Madhya Gujarat

કાલોલ ન.પા. દ્વારા નવા બનાવેલા રોડ ઉપર થીંગડા મારી ભ્રષ્ટાચારને છુપાવવાની કોશિશનો વિરોધ

કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા તાજેતરમા જ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કાલોલ નગર પાલિકા ના ૧૩ રોડ નું નવીનીકરણ રૂ ૧૪૫ લાખ ના ખર્ચે તથા ૨૭ રોડ નું સમારકામ રૂ ૫૭ લાખ ના ખર્ચે કુલ મળીને રૂ ૨૦૨ લાખ ના ખર્ચે કરવામા આવ્યુ હતુ. પરંતુ વોર્ડ નંબર ૨ મા લાલ દરવાજા વિસ્તાર પ્રસુતિગૃહ સુધીનો તમામ આરસીસી રસ્તો તકલાદી મટીરીયલ વાપરવાને કારણે બનાવ્યો ત્યારથીજ રેતી અને કપચી બહાર ડોકિયા કરી રહી છે .

ઉપરાંત પાછલો રોડ તરીકે જાણીતો નવાપુરાના  પાછળ થી અંબામાતાના મંદિર સુઘીનો રોડ તથા કાલોલ કોર્ટ વિસ્તારમાં પણ તકલાદી માલસામાનને કારણે ફકત બે માસ ના ગાળામાં જ લોકોની નજરે ચડી ગયો છે અને ભ્રષ્ટાચારની તથા ભાગબટાઈ ની ગંધ આવી રહી છે. હલકી કક્ષાનું ગુણવત્તા વગરનો સામાન વાપરવાથી આ રોડ પર સિમેન્ટ ની ડમરીઓ ઉડે છે.

ગ્રાન્ટ ખાઉ અને ગ્રાન્ટ જીવી કોર્પોરેટરો ને કારણે સરકારના કરોડો રૂપિયાની લોકોપયોગી ગ્રાંટો વિકાસ ના કામો માં વપરાવા ને બદલે લોકો ની તિજોરીઓ માં પહોચી જાય છે પ્રજા ના ટેક્ષ ના નાણા નો ગેરવહીવટ કરી લોકો ને મૂર્ખ બનાવવાનુ કામ ચાલી રહ્યુ છે હજુ તો ચોમાસુ આવવાને વાર છે ત્યા જ આવી દશા છે તો ચોમાસા બાદ શુ થશે ત્યારે કાલોલ નગરપાલીકા ના હાલના સતાધીશો દ્વારા પોતાની જાત ને બચાવવાના ભાગરૂપે બુધવારે રાત્રે તકલાદી સીસી રોડ ઉપર પાપ છુપાવવાના પ્રયત્ન રૂપે ડામર અને સિમેન્ટ ના થીંગડા મારી દેવાની નાકામ કોશિશો કરવામા આવી છે.

કાલોલ ના જાગૃત નાગરીકો દ્વારા પાલિકાની આવી પ્રવુત્તિ ના ફોટા પાડી સોશીયલ મીડીયા પર મુકી દેતા પાલિકા ના સતાધીશો હેતબાઈ ગયા છે અને જવાબ આપવો ભારે પડી રહ્યો છે. ફ્કત બે માસના ગાળામાં કરોડો રૂપિયાના સીસી રોડ ની દશા જોઇને નાગરીકો આના કરતાં તો અગાઊ ના શાસકો સારા હતા તેવું કહી રહ્યા છે. પાલીકાના સિનિયર કોર્પોરેટર કિરીટ પટેલ દ્વારા પણ પાલીકા બાબતે પોસ્ટ કરી ને કોન્ટ્રાકટર કેટલાક સભ્યો ના ઈશારે કામ કરતા હોવાનું જણાવેલ છે ત્યારે કાલોલ નગરપાલીકા ના નવા રોડ બાબતે સરકારી તંત્ર યોગ્ય તપાસ કરશે કે પછી તેરી ભી ચુપ ઓર મેરી ભી ચુપ ની જેમ ભાગ પડાવશે તે તો સમય જ બતાવશે.

Most Popular

To Top