નવી દિલ્હી: ભારત (India) અને શ્રીલંકા (Sri Lanka) વચ્ચે ચાલી રહેલા રામસેતુ (Ram Setu) વિવાદ (Controversy) અંગે કેન્દ્ર સરકારે સંસદમાં (Parliament) જવાબો...
સુરત (Surat): શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતો કાપડનો વેપારી (Textile Trader) હનીટ્રેપમાં (Honey Trap) ફસાતા 3.64 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. કાપડના વેપારીના...
વર્ષ 2023 જાન્યુઆરી (January) મહિનાની શરૂઆતને હવે થોડાક જ દિવસો બાકી છે. ત્યારે આ નવા મહિનામાં કેટલાક નવા ફેરફાર પણ થશે. આ...
નવી દિલ્હી: ચીન (China), અમેરિકા (America) અને જાપાન (Japan) સહિત અનેક દેશોમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે ભારત (India) માં પણ...
મથુરાઃ મથુરા (Mathura) ની શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચેના વિવાદ મામલે મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. જ્ઞાનવાપીની જેમ શ્રી...
નવી દિલ્હી: ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના પરિવાર માટે આજનો દિવસ ખાસ છે. મુકેશ અંબાણીની દીકરી ઈશા...
સુરત: વિશ્વભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોનાએ (Corona) ફરીવાર માથું ઊંચક્યું છે. છેલ્લા ઘણા માસથી કોરોનાના કેસ નહીંવત પ્રમાણમાં નોંધાતા હતા. જેથી જનજીવન...
સુરત: અમેરિકન (America) સંસદમાં (Parliament) ઇગલ એક્ટ (Eagle Act) અમલમાં આવે એ પહેલાં જ ડેમોક્રેટિક (Democratic) અને રિપબ્લિકન (RePublican) પાર્ટીના સભ્યોએ બહુમતથી...
વડોદરા: શહેરની 23 લાખની વસ્તીમાં વચ્ચે ટ્રાફિકનું સંચાલન કરવા માટે ટ્રાફિક પોલીસ જવાનો મુકવામાં આવ્યા છે. પરંતુ સરકારમાંથી તગડો પગાર મેળવતા 300...
વડોદરા: પાંચ વર્ષે આખરે રાજ્યનો સૌથી લાંબોવર બ્રિજ વડોદરા શહેર પૂર્ણતાના આરે છે.ત્યારે આગામી 25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના...
વડોદરા: એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ ફરી સર્જાયો છે.લાખો કરોડોના ખર્ચે નવીન રોડ રસ્તા,પાણીની લાઈન ,ડ્રેનેજો સહિતની કામગીરી હેતુસર ખાતમુહૂર્ત...
સુરત: સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર ટ્રેન (Train) અને પ્લેટફોર્મ (Platform) વચ્ચે ફસાયેલા મુસાફરને (Passenger) ખેંચી RPFના કોન્સ્ટેબલે બચાવ્યો હોવાની...
નવી દિલ્હીઃ કોરોનાના નવા ખતરા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી પરત ફરતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય...
વડોદરા: વિશ્વ વિખ્યાત બનેલી વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની હતી.એમએસ યુનિવર્સિટીની યુનિટ બિલ્ડીંગ ખાતે એફવાયનું લેક્ચર...
વડોદરા: સંસ્કારી નગરીના શાસકો વડોદરાને સ્માર્ટ સીટી બનાવી, શહેરને ગંદકી મુક્ત કરવાની દોડધામ કરી મૂકી છે શહેર ને કચરા મુક્ત કરવાની લ્હાય...
વડોદરા: વેરિયન્ટ BF.7ના કેસોને લઈ વડોદરા નું તંત્ર એલર્ટ બન્યું છે. અગાઉ ભયાનક સ્થિતિનો પરચો બતાવી કોરોનાએ અસંખ્ય લોકોના જીવ લીધા છે....
નવી દિલ્હી: કોરોનાને(Corona) કારણે ચીનની (China) હાલત કફોડી બની રહી છે. ચીનમાં કોરોનાના કેસ (Case) વધી રહ્યા છે. ચીનમાં 24 કલાકમાં 3...
આણંદ : આણદં જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સહાયની યોજનાઓના વિવિધ ઘટકો માટે 4 જાન્યુઆરી સુધી આઈ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની...
સુરત : સુરત એરપોર્ટથી (Surat Airport) ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અસુવિધાઓને લીધે ફ્લાઈટની (Flight) સંખ્યા સતત ઘટી રહી છે. હવે એર ઇન્ડિયાએ (Air India) અચાનક...
નડિયાદ : નડિયાદ સહિત ચરોતરમાં કેરલ સિંગિંગ દ્વારા ઇસુ જન્મના વધામણા કરવામાં આવી રહ્યા છે. ધર્મગુરુઓ તેમજ સ્થાનિક ખ્રિસ્તી સમાજના અબાલ વૃદ્ધ...
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં પોલીસતંત્રની રહેમનજર હેઠળ દેશી-વિદેશી દારૂની બદી સતત વધી રહી છે. જેના પુરાવા સ્વરૂપ નગરમાં ઠેર-ઠેર દારૂની ખાલી બોટલો અને...
નડિયાદ : નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર સમસ્યાઓ હવે સામાન્ય બની ગઈ હોવાનું જણાઈ રહ્યુ છે. શહેરના નાનાકુંભનાથ રોડ પર ગટરના પાણી...
કોઈ પણ યુદ્ધના અંતે કોઈ વિજેતા હોતા નથી. યુદ્ધ લડનારા બંને પક્ષોને ભારે હાનિ થયા વિના રહેતી નથી. મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય...
બિહાર: બિહાર (Bihar)નાં મોતિહારી (Motihari) જીલ્લામાં એક મોટો અકસ્માત (Accident) સર્જાયો હતો. રામગઢવાના નારિલગિરીમાં ઈંટની ભઠ્ઠાની ચીમનીમાં (Brick kiln chimney) બ્લાસ્ટ (Blast)...
કોરોનાની સાથે-સાથે હવે અમેરિકામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અનેક મિલિયન લોકો શીતલહરની ચપેટમાં છે. ભારે હિમવર્ષાનાં કારણે લોકો પોતાના ઘરોમાં...
આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, પરંતુ બહુ ઓછાં લોકો એવાં છે કે હિન્દી ભાષા જાણે છે અને હિંદીમાં દરેક વ્યવહાર કરે છે....
એકસપ્રેસ હાઇ વે આજના નવા યુગ માટે વરદાનરૂપ છે. આજના મોંઘા પેટ્રોલના ભાવને ધ્યાનમાં લઇ એકસપ્રેસ હાઇ વે એક લાઇફલાઇનનું કામ કરે...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રનાં ભાજપનાં ધારાસભ્યને ગંભીર અકસ્માત નડ્યો છે. પોતાના ગામ જતી વખતે ડ્રાઈવરને ઊંઘ આવી જતા કાર 30 ફૂટ ઊંડી ખીણમાં પડી...
જો જો હોં! માસ્ક અને સેનિટાઇઝર ફરી પાછાં વસાવી લેજો. કાળજું કંપાવતી ઘટનાઓનો ભૂતકાળ કોરોના ફરી પાછો વર્તમાન બને તો નવાઇ નથી!...
સાવ નાની અમથી વાત પર નેહલ રિસાઈ ગયો.મમ્મીએ રાત્રે જમવામાં આજે નરમ ખીચડી ,કઢી અને સલાડ બનાવ્યા હતા. જે નેહલને ઓછા ભાવતાં...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.