ગાંધીનગર, તા.17 ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ બાદ પ્રથમ વખત નીતિન નબીન 20, 21 અને 22 ફેબ્રુઆરીએ ત્રણ દિવસના ગુજરાત...
લીમખેડા: દાહોદ–અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. લીમખેડા નજીક 26...
વાવ ગામ ગાયકવાડના વડોદરા રાજ્યમાં નવસારી પ્રાંતમાં આવેલું ગામ છે. જે આઝાદી બાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલું છે. વડોદરા રાજ્યના વહીવટ...
સુરત શહેરમાં 21 વર્ષ જૂનો હથિયારબાજી અને મારામારીનો કેસ અંતે ઉકેલાયો છે. વર્ષ 2005માં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા બે ખૂંખાર...
100થી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો અમદાવાદ,તા.17 મુંબઈના દહીસર વિસ્તારમાં “ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટ”ના નામે 100થી વધુ...
ગાંધીનગર, તા .17 ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે મધ્યરાત્રીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નશીલા પદાર્થોના મોટા જથ્થા પર પ્રહાર કર્યો છે. દરિયાકાંઠા...
લાઈટો ગુલ થતા રહીશો પાણી અને વીજળી વિના મુશ્કેલીમાં મૂકાયા : ત્વરિત વીજ પુરવઠો કાર્યરત કરવા રહીશોની માંગ ( પ્રતિનિધિ )વડોદરા,તા.17 વડોદરામાં...
મેયરની અધ્યક્ષતામાં શોકસભા યોજાઈ; વિકાસના કામોની ચર્ચા અટકી, હવે સીધી ‘બજેટ બેઠક’ મળશે વડોદરા મહાનગરપાલિકાની આજે મળનારી વર્ષની પ્રથમ સામાન્ય સભા મહારાષ્ટ્રના...
સુરત મ્યુનિસિપલ બજેટ ૨૦૨૫-૨૬ – સુરત મહાનગર પાલિકાની બજેટ અંગેની ખાસ સામાન્ય સભામાં સત્તત બીજા દિવસે પણ ચર્ચા જારી રહી હતી. પ્રથમ...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રવચન દરમ્યાન કોંગીના સભ્યોએ સૂત્રોચાર કરતાં રાજ્યપાલ પ્રવચન ટૂંકાવી ગૃહમાંથી નીકળી...
ગાંધીનગર,તા.16સોમનાથ ધામ ખાતે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન સમા ઉજવાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વ પછીની પ્રથમ મહાશિવરાત્રિએ ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ સર્જાયો. દેશભરમાંથી...
ગાંધીનગર,તા.16ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલે (17 ફેબ્રુઆરી) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીત શાહની અધ્યક્ષતામાં સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય કક્ષાની ‘મંથન બેઠક’ યોજાશે....
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાં રાજ્યની રાજનીતિ ગરમાઈ છે. તમામ પક્ષોએ પોતપોતાના સંગઠનને મજબૂત બનાવવાની કવાયત તેજ કરી છે. ભાજપે...
ભાજપના ધારાસભ્યો અવાજ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેઓ વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો નહી ઉઠાવે ગાંધીનગર, તા. 16 ગાધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આજે કોંગ્રેસ...
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે યોજાયેલી કોગ્રેસની જન આક્રોશ સભામાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિકએ સભાને સંબોધન કરતા...
અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 દરમ્યાન ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવાનાર છે, ત્યારે આ પરીક્ષાઓને...
ગાંધીનગર : રાજ્ય સરકારની ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ વિધવા મહિલાઓને મળતી સહાય હવે ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ના ખાતામાં સીધી...
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરફેરનો એક મોટો ભંડાફોડ થયો છે. એર ઇન્ટેલિજન્સ અને કસ્ટમ વિભાગની સતર્ક કામગીરીના પરિણામે હાઇડ્રિક...
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં જ રાજ્ય ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લો પડી રહ્યો છે. એક તરફ નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકામાં...
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાં રાજ્યની રાજનીતિ ગરમાઈ છે. તમામ પક્ષોએ પોતપોતાના સંગઠનને મજબૂત બનાવવાની કવાયત તેજ કરી છે. ભાજપે...
સુરત : ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચી વિવાદ સર્જયો છે. મેળાના અંતિમ...
સુરત : સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાટપોરના બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમતગમત દરમિયાન લોહીયાળ દ્રશ્યો સર્જાયા હોવાની ઘટના સામે આવી...
વડોદરા…… સતત બીજા દિવસે પણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મેઇલ દ્વારા ધમકી આપવાનો સિલસિલો યથાવત કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો...
વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગના પગલે ફાયર વિભાગે કાબૂ મેળવ્યો આણંદ.આણંદ શહેરના બંસીધર ફ્લેટમાં મંગળવાર વ્હેલી સવારે શોર્ટ સર્કિટના કારણે...
ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોં તેમની પત્ની બ્રિજિટ મેક્રોં સાથે ત્રણ દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. મેક્રોં ભારતના આર્થિક કેન્દ્ર મુંબઈ આવી પહોંચ્યા...
આજના સમયમાં માનવતા સામે મોટો અને ભયાનક પડકાર ઊભો થયો છે. આતંકવાદની ઘટનાઓ, યુધ્ધો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ તરંગી અને અવિશ્વસનીય રાજકીય નેતાઓ,...
બારડોલી નગરપાલિકા અને તાલુકો જ નહીં બારડોલી ખુદ એક ઇતિહાસ છે. સરદાર, ગાંધી, નહેરુ, સુભાષચંદ્ર, કસ્તુરબાનાં સ્વાતંત્ર્ય આંદોલનની ગૌરવગાથા છે. બારડોલી સુરત...
આયર્લેન્ડની ડેટા સુરક્ષા સંસ્થા Ireland Data Protection Commission (DPC) એ વિશ્વના અબજોપતિ ઉદ્યોગપતિ Elon Muskની માલિકીની સોશિયલ મીડિયા કંપની X ના AI...
નશામાં ધૂત થાર ચાલકનો આતંક, ગાડી ડિવાઈડર પર ચઢાવી, લોકોમાં ફફડાટ (પ્રતિનિધિ), વડોદરા. તા.17 વડોદરાના માર્ગો પર ફરી એકવાર બેફામ ગતિ અને...
તા. 7/2/25ના રોજ બીજી વાર સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા સુરત મનપાનું સુધારા-વધારા સાથેનું બજેટ રજૂ થયું. શહેરની જનતા પાસે વેરા સ્વરૂપે જે...
કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે સીઆરપીએફ, SRPF, CISF અને હોમગાર્ડ ખડેપગે
સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં કરાતુ એરીયા ડોમીનેશન અને ફુટ પેટ્રોલીગ : નરસિમ્હા કોમાર
વડોદરા તા.25
વડોદરા શહેરમાં રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર હોવાથી પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ તથા નિષ્પક્ષ મતદાન થાય તેને માટે શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોઈન્ટ સીપી એડિશનલ સીપી, ડીસીપી,એસસી,પીઆઇ, પીએસઆઇ, પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ સહિત 3500 થી વધુ જવાનો સહિત વિવિધ કંપનીઓની ટુકડીઓ પણ તૈનાત કરાઈ છે.
વડોદરા શહેરમાં 26 એપ્રિલના રોજ મહા નગર પાલિકાના કુલ 19 વોર્ડ, જિલ્લા પંચાયતની 7 સીટ અને તાલુકા પંચાયતની 13 સીટ માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા એકશન પ્લાન બનાવવામા આવ્યો છે.
મતદાન માટે વડોદરા મહાનગરપાલિકાના કુલ 1100 બુથ અને 362 બિલ્ડિંગ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના 88 બુથ અને 43 બિલ્ડિંગમાં વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક સ્થળે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ચૂંટણી દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે તે માટે અંદાજે 3500 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા છે. આ બંદોબસ્તમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત હોમ ગાર્ડ સહિતના જવાનો મળી 3500 ઉપરાંતના જવાનો SRPFના જવાનો, CISFની 1 કંપની તૈનાત કરવામાં આવી છે. સીઆરપીએફની ટુકડીઓ પણ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી છે, જેથી કોઈ અસામાજિક તત્વો ગેરકાયદે પ્રવૃત્તિ કરી ન શકે.
પોલીસ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે અને સતત પેટ્રોલિંગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આદર્શ આચારસંહિતાનો સંપૂર્ણ અમલ થાય અને સામાન્ય જનતા નિર્ભય વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે વડોદરા પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શહેરમાં શાંતિપૂર્ણ અને લોકશાહી માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તમામ તંત્ર સજ્જ છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતુ કે વડોદરા મહાનગર પાલિકા અને વડોદરા તાલુકા જીલ્લા પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયા 26 એપ્રિલે યોજાવાની છે. ત્યારે 1 એપ્રિલના રોજથી રાજય ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા લાગુ થઇ છે. ત્યારથી જ
વડોદરા શહેર પોલીસ દ્વારા બુટલેગર્સ, ગેમ્બલર્સ તેમજ ડેન્જર પર્સન વિરુધ્ધ પાસા એકટ હેઠળ કુલ – 33 પાસા. 7 તડિપાર તથા બુટલેગર્સ તેમજ અસામાજીક તત્વો જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા 4024 તત્વો વિરૂધ્ધ અટકાયતી પગલાલેવામાં આવ્યા છે. તેમજ વાહન ચેકીંગ દરમિયાન 16 હજાર જેટલા વાહનો ચેક કરી ડ્રીંક એન્ડ ડ્રાઇવના 102 કેસ તથા એમ.વી.એકટ મુજબ-315 વાહનો ડીટેઇન કરાયા છે. તેમજ પ્રોહિબીશન એકટ હેઠક 1018 કેસ કરી દેશી 76 લાખનો મુદ્દામાલ
પકડવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં 1494 વોરંટની બજવણી કરાઈ છે. શહેરનાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં એરીયા ડોમીનેશન અને ફુટ પેટ્રોલીગ કરવામાં આવી રહયુ છે.
– બંદોબસ્ત પર એક નજર
JCP-1,
Additional CP-1,
DCP-6,
ACP-13,
PI-58,
PSI-176
2057 પોલીસ જવાનો
247 નવા તાલીમાર્થીઓ
1406 હોમગાર્ડ સભ્યો
SRPFના જવાનો,
CISFની 1 કંપની