SURAT

કોરોનાગ્રસ્ત મતદારોને મતદાન કરાવવા તંત્રએ કરી આ તૈયારી, જાણો કઈ રીતે મતદાન કરવાનું રહેશે?

સુરતઃ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં (Surat Municipal Corporation Election) તા.21ના રોજ રવિવારે 30 વોર્ડની 120 બેઠકો માટે 32.88 લાખ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં સુરતના જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં મતદાન (Voting) માટે ૯૬૭ બિલ્ડીંગ અને ૩૧૮૫ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથક દીઠ સરેરાશ ૧૦૩૨ મતદારો નોંધાયા છે. ૩૦ વોર્ડમાં ૧૫ આર.ઓ. ફરજ બજાવશે. ઈ.વી.એમ. અને ચૂંટણીલક્ષી કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને તાલીમ પૂર્ણ કરી ફરજ સોંપી દેવામાં આવી છે. જેઓ આજે તા.૨૦ મીના રોજ ફરજના સ્થળે રવાના થશે. તા.૨૩મી ફેબ્રુ.એ શહેરમાં એસ.વી.એન.આઈ.ટી. કોલેજ અને સરકારી ઈજનેરી કોલેજ, મજૂરા ગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાશે. આર.ઓ. દ્વારા ડિસ્પેચીંગ સેન્ટરો પર ઈ.વી.એમ. અને મેનપાવરને ફરજ સોંપણીની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

  • સુરત મહાપાલિકાની ચૂંટણીમાં મતદારોએ ગ્લોવ્ઝ પહેરીને મતદાન કરવાનું રહેશે
  • 30 વોર્ડની 120 બેઠકોના મતદાન માટે દરેક મતદાન કેન્દ્ર પર સેનેટાઈઝર, સાબુ અને પાણીની વ્યવસ્થા કરાશે
  • મતદાન માટે તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો, કોરોનાગ્રસ્ત અને શંકાસ્પદ કોરોનાના મતદારો પણ મતદાન કરી શકશે

કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ કોરોનાગ્રસ્ત તેમજ કોરોના શંકાસ્પદ મતદાર દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ પોઝીટીવ વ્યક્તિ મતદાન મથકે રાજ્ય સરકારની નિયત માર્ગદર્શિકાનું પાલન થાય તે રીતે મતદાન કરવા માટે જઈ શકશે. મતદાનના દિવસે જ મતદાન કરવાં માટે સ્વસ્થ છે એવું તબીબી પ્રમાણપત્ર સરકારમાન્ય તબીબી અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. તબીબી પ્રમાણપત્ર મેળવી મેડિકલ સુપરવિઝન હેઠળ સામાજિક અંતર જળવાય તે રીતે એમ્બ્યુલન્સમાં પી.પી.ઈ.કીટ પહેરીને જ મતદાન મથકે સાંજના સમયે છેલ્લા કલાક દરમિયાન જ મતદાન માટે પહોંચવાનું રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

મતદારોને યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોવ્ઝ પહેરાવી મતદાન કરાવ્યા બાદ આ બાયોમેડિકલ વેસ્ટને યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવશે, તેમજ મતદાન કેન્દ્ર પર સેનેટાઈઝર, સાબુ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. મતદાન મથકે કાર્યરત દરેક કર્મચારી તેમજ મતદારોની થર્મલ ગનથી ચકાસણી કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર અને નોડલ અધિકારી એસ.ડી.વસાવા સહિત ચૂંટણીતંત્રના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top