વલસાડ, સુરત: છેલ્લા એક દાયકામાં રિન્યુએબલ એનર્જીમાં ઉભરીને આવેલી અને દેશની સૌથી મોટી સોલાર એનર્જીની કંપની બનેલી ‘વારી એન્જિનિયર્સ કંપની’ પર મંગળવારે...
કમ્પ્યુટર અને મોબાઈલના જમાનામાં રિસ્ટાર્ટ શબ્દ બહુ સામાન્ય થઈ ગયો છે. આ ઉપકરણોમાં કોઈ પણ તકલીફ જણાય એટલે તરત જ રિસ્ટાર્ટની ફોર્મ્યુલા...
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અને અનેક હાઇ-પ્રોફાઇલ કેસોમાં વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈને અમેરિકાએ દેશનિકાલ કર્યા બાદ આજે તેને દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવી...
સૈકત ચક્રવર્તી કોણ છે? સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સૈકત ચક્રવર્તીની સરખામણી ઝોહરાન મમદાની સાથે કરી છે, ખાસ કરીને તેમની પ્રચાર શૈલીને...
માનવ અધિકારો અને અહિંસાના ઉપદેશો આપતા તથાકથિત મહાન અને સુખી દેશોમાં પણ એ ન્યાય ચાલી રહ્યો છે કે ગામના છોકરાં ગારાનાં અને...
આંધ્રપ્રદેશ પોલીસે માઓવાદીઓ સામે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન ગોળીબાળમાં 7 માઓવાદીઓને મારી પાડવામાં આવ્યા છે. જેમાં ત્રણ...
મે ક્યારેય વિચાર્યું છે કે AI એજન્ટ્સ દેશની સત્તા સંભાળતા હોય?શું તમે ક્યારેય કલ્પના કરી છે કે AI એજન્ટ્સ કોઈ દેશની સરકારમાં...
બાજુમાં ચાલતા લગ્ન પ્રસંગમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન :રેસ્ટોરેન્ટ વાંસની લાકડીઓથી બનેલી હોવાથી આગ ઝડપથી પ્રસરી : ( પ્રતિનિધી )વડોદરા,તા.19...
ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૩૦ ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા હતા. જસ્ટિસ સૂર્યકાંત...
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએની મોટી જીત પછી રાજ્યમાં નવી સરકાર રચવાની તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે. મળતી માહિતી પ્રમાણે શપથ-ગ્રહણ...
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં પ્લેનોની સંખ્યામાં હજુ વધારો થયો નથી. જે રીતે 24 કલાક ધમધમતું રહેશે એરપોર્ટના ન્યુઝ આવ્યા હતા તે...
સુરતના સિનેમાગૃહમાં ખાદ્ય પદાર્થ અત્યંત મોંઘા હોય છે. ચલચિત્રની ટિકીટ તો ‘‘કિંમતી’’ હોય જ છે! જે પેઢીએ રૂ. 2.75 પૈસામાં બાલ્કનીની ટીકીટ...
વડોદરા: નિશાળિયા ગામે વડોદરા જિલ્લા ભાજપાના પૂર્વ અધ્યક્ષ સતીશભાઈ પટેલ (નિશાળીયા) દ્વારા આયોજિત સહકારિતા સ્નેહમિલન તથા સત્કાર સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો....
આપણે બધાં સામાજિક રીતે એકબીજા સાથે જોડાયેલા છીએ. મહાન ફિલસૂફ એરિસ્ટોટલે તો કહ્યું હતું કે માણસ સામાજિક પ્રાણી છે. આ સામાજિક પરિપ્રેક્ષ્યમાં...
ચૂંટણી પંચે મતદાર યાદીમાં સુધારણા કરવા માટે સ્પેશિયલ ઇન્સર્ટિવ રિવિઝન SIR ની પ્રક્રિયા શરૂ કરી, ચાર મહિનાની કામગીરી છે. શિક્ષકો અને સરકારી...
હરણી વારસિયા રિંગ રોડ પર લોકો વિફર્યા, ટેમ્પો ચાલકને મેથીપાક ચખાડ્યો :કેબિનમાંથી દેશી દારૂની ખાલી પોટલીઓ મળી આવી, લોકોએ પોલીસને હવાલે કર્યો...
બેંકોમાં જમા કરાયેલા કુલ નાણાંમાંથી માત્ર પાંચમા ભાગની રકમ જ મહિલા ખાતાધારકોના બેંક એકાઉન્ટમાં છે. એક અનુમાન પ્રમાણે ભારતમાં વ્યક્તિ દીઠ વૃક્ષોની...
એક નાનકડી વાર્તા વાંચી. સંસ્કારવર્ગમાં ટીચરે ભગવાન વિશે વાત કરી. વાત સાંભળી ગીતાએ પ્રશ્ન કર્યો, ‘‘ભગવાન ક્યાં છે?’’ ટીચરે કહ્યું, ‘‘ભગવાન તો...
ગરીબોના કલ્યાણ માટે સમપોષિત વિકાસ (સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ)નું મહિમાગાન કરતી યુરોપની ગ્રીન લોબીનાં દેશો ભારત મૂળભૂત જરૂરિયાતમાં સ્વાવલંબી ન બને તે માટે દાવપેચ...
જો કોઈ ચૂંટણીમાં લોકોનો કોઈ વ્યક્તિ પરનો ભરોસો અને વિશ્વાસ મહત્ત્વપૂર્ણ રહ્યો છે તો તે બિહારમાં જ રહ્યો છે. નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ...
બાંગ્લાદેશની અદાલતે 2024ના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કરાયેલા માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારીને કોઈ નેતા...
સોશિયલ મીડિયા એપ X (અગાઉનું ટ્વિટર) ડાઉન થયાના થોડા સમય પછી OpenAI નું ચેટબોટ, ChatGPT પણ થોડા સમય માટે ડાઉન થઈ ગયું....
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે ગઈ તા. 9 નવેમ્બર 2025ના રોજ પકડેલા ત્રણ આતંકવાદીઓને સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે....
કોંગોના એક એરપોર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં રનવે પર ઉતરતી વખતે એક વિમાન આગની લપેટમાં...
એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના અનેક મંત્રીઓ કેબિનેટ બેઠકમાં ગેરહાજર રહેતા મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક તણાવ વધ્યો છે. આ ગેરહાજરીએ તરત જ બહિષ્કારની...
ભારત તેની પાસપોર્ટ સિસ્ટમમાં અપગ્રેડના ભાગ રૂપે આગામી પેઢીના ઇ-પાસપોર્ટ લોન્ચ કરી રહ્યું છે. આ પાસપોર્ટ અત્યાધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ હશે, જેમાં...
બિહાર ચૂંટણીમાં NDAની જંગી જીત બાદ નીતિશ કુમારના નેતૃત્વમાં નવી સરકારનો શપથ સમારોહ 20 નવેમ્બરે યોજાશે. નીતિશ કુમાર પટનાના ગાંધી મેદાનમાં 10મી...
કરોડપતિ યુટ્યુબર અરમાન મલિક ફરી એકવાર ચર્ચામાં છે. બિગ બોસ ઓટીટી ફેમ અરમાન મલિકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેણે પંજાબ...
ભાડુઆતની મનમાની સામે મકાન માલિકે હાથ અઘ્ધર કર્યા,પ્લેકાર્ડ સાથે લોકોનો વિરોધ પોલીસ ચોકી,પોલીસ કમિશ્નર સહિત મ્યુ.કમિશ્નરને પણ રજૂઆત : ( પ્રતિનિધી )વડોદરા,તા.18...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તરફથી મહત્વપૂર્ણ મંજૂરી મળી ગઈ છે. અમેરિકા દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ...
ખાડા-ટાયરના નિશાન અને તિરાડો જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયાસ
ટેકનોલોજી હાઇવેની સ્થિતિમાં સુધારો કરશે, મુસાફરો માટે સરળ અને સુરક્ષિત મુસાફરી પ્રદાન કરશે
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
મુંબઈ-અમદાવાદ NH-48 પર ચાલી રહેલા વ્હાઇટ-ટોપિંગ પ્રોજેક્ટમાં વધારાનો માઇક્રો-સરફેસિંગ સેફ્ટી લેયર મેળવવાની તૈયારી છે. કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલનો હેતુ ખાડા, ટાયરના નિશાન અને તિરાડો જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે.
એનએચએઆઈને પોલિમર મોડિફાઇડ ઇમલ્શનનો ઉપયોગ કરતી માઇક્રો-સરફેસિંગ કરદાતાઓના ભંડોળનો ઉપયોગ કર્યા વિના મુસાફરીની ગુણવત્તામાં વધારો કરશે તેવી અપેક્ષા છે. કારણ કે કોન્ટ્રાક્ટર સમગ્ર ખર્ચ ઉઠાવશે. ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણ જેવા પડકારો હોવા છતાં એનએચએઆઈ ખાતરી આપે છે કે, આ ટેકનોલોજી હાઇવેની સ્થિતિમાં સુધારો કરશે, મુસાફરો માટે સરળ અને સુરક્ષિત મુસાફરી પ્રદાન કરશે. આ પૂર્વે NH-48 ને ઝીરો ફેટાલિટી કોરિડોર બનાવવા માટે રોડ સેફ્ટી ઓથોરિટીની વીસી બેઠક યોજાઈ હતી. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા 19 નવેમ્બરે યોજાયેલી વીસી બેઠકમાં NH-48 પર અકસ્માતજન્ય મૃત્યુ ઘટાડવા માટે કડક પગલાં પર ચર્ચા થઈ હતી. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેની સૂચના અનુસાર દેશભરમાં ઝીરો ફેટાલિટી એપ્રોચ અપનાવવામાં આવી રહ્યો છે. જેના અંતર્ગત ગુજરાત રાજ્યમાં પસાર થતો NH-48 નો 492 કિ.મી. નો કોરિડોર પસંદ કરી તેને ઝેડએફસી તરીકે વિકસાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે હેઠળ યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચાયેલા મુદ્દાઓમાં મહત્વની બાબતો જેવી કે, NH-48 , 492 કિમીને ઝેડએફસીબનાવવા મોર્થ સેવ લાઈફ ફાઉન્ડેશન સાથે મળીને અમલીકરણ રોડમેપ રજૂ કરાયો, 307 ક્રિટિકલ ક્રેશ ઝોન અને 55 ક્રિટિકલ લોકેશનની ઓળખ, પદયાત્રી સુરક્ષા, અનધિકૃત પાર્કિંગ નિયંત્રણ, ઈદાર પર સમયસર સચોટ ડેટા એન્ટ્રી, એન્ફોર્સમેન્ટ–બધા પર ત્વરિત કાર્યવાહીનો ભાર, હાઇવે પર એટીએમ એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ, યોગ્ય તાલીમબદ્ધ પેરા મેડીકલ સ્ટાફની નિયુક્તિ, 1033–108 એમ્બ્યુલન્સનું સંકલન અને વધુ ટ્રોમા સેન્ટર બનાવવાની સૂચના વગેરે મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા. રોડ સેફટી કમિશનરની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ આ મીટીંગમાં 11 જીલ્લાના કલેકટર, સુપ્રી.ઓફ પોલીસ, આર.ટી.ઓ અધીકારી, સીડીએમઓ.,સીડીએચઓ અને હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર હાજર રહ્યા હતા.