SURAT

સુરતમાં પાનના ગલ્લા અને કરિયાણાની દુકાનો પર ગાંજો વેચાવા માંડ્યો

સુરત (Surat): ભરૂચ (Bharuch) નેશનલ હાઈવે (National Highway) ઉપર બસમાં 1.33 કરોડના ગાંજા (Marijuana) સાથે પોલીસે 3 ની ધરપકડ (Arrest) કરી હતી. આ ત્રણેય સુરતમાં ગાંજો સપ્લાય કરવા આવતા હતા. સુરત એસઓજીએ (Surat SOG) સુરતના બે મુખ્ય સૂત્રધાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સુરતના કરિયાણાની દુકાન (Provision Store) અને પાનના ગલ્લા (Pan Store) પર ગાંજાની ગોળીઓ વેચવા માટે આપતા હતા.

  • કરિયાણાની દુકાનો અને પાનના ગલ્લા ઉપર ગાંજાની ગોળીઓ વેચવા આપતા બે ઝડપાયા
  • ભરૂચમાં પકડાયેલા 1.33 કરોડના ગાંજાના કેસમાં બે મુખ્ય સૂત્રધારને સુરત એસઓજીએ ઝડપી પાડ્યા
  • કરિયાણાની દુકાનની આડમાં ગાંજાની ગોળીઓ વેચનાર બંને રાજસ્થાની શહેર છોડીને ભાગવાની ફિરાકમાં હતા

ભરૂચ એસઓજીએ ગત 3 જાન્યુઆરીએ નેશનલ હાઈવે 48 ઉપરથી પસાર થતી ખાનગી લક્ઝરી બસને પકડી હતી. તેમાંથી 1.33 કરોડની કિમતના 1334 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પુછપરછ કરતા તેઓ ગાંજાનો જથ્થો સુરત ખાતે રહેતા બે યુવકોને ડીલવરી આપવા જવાના હોવાની કબુલાત કરી હતી. ભરૂચ પોલીસે તાત્કાલિક સુરત શહેર પોલીસને સંપર્ક કરી આ વોન્ટેડ આરોપીઓ બાબતની માહિતી આપી હતી. આ બંને આરોપીઓને પકડી પાડવા માટે એસઓજીની ટીમ કામે લાગી હતી.

એસઓજી પીઆઈ એ.પી.ચૌધરીએ તેમની ટીમ કામે લગાડતા બંને આરોપીઓ સુરત છોડીને ભાગવાની ફીરાકમાં સહારા દરવાજા અશોકા હોટલની સામે ભેગા થવાના હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપી અંબાલાલ રારૂજી કલાલ (ઉ.વ.૫૩, રહે મકાન નં.૪૪/એ રત્નપ્રભા સોસાયટી, અજય નગર પાસે લિંબાયત તથા મુળ રાજસમદ, રાજસ્થાન) તથા ઉદયલાલ છગુજી પ્રજાપતિ (ઉ.વ.૨૦, રહે. ઘરનં ૪૭ બાલાજીનગર સોસાયટી, નવાગામ ડિંડોલી) ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ પોતાના ઘરની નીચે કરીયાણાની દુકાન ચલાવે છે. અને તેઓએ ભરૂચ ખાતે પકડાયેલા આરોપીઓ પાસેથી આ ગાંજાની ગોળીઓ મંગાવી હતી. જે સુરત ખાતે છુટક પાનના ગલ્લાઓ તથા કરિયાણાની દુકાન ઉપર વેચાણ કરવા માટે મંગાવી હતી.

Most Popular

To Top