વડોદરા: આજે બનેલી ઘટના એ સાબિત કરે છે કે વડોદરા મા રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે થોડા વર્ષો મા વડોદરામાં રખડતા ઢોરને...
વડોદરા: નવા વર્ષના પ્રારંભ સાથે શહેરમાં ચાઇનીઝ દોરાના કારણે ગળુ કપાઇ જતા બે આશાસ્પદ યુવાનના મોત નિપજ્યા હતા. જેના પગલે પોલીસ વિભાગ...
સુરત (Surat): ભરૂચ (Bharuch) નેશનલ હાઈવે (National Highway) ઉપર બસમાં 1.33 કરોડના ગાંજા (Marijuana) સાથે પોલીસે 3 ની ધરપકડ (Arrest) કરી હતી....
વડોદરા: માંજલપુરની સુબોધનગર સોસાયટીમાં એક મકાનમાંથી 15 વર્ષીય સગીર બાળકનો કૂતરાના પટ્ટા વડે બાંધેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં એરેરાટી ફેલાઇ ગઇ...
સુરત (Surat) : ઉધના મગદલ્લા રોડ પર સફલ સ્ક્વેરમાં આવેલી એલયુર હોટલના (Allure Hotel) માલિક ઉપર તેમના ભાણીયાના સાળાએ 5 લાખની ઉઘરાણી...
નવી દિલ્હી: મંદીના પડછાયામાં સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોને (Amazon) મોટો આદેશ જાહેર કર્યો છે. જેનાથી કંપનીમાં કામ કરતા કર્મચારીઓની ચિંતા વધી...
નડિયાદ: કપડવંજના આંત્રોલી ગામની પરિણીતાને તેના પતિ અને સાસરિયાએ પેટમાં લાતો મારી હતી. તે ગર્ભવતી હોવાની જાણ હોવા છતાં આ નરાધમોની કરતૂતોથી...
સુરત: છેલ્લાં કેટલાંય સમયથી સુરત એરપોર્ટના ટર્મિનલ, પેરેલલ ટેક્સી ટ્રેકના નિર્માણની કામગીરી ચાલી રહી છે. ખૂબ જ ધીમી ગતિએ આ કામગીરી થતી...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના અણગટ વહીવટના કારણે નાગરીકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રશાસન પાસે ચોક્કસ આયોજન ન હોવાના કારણે શહેરીજનો ગંદકી...
સુરત: પશ્ચિમ રેલવેના (Western Railway) રાજકોટ (Rajkot) ડિવિઝનમાં વગડિયા-દલડી સેક્શનમાં ટ્રેકના ડબલિંગનું કામ કરવાનું હોવાથી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. તેમાં 5 અને...
સુરત: સુરત મનપાનો (SMC) સપ્તાહના સાતેય દિવસ 24 કલાક પાણી યોજનાનો પ્રોજેક્ટ શરૂઆતથી જ વિવાદમાં આવી રહ્યો છે. અગાઉ ન્યૂ નોર્થ ઝોન...
આણંદ : આણંદ શહેરના વધતા ટ્રાફિકના ભારણને પહોંચી વળવા માટે બોરસદ ચોકડી પર રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેમાં સર્વિસ રોડ...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં પ્રખ્યાત ધાર્મિક સ્થળ જોશીમઠ શહેરનું અસ્તિત્વ જોખમમાં છે. ભૂસ્ખલનને કારણે સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. જાણે આખું જોશીમઠ શહેર...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના ગણિતવિભાગના એસેમ્બ્લી હોલનું નવીનીકરણ અમેરિકાની હમ્બોલ્ટના નિવૃત્ત પ્રાધ્યાપક વિઠ્ઠલભાઈ પટેલ (શેરથા)ના હસ્તે કરવામાં આવ્યું હતું....
સંતરામપુર : સંતરામપુરના વોર્ડ નં.2માં આવેલા જૈન દેરાસર બહાર સતત ઉભરાતી ગટરના કારણે જાહેર રસ્તા પર જ ગંદા પાણી ફરી વળે છે....
આણંદ : આણંદના પીપળાવ ખાતે ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા અને અને પાટીદાર સમાજ પીપળાવ દ્વારા 110મો સમૂહલગ્નોત્સવ યોજાવામાં આવ્યો હતો....
સુરત : તબીબને ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે પરંતુ ક્યારેક તબીબો જ એવું કૃત્ય કરે છે કે તેમની પર નફરત થઈ...
રોડ-રસ્તા, પાણી, મકાન વગેરે જાહેર હિતનાં કામો સરકારી સહાયથી થતાં હોય છે. પૂર્ણ થયેલ કામો નિયત સમયમર્યાદામાં જ જર્જરિત થતાં હોય છે....
એક વર્તમાનપત્રમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે વાંસદામાં પ્રથમ વાર ઉલટી દિશામાં ફરતા કાંટાવાળી આદિવાસી કાંડા ઘડિયાળ લોન્ચ કરાઈ. સામાન્ય રીતે ઘડિયાળમાં એક...
સુરત: સુરત (Surat) માં રહેતા અને છેલ્લાં 30 કરતા પણ વધુ વર્ષોથી પ્રોફેશનલ મહેંદી (Mahendi) મુકતા ગુજરાતના ખ્યાતનામ મહેંદી આર્ટિસ્ટ (Artist) નિમિષા...
વર્ષોથી ‘ગુજરાતમિત્ર’ અખબારના નવા વર્ષના કેલેન્ડરનું એક અજબનું આકર્ષણ રહ્યું છે. હાથમાં કેલેન્ડર આવવાથી એની આંખમાં ચમક આવી જાય છે. ઘરના પૂજાના...
એક આશ્રમમાં ગુરુજીએ કહ્યું, ‘રોજ તમારે ઈશ્વરને કૈંક અર્પણ કરવું જોઈએ.’બધાના મનમાં તરત પ્રશ્ન ઉદ્ભવ્યો, શું અર્પણ કરવું જોઈએ.ગુરુજીએ આગળ એ જ...
છેલ્લા 3 દાયકા કરતાં પણ વધુ સમયથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં નથી. આ 3 દાયકામાં અનેક ચૂંટણીઓ આવી પરંતુ કોંગ્રેસ એકેય ચૂંટણી જીતી...
માનવ સભ્ય અને સુસંસ્કૃત બનવા લાગ્યો ત્યારથી અન્યોનું હડપ કરી લેવાની તેની વૃત્તિ સતત વધતી જ રહી છે. દરેક યુગમાં તે નવી...
નોટબંધી અંગેના સર્વોચ્ચ અદાલતના બહુમતી ચુકાદાને જો એક વાક્યમાં વર્ણવવો હોય તો એમ કહી શકાય કે એ તઘલખી પ્રયોગને આપવામાં આવેલું પ્રમાણપત્ર...
ભારતની રાજધાની નવી દિલ્હી અમીર અને વગદાર બાપાઓના વંઠી ગયેલા નબીરાઓ માટે જાણીતું છે. દિલ્હીની સડકો પર માતેલા સાંઢની જેમ ભટકતાં અને...
નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહના વિમાનની બુઘવારની રાત્રે ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથક ઉપર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. મળતી માહિતી...
અમદાવાદ: શાહરુખ ખાનની ફિલ્મ પઠાનને (Pathan) લઈને વિવાદો ચાલી રહ્યાં છે જે અટકવાનું નામ નથી લેતાં. બુધવારના રોજ અમદાવાદના (Ahmedabad) અલ્ફાવન મોલમાં...
સુરત: 4 જાન્યુઆરીનાં રોજ બુધવારે સુરત (Surat) કડોદરા રોડ સ્થિત આવેલ દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટ નગર ખાતે સુરત ટેક્સટાઇલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સુરત...
ઝઘડિયા: ઝઘડિયાના સારસા ગામે પોસ્ટ ઓફિસમાં (Post Office) ૨૦૨૦-૨૧ના વર્ષમાં ફરજ બજાવતા મહિલા બ્રાંચ પોસ્ટ માસ્તરે કઠિતપણે બચત ખાતાધારકોની બનાવટી સહીઓ કરી...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.