Latest News

More Posts
ગોધરામાં NEETમાં ગેરરીતિ મુદ્દે તપાસ તેજ થઇ છે. જેમાં CBIની ટીમે ગોધરામાં ધામા નાખ્યા છે. તેમાં વહેલી સવારથી ગોધરામાં તપાસ હાથ ધરી છે. જેમાં 5 સભ્યોની ટીમે ગોધરા પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ પંચમહાલ પોલીસ પાસેથી કેસ CBIને સોંપયો છે. જેમાં પંચમહાલમાં NEET મુદ્દે જિલ્લા એસપીનું નિવેદન સામે આવ્યું છે.
જિલ્લા એસપીએ જણાવ્યું છે કે પંચમહાલ પોલીસ CBIની ટિમ સાથે છે. અમે તમામ રીતે ટિમને સપોર્ટ કરી રહ્યા છીએ. તેમજ કેસ હેન્ડ ઓવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તથા રાંચી, મહારાષ્ટ્ર અને પટના સાથે ગોધરાની લિંક હોવા મામલે હાલ કઈ પણ કહેવાથી ઇનકાર કર્યો છે. તેમજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો છે. જેમાં NEET પરીક્ષા કોભાંડને લઇ કલેકટર કચેરીએ વિરોધ થયો છે. તથા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના વિરોધમાં રસ્તા રોકો આંદોલન શરૂ થયુ છે.

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વિરોધમાં રસ્તા રોકો આંદોલન અને વિરોધ પ્રદર્શન કરાયો છે. NEET પરીક્ષા કોભાંડ મામલે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરાયો છે. તેમજ કોંગ્રેસ સમિતિ દ્વારા કુબેર ડિંડોરનું પૂતળું બળવાનો પ્રયાસ કરાયો છે. ત્યારે દિલ્હીમાં NEETને લઇ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યો છે. વિદ્યાર્થીઓની આજે સંસદનો ઘેરાવ કરવાની હાકલ છે. જંતર-મંતર પર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે. તેમાં NEET UG પરીક્ષા રદ કરવા વિદ્યાર્થીઓની માગ છે. પોલીસે બેરીકેટ લગાવી વિદ્યાર્થીઓને અટકાવ્યા છે.
To Top