Dakshin Gujarat

‘તું મને ઓળખે છે? હું આશીષ મિશ્રા છું’ કહી બુટલેગરે પોલીસનો કોલર પકડી લીધો અને..

કામરેજ: (Kamrej) મોરથાણા ફાર્મમાં બુટલેગર (Bootlegger) સહિત ત્રણ ઈસમે વોચમેન સાથે દારૂના નશામાં માથાકૂટ કરતાં ફાર્મ પર આવેલી પોલીસનો કોલર પકડી મોબાઈલ (Mobile) તોડી નાંખ્યા હતા. એટલું જ નહીં તેણે પોલીસની (Police) સામે વોચમેનને ગાલ પર લાફો મારી દીધો હતો.

  • ‘તું મને ઓળખે છે, હું આશીષ મિશ્રા છું’ કહી બુટલેગરે પોલીસનો કોલર પકડી મોબાઇલ તોડી નાંખ્યો
  • મોરથાણા ફાર્મમાં બુટલેગર સહિત ત્રણ ઈસમે વોચમેન સાથે દારૂના નશામાં માથાકૂટ કરતાં પોલીસ ફાર્મહાઉસ ગઈ હતી
  • વોચમેન સાથે માથાકૂટ કરતાં કામરેજ પોલીસને જાણ કરતાં પીસીઆર વાન ફાર્મ પર પહોંચી હતી જ્યાં બની આ ઘટના

કામરેજના મોરથાણા ગામની હદમાં આવેલા મારવેલા ફાર્મમાં રૂમ નં.40માં બુધવારે ત્રણ ઈસમો જુગાર રમી અને ફાર્મના વોચમેન સાથે માથાકૂટ કરતાં કામરેજ પોલીસને જાણ કરતાં પીસીઆર વાન ફાર્મ પર પહોંચતાં વોચમેન સાથે ઝઘડો કરતા હતા. ત્રણ ઈસમને ઝઘડો નહીં કરવા જણાવતાં એક ઈસમ પોલીસને તું મને ઓળખે છે, હું આશીષ મિશ્રા છું તેમ કહી પોલીસની સામે ફરીવાર વોચમેન અમિતસિંગ શિવનાયસિંગ રાજપૂતને ગાલ પર લાફો મારી દીધો હતો.

બાદ પીસીઆર વાનના ઈનચાર્જ પોલીસકર્મી અમરત હરગોવન જોષીને ગાળો આપી કોલર પકડી ઝપાઝપી કરવા લાગ્યા હતા. પીસીઆર વાનના ડ્રાઈવર બળવંતભાઈ છોડાવવા આવતાં આશિષ મિશ્રા અને તેની સાથે બીજા બે ઈસમ બળવંતભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. બંને પોલીસકર્મીના મોબાઈલ ફોન ઝૂંટવી જમીન પર ફેંકી ડીસ્પ્લે તોડી નાંખતાં મામલો ગરમાતાં કામરેજ પીઆઈ રાજેશ ભટોળને જાણ કરાઈ હતી.

તુરંત પોલીસ સ્ટેશનમાંથી અન્ય પોલીસકર્મીઓએ મોરથાણા ખાતે દોડી જઈ આશિષ મિશ્રા અને બે અજાણ્યા ઈસમને પોલીસમથકે લાવી પૂછપૂરછ કરતાં આશિષ પ્રેમસાગર મિશ્રા (ઉં.વ.31) (રહે.,શાંતનમ્ એવન્યુ, ઘર નં.302-બી-1, કામરેજ, મૂળ રહે.,કોતવા, જિ.ઈલ્હાબાદ, ઉત્તરપ્રદેશ), અનિલ રમેશ દેવીપૂજક (ઉં.વ.19), દીપક બાબુ દેવીપૂજક (ઉં.વ.19) (બંને હાલ મોર્ડન ટાઉન, શારદા સ્કૂલની સામે, પરવટ પાટિયા, મૂળ રહે.,વિરૂમ, તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર) હોવાનું જણાવ્યું હતું. ત્રણેય ઈસમ દારૂના નશામાં હતા. જે અંગે કામરેજ પોલીસે ત્રણેયની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં આશિષ મિશ્રા દારૂનો ધંધો કરે છે. જેના વિરુદ્ધ સુરત જિલ્લામાં પ્રોહિબિશનના ગુના પણ નોંધાયા છે.

Most Popular

To Top