. તેમજ આશિર્વાદ મેળવ્યા હતાં. ગૃહ મંત્રી શાહે ત્યારબાદ વરદાયિની માતા મંદિરના ટ્રસ્ટીગણને મળીને જિલ્લા પ્રવાસન સ્થળો પૈકીના આ સ્થળના વિકાસ અને જીર્ણોદ્ધારની માહિતી મેળવી હતી. રૂપાલ બાદ શાહે મહાનગરપાલિકામાં સમાવેશ કોલવડા ગામે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ વેક્સિનના પુરવઠા અંગેની જાત માહિતી મેળવી હતી. કોલવડા ખાતે મંત્રીશ્રીએ લોકો વચ્ચે જઇને નાગરિકોનું અભિવાદન ઝિલ્યું હતું. અને સૌનો આભાર માન્યો હતો. સૌને આરોગ્યની ચિંતા કરવા વેક્સિન લેવા માટે જણાવ્યું હતું.

ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે શાહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં વોક ઈન રસીકરણ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવાયેલો ઐતિહાસિક નિર્ણય છે. આજે મેં બે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી છે. રાજ્ય સરકાર દ્વારા ૫૦૦૦ જેટલા રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે. જેના દ્વારા સૌનું વોક ઈન રસીકરણ કરાશે.

આ અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ દેવ સ્થિતિ પંડિત દીનદયાળ હોલમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે દેશન ગૃહમંત્રી અમિતશાહ એ આ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી અને તમામ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી એ સેન્ટરમાં 5 રજિસ્ટ્રેશન માટેની ટિમ અને 5 વેક્સિનેશન માટેની મેડિકલ ટીમ ગોઠવામાં આવી હતી. જેમાં લોકોએ સ્પોટ રજિસ્ટ્રેશન કરાયાના 5 મિનિટની અંદર જ તેઓને વેક્સિન આપવામાં આવી રહી હતી. આ અભિયાનમાં લોકોને હવે ઓનલાઈન નોધણી કરીને સ્લોટ માટે રાહ નહીં જોવી પડે , લોકોના કહ્યા મુજબ પહેલા ઓનલાઈન નોધણી કર્યા બાદ પણ કલાકો સુધી રાહ જોવી પડતી હતી પણ હવે સરકારના આ નીતિથી તાત્કાલિક જ લોકોને જગ્યા પર જ રસી મળી જતાં હવે લોકો પણ ખુશ છે.

Most Popular

To Top