Latest News

More Posts

મહારાજ ફિલ્મના નિર્માતા સહિતના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ આપવા પહોંચ્યાં.

પેટલાદના વૈષ્ણવો દ્વારા મહારાજના ફિલ્મનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વૈષ્ણવો દ્વારા મંગળવારના રોજ સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ મથકે પહોંચી પુસ્તકના લેખક, ફિલ્મ નિર્માતા સહિતના વ્યક્તિ સામે ગુનો નોંધવા માગણી કરી હતી.

પેટલાદના હનુમાન ફળીયામાં રહેતા પટેલ નૈતમભાઈએ પોલીસ મથકે જણાવ્યું હતું કે, મહારાજ પુસ્તક પરથી ઓટીટી પર મહારાજ ફિલ્મ રજુ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સમસ્ત વૈષ્ણવો તથા હિન્દુ સનાતન પૃષ્ટિમાર્ગ સંપ્રદાયના અનુયાયીઓની ધાર્મિક ભાવના અને લાગણીઓ દુભાય તેવું કૃત્ય કરવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ તથા સનાતન પૃષ્ટિમાર્ગ સંપ્રદાયના ભગવાન શ્રીકૃષ્ણ અને સાધુ – સંતો પર પુસ્તક લખી તેને પ્રકાશન કરી ફિલ્મ બનાવી તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની કોશિષ કરી રહ્યા છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ તેમજ વૈષ્ણવો, હિન્દુ સનાતન ધર્મ પૃષ્ટિમાર્ગ સંપ્રદાય વિરૂદ્ધ પ્રચાર પ્રસાર કરી તેમને ખરાબ ચિતરી રહ્યાં છે. આ પુસ્તકની પૃષ્ટભૂમિ પર દર્શાવવામાં આવેલા ચિત્ર તથા તેમાં લખેલી બાબતો, ફિલ્મમાં દર્શાવવામાં આવેલા પાત્રો અને તેના પહેરવેશથી સમસ્ત વૈષ્ણવોની ધાર્મિક લાગણીઓ તથા ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ ફિલ્મમાં વૈષ્ણવ ભક્તો અને હિન્દુ સનાતન પુષ્ટિમાર્ગ સંપ્રદાયના ભગવાન શ્રીકૃષ્ણના તથા પૃષ્ટિમાર્ગીય ધર્મ ગુરૂ, સાધુ સંતોના પાત્રોને ખોટી રીતે દર્શાવી રહ્યાં છે. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર છુપી રીતે પ્રસારણ કરવાની તૈયારી કરી રહ્યા છે. મહારાજ ફિલ્મ પર ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન થાય છે અને વૈષ્ણવોની લાગણી દુભાઇ છે.  આથી, પુસ્તકના લેખક, ફિલ્મ નિર્માતા સહિતના લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

To Top