Madhya Gujarat

વર્ક પરમીટના વિઝાના આધારે છેતરપિંડિમાં વધુ એકની ધરપકડ

આણંદ: દુબઈના વર્ક પરમીટના નકલી વિઝા આપીને છેતરપીંડી કરતી ગેંગના વધુ એક સભ્યને આણંદ એસઓજીએ ઝડપી પાડીને કુલ ૨.૭૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય ઉપ્રવાસી સુરક્ષા કાર્યાલય, મુંબઈ દ્વારા એક અરજી આણંદ પોલીસને ઈમેલ પર મળી હતી.

જેમાં નડીઆદ ખાતે રહેતા ફરિયાદી વસીમભાઈ ઈકબાલભાઈ મલેકને જે. પી. ઈન્ટરનેશનલ, આણંદ રઘુવીર સેન્ટર ઓફિસ નંબરર૧૦, ભાલેજ રોડના માલિક જયદિપ હસમુખભાઈ પટેલે (રે. વડોદરા) દુબઈ ઓલીવ ઈ-બીઝનેશ એલએલસી કંપનીના વર્ક પરમીટ વિઝા આપવાનું કહીને જવાના સમયે વિઝા આઈસીએ એપ્રુવલ નથી થયા તેમ જણાવીને ખોટા વિઝિટર વિઝા આપી દુબઈ ખાતે મોકલી આપ્યા હતા.

આ પેટે ૧.૭૦ લાખ તેમજ અન્ય ખર્ચા પેટે નાણાં લઈને છેતરપીંડી કરી હતી. પીએસઆઈ કે. જી.ચૌધરી, એએસઆઈ આરીફમીયા, હાદિર્કભાઈ વગેરે પોલીસે અગાઉ ગેંગના એક  હતો.સભ્યને ઝડપી પાડ્યો હતો જો કે મુખ્ય સુત્રધાર જયદિપ પટેલ ગઈકાલે તેની ઓફિસેથી જ મળી આવતાં પોલીસે તેને અટકાયતમાં લઈને તલાશી લેતાં બે લેપટોપ, 10 મોબાઇલ જપ્ત કર્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top