Science & Technology

ISRO કરશે ચંદ્રયાન-3નું લોન્ચિંગ: શ્રી હરીકોટાથી GSLV-MK-3 રોકેટ દ્વારા ચંદ્રયાનની સફર શરૂ થશે

બેંગલુરુ : ISRO ચીફ એસ સોમનાથે (Chief S Somnath) બુધવારે માહિતી આપી હતી કે ચંદ્રયાન-3 (Chandrayaan -3) 12થી 19 જુલાઈની વચ્ચે લોન્ચ થશે. ચંદ્રયાન-3ને શ્રી હરીકોટામાં (Shree Harikota) આવેલ સતીશ ધવન સ્પેસ સેંટરથી જીએસએલવી-એમકેથી 3 (GSLV-3) રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવશે. આ માટે લોન્ચ વિંડો 19 જુલાઈ સુધીનો છે. આ 7 દિવસની અંદર કોઈ પણ દિવસે લોન્ચ કરવામાં આવી શકે છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના ચીફ એસ સોમનાથને ચંદ્રયાન-3નું લોન્ચ ક્યારે થશે તેની જાહેરાત કરી દીધી છે. એસ સોમનાથને જણાવ્યું હતું કે ચંદ્રયાન-3ના બધા પરીક્ષણ થઈ ગયા છે. તેમાં પેલોડ્સ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ લોન્ચ જુલાઈના બિજા અઠચાડીયામાં એટલે કે 12થી 19 જુલાઈની વચ્ચે કરવામાં આવશે. જોકે આ લોન્ચ માટેની ફિક્સ તારીખ થોડાક દિવસોમાં જાહેર કરવામાં આવશે. આ પહેલા પણ ISROના ચીફ એસ સોમનાથને જાણકારી આપી હતી કે વિક્રમ લેન્ડર સાથે જે થયું તે આ વખતે નહીં થાય. કેમકે આ વખતે ચંદ્રયાન-3માં યુઝ કરવામાં આવેલી લેન્ડર ટેકનોલોજીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે ભુલ ચંદ્રયાન-2 દરમિયાન કરવામાં આવી હતી. તે ચંદ્રયાન-3માં કરવામાં આવશે નહીં.

આ ચંદ્રયાન-3માં ISRO માત્ર લેન્ડર્સ અને રોવર જ મોકલી રહ્યું છે. જ્યારે ચંદ્રની ફરતે ચકર લગાવી રહેલા ચંદ્રયાન-2ના ઓર્બીટરથી લેન્ડર અને રોવરનો સંપર્ક જોડવામાં આવશે. આ સ્પેસક્રાફ્ટના મોટાભાગના પ્રોગ્રામ્સ પહેલેથી જ ઓટોમેટીક છે. જેમાં સેંકડો સેન્સર લગાવવામાં આવ્યા છે. જે તેના લેન્ડિંગ અને અન્ય કાર્યોમાં મદદ કરશે. આ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં પાંચ થ્રોટલ ઈંજીન હતા જેમાં એકમાં ખરાબી આવવાના કારણે લેન્ડિંગ ખરાબ થયું હતું. જ્યારે આ ચંદ્રયાન-3માં માત્ર ચાર જ લેન્ડર હશે. આ સાથે આ વખતે આ ચંદ્રયાન-3ના લેન્ડરમાં ડોપ્લર વિલોસીમીટર લગાવવામાં આવ્યુ હોવાની પણ જાણકારી મળી છે. ડોપ્લર વિલોસીમીટર લેન્ડિંગ માટે સરળ રહે છે.

ચંદ્રયાન-3માં લગાવવામાં આવેલા સેન્સર લેન્ડરની લેન્ડિંગ સમયે ઉંચાઈ, લેન્ડિંગની જગ્યા, સ્પિડ, પત્થરોથી બચાવવામાં મદદ કરશે. ચંદ્રયાન -3 ચંદ્રની સપાટી પર 7KM ઉંચાઈ પરથી જ લેન્ડિંગ શરૂ થઈ જશે. 2KMની ઉંચાઈ પર આવતા આ સેન્સર એક્ટિવ થઈ જશે. જે ચંદ્રયાન-3ની લેન્ડિંગમાં મદદ રૂપ થશે.

Most Popular

To Top