Latest News

More Posts

ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આજરોજ રવિવારે કાળઝાળ ગરમીથી (Summer) લોકો ત્રસ્ત થઈ ગયા હતા. અમદાવાદમાં ગરમી ૪૨ ડિગ્રી નોંધાવવા પામી હતી. ગુજરાત પર સાયકલોનિક સરકયુલેશન સક્રિય થઈ જતાં હવે આગામી ૧૮મી મે સુધી વરસાદની વકી રહેલી છે. જયારે આગામી પાંચ દિવસ દરમ્યાન રાજયમાં ગરમી યથાવત રહશે, જયારે આગામી ૧૮મીમે સુધી રાજયમાં વિવિધ ભાગોમાં માવઠુ થવાની સંભાવના રહેલી છે.

  • ૧૮મી મે સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે, અમદાવાદમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચ્યો
  • પ્રતિ કલાકના 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ,ગુજરાત ઉપર સાયકલોનિક સરકયુલેશન સક્રિય થઈ જતાં તેના પગલે આગામી તા.૧૮મી મે સુધી રાજયના દાહોદ, છોટા ઉદેપુર , ડાંગ,નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,પંચમહાલ,વડોદરા,મહીસાગર,સુરત,તાપી, બનાસકાંઠા,પાટણ , મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી,અમરેલી, સુરેન્દ્રનગર , બોટાદ,ભાવનગર,ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થશે. ખાસ કરીને પ્રતિ કલાકના ૩૦થી ૪૦ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવવા સાથે અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેલી છે.

અમદાવાદના એરપોર્ટ ખાતે આવેલી હવામાન વિભાગની કચેરીના સત્તાવાર આંકડાઓ મુજબ , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં ૪૨ ડિ.સે.,ડીસામાં ૪૧ ડિ.સે.,ગાંધીનગરમાં ૪૧ ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં ૪૦ ડિ.સે.,વડોદરામાં ૪૦ ડિ.સે.,સુરતમાં ૩૮ ડિ.સે.,દમણમાં ૩૪ ડિ.સે.,ભૂજમાં ૩૮ ડિ.સે.,નલિયામાં ૩૫ ડિ.સે.,કંડલા પોર્ટ પર ૩૮ ડિ.સે.,કંડલા એરપોર્ટ પર ૩૯ ડિ.સે.,ભાવનગરમાં ૩૭ ડિ.સે.,રાજકોટમાં ૪૧ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૪૧ ડિ.સે.,મહુવામાં ૩૮ ડિ.સે., અને કેશોદમાં ૩૭ ડિ.સે.,મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે

To Top